નવી ધરતીમાં મહિલા કાઉન્સિલરના પિતા ગુંડાગીરી પર ઉતર્યા...!

લુખ્ખાગીરીની પણ હદ હોય..!!

MailVadodara.com - The-father-of-the-female-councilor-in-Nawi-Dharti-came-down-on-bullying

- ગુંડાની જેમ બાઈક પર લાકડી લઈને આવેલા કહેવાતા સેવક ની દાદાગીરીથી નાગરિકોમાં રોષ..!

- શિસ્તના ઢોલ વગાડતા સંગઠનના નેતાઓ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ?

- જાહેરમાં લાકડી લઈ ફરતા આ મહાશય વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે..??


વડોદરા શહેરના નવીધરતી ગોલવાડ વિસ્તારમાં મહિલા કાઉન્સિલરના પિતાનો લુખ્ખાગીરી કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કાઉન્સિલરના પિતા બાઈક પર લાકડી સાથે આવી કોઈ વ્યક્તિને શોધી રહેલા નજરે પડે છે.


 વોર્ડ નંબર સાત ના મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતાનો લુખ્ખાગીરી કરતો વીડિયો વાયરલ થયો હતો. લોકસભાની ચૂંટણી પૂર્વે નવી ધરતી ગોલવાડમાં ભાજપના મહિલા કાઉન્સિલરના પિતાનું વરવું સ્વરૂપ જોવા મળ્યું હતું. આ વીડિયોમાં દેખાતા આ મહાશય એક ગેંગસ્ટરની જેમ ધવલ નામના વ્યક્તિ ને શોઘી રહ્યા છે. એમની પાસે બાઈક પર અટકાવેલી લાકડી નજરે પડે છે. વીડિયોમાં થતી વાતચીત મુજબ બાંકડા હટાવી લેવાની ફરિયાદ સંદર્ભે આ મહાશયને ગુસ્સો આવ્યો અને એ બદલો લેવા આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે.  સ્થાનિક રહીશો સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરતા આ મહાશય બદલો લેવાનું સ્પષ્ટ જાહેર કરી રહ્યા છે.


     જો આ કથિત વીડિયો મહિલા કાઉન્સિલરના પિતાનો હોય તો આજના કહેવાતા સેવાના રાજકારણ સામે ઘણા સવાલો ઉઠે છે. શું પ્રજાના સેવક આવા હોય ? ચૂંટણી સમયે પક્ષની વિચારધારા સામે વર્તન કરવાની જરૂર આ મહાશયને કેમ પડી ? શહેર સંગઠન આ બાબત ની ગંભીર નોંધ લેશે ? ખુલ્લેઆમ લાકડી લઈ લુખ્ખાગીરી પર ઉતરી આવેલા આ મહાશય સામે પોલીસ હથિયારબંધી નો કેસ કરશે ? પ્રજાને પડતી તકલીફોને ધ્યાને લેવાને બદલે વર્ચસ્વનું રાજકારણ કેટલું યોગ્ય ? આવા ઘણા પ્રશ્નો "પાર્ટી વિથ ડિફરન્સ"  નો દાવો કરતા ભાજપના નેતાઓ સામે વિકરાળ મ્હોં ફાડી ઉભા છે. હવે સંગઠનના નેતાઓ કેવી કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું..

Share :

Leave a Comments