વડોદરામાં બાવાની વેશભૂષા ધારણ કરી બિલ્ડરના દાગીના અને રોકડ રૂપિયા પડાવનાર ઠગ ઝડપાયો

ઠગ ગોવિંદનાથ સવજીનાથ નવનાથને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો

MailVadodara.com - Thug-caught-in-Vadodara-disguised-as-Bawa-and-looted-builder-jewelery-and-cash

વડોદરાના દિવાળીપુરા રોડ શ્યામલ હાર્મનીમાં રહેતા કૃપલ દેસાઈ જાંબુવા સુંદરપુરા ખાતે સુંદરવન ડુપ્લેક્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ચોથી તારીખે હું મારાે ભાઈ પાર્થિવ તથા શિવમ મુનશીની સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જતા હતા. ત્યારે બપોરે દોઢ વાગે જ્યુપીટર ચાર રસ્તાથી સુશેન તરફ જતા રોડ પર એક અજાણ્યો વ્યક્તિ બાવાની વેશભૂષા ધારણ કરી ઉભો હતો. તેણે શરીર પર રાખ લગાડેલી અને કમરથી નીચેના ભાગે કોફી જેવા કલરના ટપકાવાળો કપડું પહેર્યું હતું.


હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય તે પુણ્યનું કામ કરે તે આશયથી મેં તેમની પાસે જઈ મારી કાર ઉભી રાખી હતી અને પર્સમાંથી 200 રૂપિયા કાઢી બાવાને આપ્યા હતા. તેણે મને કહ્યું કે મેરે પાસ બહુત બડી સિદ્ધિ હે બચ્ચા. જીતના જ્યાદા દાન કરેગા ઉતના જ્યાદા તેરા ફાયદા હોગા ઓર જીતના મુજે દાન દેગા ઉસસે દસ ગુના જ્યાદા તુજે મિલેગા તેમ કહી અમને ત્રણેયને વિશ્વાસમાં લઈને અમારા માથા પર હાથ ફેરવી અમારી પાસેથી અલગ-અલગ રીતે માગણી કરી રોકડા 1535, મોબાઈલ ફોન તથા શિવમ મુનશીએ પહેરેલી ત્રણ ચાંદીની વિંટીઓ મળી કુલ 23,535ની મત્તા લઈને તે બાવો જતો રહ્યો હતો. પોલીસે ઠગ ગોવિંદનાથ સવજીનાથ નવનાથ (રહે. અટલાદરા. મૂળ રહે. કઠલાલ)ને ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share :

Leave a Comments