- આ ટ્રેક મશીન નવા ટ્રેક તૈયાર કરવા અથવા જૂના ટ્રેક રિપેર કરવાનું કામ કરે છે, જે સાત મહિલા મેમ્બર ચલાવાશે, કહ્યુંઃ અમે અમારી જવાબદારી સારી રીતે નિભાવીશું
આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે રેલવે દ્વારા મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવી છે. ભારતીય રેલવેમાં પહેલી ફક્ત મહિલા સંચાલિત ટ્રેક મશીનનો આજથી પ્રારંભ થયો છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાએ મુંબઈથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી હતી.
આ મહિલા સંચાલિત ટ્રેક મશીન રેલવેના ટેકનિકલ ફિલ્ડમાં હવે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધતું જોવા મળી રહ્યું છે. પુરુષોનું આધિપત્ય ધરાવતા સેક્ટરમાં હવે મહિલાઓનું પણ પદાર્પણ જોવા મળી રહ્યું છે. આ ટ્રેક મશીન નવા ટ્રેક તૈયાર કરવા અથવા જૂના ટ્રેક રિપેર કરવાની કામગીરી કરે છે. જેમાં 7 મહિલા મેમ્બર દ્વારા આ ચલાવવામાં આવશે. આ એક ભારતીય રેલવે વિભાગ માટે પ્રથમ ભેંટ છે, જે ખૂબ જ સારી પ્રગતિ કરશે.
આ અંગે વડોદરા રેલવે ડિવિઝનના DRM જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મહિલા દિવસને લઇ આજે અમે મહિલા સશક્તિકરણ સાથે ભારતીય રેલવેમાં મહિલાઓ ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. આ ભારતીય રેલવે વિભાગની પહેલી ટ્રેક મશીન છે, જે મહિલા સંચાલિત છે. આ મશીન સંપૂર્ણપણે 7 મહિલા દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. મહિલાઓને પડતી મુશ્કેલીઓને લઇ વોટરલેસ યુરિનલ ટોયલેટ બનવવામાં આવ્યું છે. જેનું હેડ ક્વાર્ટર વડોદરામાં રાખવામાં રાખવામાં આવ્યું છે.
વધુમાં કહ્યું કે, મહિલાઓ સારી રીતે કામગીરી કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રથમ ભારતીય રેલવેમાં મહિલા સંચાલિત ટ્રેક મશીન છે કે જે વડોદરા વિભાગને આપવામાં આવી છે. રેલવેમાં સેફટી માટે ટ્રેક એ સૌથી વધુ અગત્યનો હોય છે, જેના પર ગાડી ચાલતી હોય છે. આ ટ્રેક પર સંપૂર્ણ કામગીરી કરશે. અમને પૂરો ભરોસો છે કે મહિલાઓ સારી રીતે કામગીરી કરી શકશે.
આ અંગે વડોદરા ડિવિઝનના મશીન આસિસ્ટન્ટ પૂનમબેન ઠાકરેએ જણાવ્યું હતું કે, આ એક એવું મશીન છે કે જેમાં સંપૂર્ણ ઓપરેટ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મુશ્કેલ તો ન કહી શકાય પરંતુ, ક્યારેક પ્રોબ્લેમ આવતા હોય છે. આ ખૂબ જ સારી કામગીરી છે. અમે અમારી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવીશું અને સારી કામગીરી કરી આપીશું.
આ અંગે વડોદરા ડિવિઝનના જુનિયર એન્જિનિયર નિક્કી કુમારીએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. ટ્રેક પર ટ્રેનની સ્પીડ 160 પ્રતિ કલાક કિલોમીટર કરવી અમારા માટે ચેલેજીંગ છે. રેલવે અને સરકારે ખૂબ જ મોટી જવાબદારી આપી છે. ટ્રેક મશીન પર વોટરલેસ યુરિનલ ટોયલેટ પણ તૈયાર કર્યું, જે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હતું. ટ્રેકની સંપૂર્ણ જવાબદારી હવે અમારા માથે છે એવું જણાવ્યું હતું.