સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય રોડ પર આજે ભુવો પડ્યો, આડશ મૂકી કોર્ડન કરાયો

દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવાએ પાલિકા તંત્રની ઓલ ઉઘાડી પાડી

MailVadodara.com - The-main-road-leading-to-GIDC-from-Susen-Char-Road-was-blocked-today-and-cordoned-off


ભુવા નગરી વડોદરામાં રેકોર્ડ બ્રેક ભુવાઓ નિર્માણ પામી રહ્યા છે, તેવામાં આજે શનિવારે વધુ એક ભુવો સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના માર્ગે પડ્યો હતો. હાલ ભુવાને આડશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જો કે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકા તંત્રની ઓલ ઉઘાડી પાડી દીધી છે.


કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદમાં ભુવાની ભરમાર જોવા મળી રહી છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભુવાએ સદી ફટકારી દીધી છે. તેવામાં શહેરમાં આજે વધુ એક ભુવો નિર્માણ પામ્યો છે. હાલ તેનું કદ નાનું છે. પરંતુ છેલ્લા બે દિવસથી વડોદરામાં વરસાદીમાં હોય જામ્યો છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં આજે શનિવારે શહેરના સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચ્ચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો.


મુખ્ય રોડ પર આ ભુવો નિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે.


Share :

Leave a Comments