લોકસભાની ઉમેદવારી માટે ટિકિટ વાચ્છુંકો કોંગ્રેસમાંથી આવેલા નેતાના પગથિયાં ઘસે છે..!!!

કોંગ્રેસે તરછોડેલા નેતાનો ભાજપમાં વટ..!!

MailVadodara.com - Ticket-seekers-for-Lok-Sabha-candidature-tread-the-steps-of-leaders-from-Congress

- આ નેતાના ઘરે  હાઈકમાન્ડથી માંડી હિન્દુવાદી સંગઠનના નેતાઓની અવર-જ્વર થી ટિકિટ વાચ્છુંકોની લાળ ટપકી...!!!

- એક ધારાસભ્ય કોઈના ઘરે  દશ મિનિટ બેસતા નથી,પરંતુ આ નેતાને ત્યાં દોઢ કલાક બેઠા અને બે વાર ચા પીધી..!!!

લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે વડોદરામાં ટિકિટ વાચ્છુંકો ઉમેદવારોની દોડધામ વધી ગઈ છે. નવાઈ વચ્ચે કેટલાક ટિકિટ વાચ્છુંકો તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાના પગથિયાં ધસી રહ્યા છે.


       લોકસભાની ચૂંટણીને હવે ઝાઝો સમય રહ્યો નથી. આધારભુત માહિતી મુજબ આગામી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભાજપ ૧૬૦ બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. જો કે આ બેઠકો એવી છે જ્યાં ભાજપ પાતળી સરસાઈ થી જીતી છે અથવા હારી ગઈ છે.વડોદરા બેઠક ભાજપ માટે ગુજરાતની સૌથી સલામત બેઠક છે. એવામાં વડોદરા બેઠક પર ટિકિટ લાવવી જ મહત્વનું છે. જેને ટિકિટ મળે એ ઉમેદવાર નો વિજય ટિકિટ મળતાની સાથે જ થઈ જાય છે અને એટલે જ વડોદરામાં ટિકિટ મેળવવા પડાપડી થાય એ સ્વાભાવિક છે. સામાન્ય સંજોગોમાં ચૂંટણી પૂર્વે લોબિંગ પણ થતું હોય છે. જો કે વડોદરા બેઠક પર ટિકિટ વાચ્છુંકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એક નેતા પાસે લોબિંગ કરાવવા દોડ ધામ કરી રહ્યા છે. આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ આ નેતા કોંગ્રેસમાંથી આવ્યા હોવા છતાં ભાજપમાં તેમનું નામ પ્રતિષ્ઠિત નેતામાં ગણાય છે. આ નેતાને ત્યાં ભાજપના હાઇકમાન્ડ થી માંડી હિન્દુવાદી સંગઠનના પદાધિકારીઓ પણ અવાર-નવાર મુલાકાતે આવે છે. હાઈ કમાન્ડ અને પદાધિકારીઓની નેતા ને ત્યાં વારંવાર મુલાકાત થી  ભાજપના  ટિકિટ વાચ્છુંકો તેમના પગથિયાં ધસવા દોડી રહ્યા છે.  એક ધારાસભ્યએ તેમના ઘરે  દોઢ કલાક અડ્ડો જમાવ્યો હતો. આ ધારાસભ્ય કોઈના ઘરે  દશ મિનિટથી વધારે  બેસતા નથી. જો કે આ નેતા ને ત્યાં તેમણે બે વાર કોફી પીધી અને દોઢ કલાક વાતચીત કરી હતી. કોંગ્રેસમાંથી આવેલા આ નેતા ને મળવાના બહાને સબંધો ગાઢ કરવા ભાજપના સિનિયર નેતાઓ પણ તેમના ઘરે  પહોંચી જાય છે.  સંગઠનના એક હોદેદાર જે પોતાને લોકસભાના પ્રબળ દાવેદાર ગણાવે છે એ પણ આ નેતા ને સાચવે છે. આવા  ઘણા ટિકિટ વાચ્છુંકો નેતા ના ઘરના પગથિયાં ઘસવા તેમના ઘરે  પહોંચી જાય છે.  આમ  કોંગ્રેસે તરછોડેલા નેતા નો ભાજપમાં વટ પડી રહ્યો છે...

Share :

Leave a Comments