- જુગાર રમતા પતિને ઘર ચલાવવા માટે સમજાવતા તે ઝઘડો કરી પત્ની સાથે અભદ્ર વર્તન કરતો હતો, આખરે મહિલાએ કંટાળી અભયમની મદદ માગી હતી
વડોદરા તાલુકાના એક ગામમાંથી અભયમ 181 હેલ્પલાઇન પર કોલ મળ્યો હતો. જેમાં પીડિત પરિણીત મહિલા પોતાના પતિથી કંટાળી મદદ માંગી હતી. જેમાં પતિ નોકરી કરી બધા પૈસા જુગારમાં લગાવતો અને ઘરમાં એકપણ રૂપિયો ન આપતા પત્ની સમજાવતા ઝગડો કરી અભદ્ર વર્તન કરતો હતો. આખરે મહિલાએ અભયમની મદદ લીધી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરાના બિલ ગામ વિસ્તારમાં જુગાર રમવા જીદે ચડેલો પતિને સમજાવવા પત્નીએ 181ની મદદ માગી હતી, ત્યારબાદ તાત્કાલિક 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલાને મળ્યા હતા અને અસરકારક કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીડિત મહિલા જણાવ્યું હતું કે, પોતાનું સાંસારિક લગ્ન જીવન છેલ્લા 25 વર્ષથી જીવી રહી છું. આ દરમિયાન બે દીકરા છે. જેમાં એક 17 વર્ષ અને બીજો 9 વર્ષનો છે. પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને જુગાર રમવાની લતે ચડી બધા પૈસા જુગારમાં પૂરા કરે છે. ઘરમાં એક પણ રૂપિયો આપતો નથી. ઘર ચલાવવા મહિલા પતિને સમજાવે છે, પરંતુ પતિ સમજવાની જગ્યાએ ઘરમાં ઝઘડો કરી પત્ની સાથે અભદ્ર વર્તન કરી અપશબ્દો બોલે છે. જેથી અભયમની મદદ માંગી છે.
અભયમની ટીમ જુગારની લતે ચડેલા પતિનું અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં પતિને સમજાવવામાં આવ્યો કે જુગાર રમવું એ એક ગુનો છે અને આ જુગારમાં તમારી જિંદગી વેડફાઈ જશે. તમારા પરિવારમાં પત્ની સાથે તમારા બે દીકરાનું ભવિષ્ય પણ બગડશે. જેથી આ લત છોડી દેવામાં તમારી ભલાઈ છે અને જુગાર રમવા સિવાય ઘણા બધા કામ ધંધા છે, જેમાં ધ્યાન આપો અને કમાઈ શકો છો અને તમારુ ઘર ચલાવી શકો છો.
આ રીતે સમજાવી કાયદાકીય સમાજ આપતા તેઓની ભૂલ સ્વીકારી હતી અને તેઓ સુધરવા માટે એક ચાન્સ આપવા માંગતા હતા. સાથે પીડિત મહિલા પણ તેના પતિને સુધારવા માટે એક ચાન્સ આપવા માંગતી હતી. આખરે બંને પક્ષ સમાધાન કરવા માંગતા હતા. જેથી આ રીતે વિસ્તૃત સમજ આપી સમાધાન કરાવ્યું હતું.