વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો તા.3 જાન્યુઆરીથી ત્રિ-દિવસીય રમતોત્સવ શરૂ થશે

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રણ દિવસ સુધી આ રમતોત્સવ યોજાશે

MailVadodara.com - The-three-day-sports-festival-of-Vadodara-Nagar-Primary-Education-Committee-will-start-from-January-3

- રમતોત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને સયાજી ટ્રોફી એનાયત થશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શાળા રમતોત્સવ તારીખ 3ના રોજ માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થશે. ત્રણ દિવસ સુધી રમતોત્સવ ચાલશે. તારીખ ત્રણના રોજ સવારે નવ વાગ્યે આ રમતોત્સવનો શુભારંભ સમારોહ યોજાશે. તારીખ 3ના રોજ ગર્લ્સની અને તારીખ 4 ના રોજ બોયઝની રમત થશે, ત્યાર બાદ તારીખ 5 ના રોજ બોયઝ અને ગર્લ્સ બંનેની વિજેતા ટીમોની રમતો યોજાશે. શિક્ષણ સમિતિની શાળાઓના આશરે 3000 બાળકો આ રમતોત્સવમાં ભાગ લેશે. વ્યક્તિગત રમતમાં દોડ, બેડમિન્ટન, ગોળા ફેંક, ચક્ર ફેક, લાંબી કુદ, ઉંચી કુદ વગેરે જેવી રમત રમાશે.  સાંધીક રમતમાં કબડ્ડી, લંગડી, વોલીબોલ, રસ્સાખેચ જેવી રમત રમાશે.

આ ઉપરાંત શિક્ષક ભાઈ બહેનો માટે પણ રમતો યોજવામાં આવશે. બોયઝ કેટેગરીમાં બેસ્ટ દેખાવ કરનારને વીર બાળ પુરસ્કાર અને ગર્લ્સને વીરબાળા પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને સયાજી ટ્રોફી એનાયત કરવામાં આવશે. શિક્ષણ સમિતિમાં તાજેતરમાં સીઆરસી કક્ષાના રમતોત્સવમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લેશે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં માર્ચ પાસ્ટ, મશાલ દોડ પણ યોજવામાં આવશે.

Share :

Leave a Comments