વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલા જ્યુબેલી બાગની કાયાપલટ કરવાનું આયોજન

બાગની ફરતે આવેલી ફેન્સિંગ ઉપર વેપારીઓએ કપડાં વેચવા માટે અડ્ડો જમાવ્યો

MailVadodara.com - Vadodara-Corporation-plans-to-transform-Jubilee-Bagh-in-the-heart-of-the-city

- ડે.મ્યુનિસિપલ કમિશનર અને પાર્કસ્‌ એન્ડ ગાર્ડનના અધિકારીએ મુલાકાત લીધી

- છેલ્લા કેટલાંક વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા આ બાગની નિભાવણી કરાતી ન હોવાથી અને કોઇ દેખરેખ રાખનાર પણ નથી


વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરની મધ્યમાં આવેલા જ્યુબેલી બાગની કાયાપલટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારીને સાથે રાખી મુલાકાત લીધી હતી.

વડોદરા શહેરની મધ્યમાં ગાંધીનગર ગૃહની પાછળ વર્ષો જુનો જ્યુબેલી બાગ આવેલો છે. આ બાગમાં ન્યાય મંદિર, રાવપુરા વિસ્તારમાં ફરવા આવતા લોકો ફરવા જતા હતા. હજુ પણ કેટલાંક લોકો આ બાગમાં બેસવા જતા હોય છે. જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝન લોકો બેસવા જતા હોય છે અને પોતાનો સમય પસાર કરતા હોય છે. પરંતુ, છેલ્લા કેટલાંક વર્ષોથી પાલિકા દ્વારા આ બાગની નિભાવણી કરવામાં આવતી ન હોવાથી અને કોઇ દેખરેખ રાખનાર પણ નથી.


મળેલી માહિતી પ્રમાણે સાંજ કેટલાંક અસામાજિક તત્વોનો પણ આ બાગ અડ્ડો બની ગયો છે. જેના કારણે ન્યાય મંદિર વિસ્તારમાં તેમજ રાવપુરા વિસ્તારમાં ફરવા માટે આવતા લોકો હવે આ બાગમાં જવાનું ટાળતા હોય છે.

મળેલી માહિતી પ્રમાણે આ બાગની ફરતે આવેલી ફેન્સિંગ ઉપર વેપારીઓએ પણ મહિલાઓના કપડાં વેચવા માટે અડ્ડો જમાવી દીધો છે. આ બાગ શહેરની શોભા વધારતું હતું. પરંતુ, પાલિકાની નિષ્કાળજીના કારણે આ બાગ બિનઉપયોગી જેવો બની ગયો છે. જોકે, આ બાગને પુનર્જિવીત કરવા માટે કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ આજે પાર્કસ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયશ્વાલને સાથે રાખી જ્યુબેલી બાગની મુલાકાત લીધી હતી. જે સમયે તેઓએ મુલાકાત લીધી હતી. તે સમયે બાગમાં એક પણ સહેલાણી ન હતો. જેનું કારણ એ હતું કે, બાગ બેસવા લાયક રહ્યો નથી. જોકે, બાગની મુલાકાત લીધા બાદ ડેપ્યુટી કમિશનરે બાગની કાયાપલટ કરવાની વાત કરી છે.


ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાં આવેલો જ્યુબેલી બાગ લોકોને બેસવા અને હરવા ફરવા માટે સુંદર બાગ છે. આ બાગમાં લોકો વધુને વધુ લોકો બેસવા માટે આવે તે રીતે હવે કાયાપલટ કરવામાં આવશે. આવનારા ટૂંક સમયમાં જ આ બાગની રીનોવેશન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

Share :

Leave a Comments