કરજણમાં SMCની રેડ, 95 હજારથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલે વલણ ગામમાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો

MailVadodara.com - Two-accused-caught-with-SMC-Red-Indian-made-foreign-liquor-worth-more-than-95-thousand-in-Karajan

- દારૂ સપ્લાય કરનાર ત્રણ શખસોને વોન્ટેડ જાહેર કરાયાં

વડોદરા શહેરના કરજણ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એપ્પલ રેસીડેન્સી વલણ ગામમાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. આ સ્થળ પરથી SMC દ્વારા 95 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે શખસોને ઝડપી પાડયા છે. આરોપીઓને કરજણ પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ શખસોને વોન્ટેડ જાહેર કર્યાં છે.


વડોદરા પોલીસના નાક નીચે સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લાં 24 કલાકમાં બે રેડ કરી સપાટો બોલાવ્યો છે. ત્યારે સ્થાનીક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂની બંધી છે પરંતુ તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ પણ હકીકત છે. દારૂ વેચાય છે પરંતુ, આ પ્રકારે ખુલ્લેઆમ દારૂ વેચાય અને તેમાં સ્થાનિક પોલીસની રહેમ નજર છતી થઇ છે. 

વડોદરાનાં તાલુકા પોલીસ સ્ટેશન બાદ આજે કરજણ પોલીસ સ્ટેશનના વલણ ગામમાં રેડ કરી મોટી માત્રામાં દારુ સાથે બે શખસોને ઝડપી પાડયા છે, જેમાં ગણેશભાઈ મનોજભાઈ ઠાકોર (રહે. નવી નગરી, પાલેજ ગામ તા. જી. ભરૂચ) અને દારૂના જથ્થાની હેરફેર કરનાર મહેબુબભાઈ ગુલામભાઈ મલેક રેસી નવી નગરી પાલેજ ગામ તા.જિ. ભરૂચ)ની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં અન્ય દારુ સપ્લાય કરનાર દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી મનોજભાઈ સોમાભાઈ ઠાકોર (રહે.નવીનગરી પાલેજ ગામ તા.જિ.ભરૂચ) અને દારુ આપનાર ધમાભાઈ ઠાકોર (રેસી. હાથીબાગ નવાબજાર કરજણ ગામ તા કરજણ જિ.વડોદરા)ને જોગેન્દ્ર (રહે. મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે, સાથે તેઓ પાસેથી બોટલ નંગ 771ની કુલ કિંમત રૂપિયા 95,500, મોબાઈલ-2 નંગની કુલ કિંમત રૂપિયા 10,000 વાહનોની કિંમત રૂપિયા 1,50,000 તેમજ રોકડ રૂપિયા 15,120 મળી કુલ મુદ્દામાલ 2,70,620 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઈસમો સામે કરજણ પોલીસ મથકમાં પ્રોહી એક્ટ હેઠળ 65(A)(E), 81, 116(2), 98(2) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Share :

Leave a Comments