વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંગળવારે જૂની કલેકટર કચેરી ખાતે મળશે. સામાન્ય સભામાં મહેકમ ની ઘટ નો મુદે રજુવાત થશે.
વડોદરા જિલ્લા પંચાયત ની સામાન્ય સભા મંગળવારે મળશે. જિલ્લા પંચાયત ભવનમાં રીનોવેશન ચાલતું હોવાથી સામાન્ય સભા કોઠી સ્થિત જૂની કલેકટર કચેરી ખાતે મળશે. સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૧-૨૨ ના વાર્ષિક હિસાબો મંજુર કરવામાં આવશે. જયારે કેટલાક સભ્યો દ્વારા પંચાયતની માલિકીની જમીન પર PPP ધોરણે વિકસિત કરવાની રજુઆત થશે. જિલ્લા પંચાયત ભવન ખાતે ફાયર સેફટી ઉભી કરવાના રૂપિયા દોઢ કરોડ ના કામને સ્ટેમ્પ ડ્યુટી થી આવતી આવકમાંથી મંજુર કરવા ચર્ચા થશે. જયારે જિલ્લા પંચાયત હસ્તકના પાણીગેટ સ્થિત જૂનીઘડી ખાતે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ ને તોડી પાડવાના કામ ને બહાલી આપવામાં આવશે.
વિરોધ પક્ષ તરફથી મહેકમની ઘટ નો મુદ્દો ઉઠાવવામાં આવશે. આ સિવાય શિક્ષણ ને લગતા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવશે
આમ જિલ્લા પંચાયતની સભામાં મહત્વના મુદે ઉગ્ર રજુઆત થઈ શકે છે