આજે શ્રાવણના ત્રીજા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટ ડેકોરેશન અને સુવર્ણ વાઘાનો મનોરથ

શ્રાવણ માસના દર શનિવાર અને મંગળવારે શ્રી રામ ધૂનનું આયોજન કરાયું

MailVadodara.com - Today-on-the-third-Saturday-of-Shravan-Shri-Hathila-Hanumanji-Mandir-is-decorated-with-chocolates-and-Golden-Waghan-Manoratha

- સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાન મંદિરે 1501 ચોકલેટના ભવ્ય ડેકોરેશન કરાયું


પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે 1501 ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.


મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે, 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના ૧૧માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે, પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને ચોકલેટના ભવ્ય ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો છે.

આ ઉપરાંત દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે. દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વે હરિભક્તોને મંદિરમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ છે.

Share :

Leave a Comments