વડોદરા શહેર તેમજ જિલ્લામાંથી વાહનોની ડીકી તોડી કિંમતી સામાનની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

તાલુકા પોલીસે બંને શખ્સો ચોરીના મોબાઇલ વેચવા ફરતા હતા ત્યારે ઝડપી પાડ્યા

MailVadodara.com - Two-persons-were-arrested-for-stealing-valuables-from-Vadodara-city-and-district

વડોદરા શહેર તેમજ જિલ્લામાંથી ચોરી થતા વિવિધ મોબાઈલ ચોરીની મળેલી ફરિયાદના આધારે જિલ્લા પોલીસ દ્વારા ચોરી થયેલા મોબાઈલ સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન એવી માહિતી મળી હતી કે, ચોરીના મોબાઈલ વેચવા માટે બે શખ્શો બજારમાં ફરે છે જેથી તાલુકા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી મોબાઇલની દુકાનોમાં જાણ કરવામાં આવી હતી કે કોઈ મોબાઇલ વેચવા આવે તો અમને જાણ કરવી. આ દરમિયાન સેવાસી બસ સ્ટેન્ડ પાસે આવેલી એક મોબાઇલ શોપમાં બે શખ્સો મોબાઇલ વેચવા માટે આવ્યા હોવાની માહિતીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચીને બંને શખ્શોને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી ચાર મોબાઈલ ફોન મળેલ જેના કોઈ બિલ કે પુરાવા ન હતા. 

પોલીસે ઇમરાનખાન ઉર્ફે લાલુ ઇસ્માઈલ ખાન પઠાણ (રહે. ઇન્દિરાનગર, હાથીખાના) અને આલીમખાન પૂર્વે હાલીમ સલીમખાન પઠાણ (રહે મોતીનગર, હાથીખાના) જાણવા મળ્યું હતું તેઓની સામે ખંભોળજ, કારેલીબાગ અને વડોદરા સીટી પોલીસ સ્ટેશનમાં અડધો ડઝન જેટલા ગુના અગાઉ નોંધાયા હતા. પોલીસ પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે કોઈ ધાર્મિક તહેવાર અથવા પાર્ટી પ્લોટની બહાર મુકેલા વાહનોની ડીકી તોડી તેમાં પડેલ મોબાઈલ તેમજ અન્ય કિંમતી સામાનની ચોરી કરતા હતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Share :

Leave a Comments