મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું એ કલેકટર કચેરીમાં લાખોના ખર્ચે ઉગાડેલા છોડ સુકાઈ ગયા....

નિષ્કાળજીની પરાકાષ્ઠા....

MailVadodara.com - The-plants-grown-at-the-cost-of-lakhs-dried-up-in-the-Collectors-office-when-the-Chief-Minister-inaugurated-it

- મુલાકાતીઓને દેખાય એ અધિકારીઓને કેમ નથી દેખાતું..?


કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કલેકટર કચેરી ને શુશોભીત કરવા માટે લાખો રૂપિયા ખર્ચાયા. જો કે સરકારી કચેરીઓમાં રાબેતા મુજબની બેદરકારી અહીં પણ જોવા મળી રહી છે. કચેરીના પ્રાંગણમાં મુકવામાં આવેલા છોડના કુંડામાં પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. છેવટે કુમળા છોડ સુકાઈ ગયા. નવાઈની  વાત એ છે કે આ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓને આની પરવાહ હોય એમ જણાતું નથી. અહીં આવતા લોકો ને આ ઘોર બેદરકારી નજરે પડે છે તો શું અધિકારીઓને આ ઘોર બેદરકારી નજરે નહીં પડતી હોય ? જવાબદાર અધિકારી સામે કાર્યવાહી ના થવી જોઈએ ? આ તમામ છોડ સુકાઈ ગયા અને જે નુકસાન થયું એનો ખર્ચ જે તે જવાબદાર અધિકારી પાસેથી વસુલ ના કેરવો જોઈએ ? આવી ઘોર બેદરકારી આરંભે સુરા અધિકારીઓની આવડતની પોલ ખોલે છે...



Share :

Leave a Comments