- સર સયાજીરાવ ગાયકવાડે પાણીના નિકાલ માટે બનાવેલી અદભુત વ્યવસ્થા પ્રસિદ્ધિ ભૂખ્યા શાસકોએ નાશ કરી નાંખી..
- સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલા જુના શહેર વિસ્તારમાં આજે પણ પાણી ભરાતું નથી અને આધુનિક શાસકોએ વિકાસના નામે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓ ડુબાડી દીધી..!
- પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી સીસ્ટમ પૂર્ન જીવિત કરવા પત્ર લખ્યો હતો, જો કે આ પત્ર કચરાના ડબ્બામાં નાંખી દેવાયો..!
વડોદરા શહેરમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડે એટલે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો કે આ કુદરતી આફત નથી. દર ચોમાસામાં શહેરીજનોના માથે આવતી આફત શાસકોના પાપનું પરિણામ છે.
ચોમાસુ આવે એટલે શહેરીજનોને એક જ ચિંતા થાય છે કે વરસાદ વધારે પડશે તો ઘરમાં પાણી આવશે. જો કે અહીં વધારે એટલે ચાર થી પાંચ ઇંચ વરસાદ પણ વધારે માં ગણવો પડે છે. કારણ કે ચાર ઇંચ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ધૂસી જાય છે. વડોદરા શહેરના આદ્યસ્થાપક સર સયાજીરાવ ગાયકવાડે શહેરની સ્થાપના કરી ત્યારે પુર ના આવે એની ખાસ કાળજી રાખી હતી. તેમણે વરસાદી પાણી ના નિકાલ માટે સિંધુ સાગર તળાવથી મહાદેવ તળાવ સુધી છ તળાવોને એક બીજા સાથે જોડ્યા હતા. એ જમાનામાં એમણે એવુ આયોજન કર્યું હતું કે એક તળાવ ભરાય તો એનું પાણી બીજા તળાવમાં જતું રહે અને છેવટે જામ્બુવા સ્થિત વિશ્વામિત્રી નદીમાં પાણી જતું રહે.પાણી છોડવા દરવાજા પણ બનાવવા માં આવ્યા હતા.
આ આખી સિસ્ટમ આજના આધુનિક કહેવાતા અને કાગળ પર સ્માર્ટ શાસકોએ નાશ કરી દીધી. પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સર સયાજીરાવ ગાયકવાડની બનાવેલી સીસ્ટમ પૂર્ન શરૂ કરવા પત્ર પણ લખ્યો હતો. જો કે અહંકારના આભલે ચઢી બેસેલા તત્કાલીન શાશકોએ વિજય પવાર નો પત્ર કચરાના ડબ્બામાં નાખી દીધો. ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો શહેરમાં ઉત્તર પૂર્વ દિશા માંથી પાણી આવે છે. ખોડિયાર નગર પાસે આવેલી કાસ ઉપર દબાણો થઈ ગયા. વગર મોટરે તળાવના માત્ર દરવાજા ખોલવાથી પાણી નો નિકાલ થતો હતો એ દરવાજા પુરી દીધા. વિજ્ઞાનના નિયમ મુજબ પાણી ઉત્તર થી દક્ષિણ દિશામાં જાય. જો કે આજના આધુનિક શાસકોએ વિજ્ઞાનને પણ હરાવી દીધું છે. વારસીયામાં શાસકોએ કાસ નો ઢાળ એવો બનાવ્યો છે કે પાણી દક્ષિણ થી ઉત્તર તરફ વહે છે. આવા ને આવા બુદ્ધિ ના પ્રદર્શન કરતા શાસકોના પાપે વડોદરા શહેરને ચોમાસામાં માનવસર્જિત પુરનો ભોગ બનવું પડે છે.
સર સયાજીરાવ ગાયકવાડે જયારે વડોદરાની સ્થાપના કરી ત્યારે એ સમયનું વડોદરા જે આજે ચાર દરવાજા અને આજુ બાજુનો વિસ્તાર કહેવાય છે. અહીં સયાજીરાવ ગાયકવાડે એવી વ્યવસ્થા કરી છે કે ગમે એટલો વરસાદ પડે પાણી ભરાતા નથી. જો કદાચ પાણી ભરાય તો ગણતરીની મિનિટોમાં ઉતરી જાય છે. ગઈકાલે આઠ ઇંચ વરસાદ બાદ પણ ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા બાદ તુરંત ઉતરી ગયા. જયારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં આજે પણ લોકોના ઘરોમાં પાણી છે. નમાલા અને આવડત વગરના શાસકોના છેલ્લા ત્રીસ વર્ષથી એક હથ્થું શાશનના પાપે શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. શહેરને અધોગતી તરફ લઈ જઈ રહેલા શાશકો બેફામ બની પોતાના ઠાઠ માઠ માંથી ઉંચા આવતા નથી. સસ્તી પ્રસિદ્ધ માટે દિવસ રાત કાગળ પર ઘોડા દોડાવતા શાશકો જ માનવસર્જિત પુર માટે જવાબદાર છે...!