ગોલ્ડન ચોકડી પાસે કોર્પોરેશનની ટીમ પર હુમલો કરવાના બનાવમાં ત્રણ પશુપાલકોની ધરપકડ

ગત 7મીએ ઢોર પકડવા ગયેલી ટીમ હુમલો કરતાં ચાર જણાને ઇજા થઇ હતી

MailVadodara.com - Three-herdsmen-arrested-for-attacking-corporation-team-near-Golden-Chowkdi

વડોદરામાં રખડતા ઢોરો પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં ગોલ્ડન ચોકડી નજીક હુમલો કરવાના બનેલા બનાવમાં હરણી પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે.

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાના પ્રદીપભાઇ જાદવ અને અન્ય કર્મચારીઓ ગઇ તા.૭મીએ ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એક વાછરડી અને એક ગાય પકડતાં કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. જેથી પ્રદીપભાઇ સહિત ચાર જણાને ઇજા થઇ હતી.


આ બનાવમાં હરણી પોલીસે એક હુમલાખોરની બાઇક પણ કબજે લીધી હતી. જ્યારે, ધર્મેશ ઉર્ફે ધમો દેહુરભાઇ ભરવાડ, દેવરભાઇ ઉર્ફે દેહુરભાઇ ભરવાડ અને અજય ધુધાભાઇ ભરવાડ (તમામ રહે. ભરવાડ વાસ, ગોલ્ડન ચોકડી ટોલનાકાની બાજુમાં, દરજીપુરા ગામ)ની ધરપકડ કરીછે.

Share :

Leave a Comments