લોકોને ડરાવી હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા બે શખ્સ ઝડપાયા, ત્રીજા સાગરીતની શોધખોળ શરૂ

રાત્રિના સમયે ટ્રક ચાલકને એરગન બતાવી ફરિયાદી પર હુમલો કર્યો હતો

MailVadodara.com - Two-persons-involved-in-the-incident-of-intimidation-and-attack-have-been-arrested-the-search-for-the-third-Sagarit-has-started

- અકોટા બ્રિજ પાસે ઝઘડો કરીને છરીથી હુમલો કર્યા આરોપીઓની કબૂલાત

વડોદરા શહેરમાં રાત્રિના સમયે ટ્રક ચાલકને છરી અને એરગન બતાવી માર મારી ટ્રકનો કાચ તોડી ધમકાવી બાદમાં તે જ રાત્રિના સમયે રસ્તે જતા નાગરિકોનો મોબાઇલ ફોન લઈ જવાના અને અકોટા બ્રિજ ખાતે છરીના હુમલો કરનાર ગુનાઓમાં સંડાવાયેલ આરોપીને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી વઘુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ત્રીજા એક સાગરીતની તપાસ કરવામાં આવી રહી છે.


વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન ખાતે જતાં બે શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડ્યા હતા. જેઓને પૂછપરછ કરતા તેઓએ 10 દિવસ પહેલા રાત્રિના સમયે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી એક ટ્રક ગેરકાયદેસર રીતે રોકી ફરિયાદીને ગમે તેમ ગંદી ગાળો આપી ચપ્પુ બતાવી ટ્રકના દરવાજાનું કાચ તોડી અને બીજા સામે રમકડાની એરગન બતાવી ફરિયાદીને ચપ્પુ બતાવી નુકસાન કર્યું હતું. ત્યારબાદ રાવપુરા પોલીસ મથકના એક ગુનામાં મોબાઈલ ચોરી કરી હતી. આ સાથે અકોટા બ્રિજ પાસે પણ ઝઘડો કરી અને છરી વડે હુમલો કર્યો હતો.

આ સમગ્ર મામલે આરોપી રાજાભાઈ ઉર્ફે રાજેશ મિનેષભાઇ ડામોર (ઉંમર વર્ષ 26, રહે. ચોખંડી વડોદરા. મૂળ રહે. જેતપુર ઝાલોદ, દાહોદ), વિજય ભુરસીંગભાઇ ભુરીયા (ઉંમર વર્ષ 24, રહે. કલાલી રોડ, વડોદરા. મુળ દાહોદ) બંનેને ઝડપી તેઓ પાસેથી રૂપિયા 1,55,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓમાં પ્રથમ આરોપી અગાઉ વિવિધ 16 જેટલા પોલીસ મથકમાં ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ત્રીજા એક સાગરીતની તપાસ કરવામાં આવી રહી છે.

Share :

Leave a Comments