વ્યાજ આપવાની લાલચ આપીને લોકો પાસેથી 3.84 કરોડની ઠગાઇ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

તાંદલજા વિસ્તારમાં રહેતો આરોપી પોલીસ પકડથી બચવા 12 વર્ષથી નાસતો ફરતો હતો

MailVadodara.com - The-crime-branch-arrested-the-accused-who-cheated-people-of-3-84-crores-by-giving-interest

- આરોપી મોહંમદનઇમ મોહંમદહુસેન શેખ પોતાનું નામ બદલીને ન્યુ અલકાપુરી વિસ્તારમાં રહેતો હોવાનું ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે જાણવા મળ્યું હતું


વડોદરા ક્રાઇમ બ્રાંચે ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને ઝડપી પાડયો છે. ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે કરેલી તપાસ દરમિયાન આરોપી હાલમાં વડોદરાના ન્યુ અલકાપુરી સ્થિત લાશિયલ એપાર્ટમેન્ટમાં હરીશ વર્માના નામે રહેતો હોવાની માહિતી મળી હતી. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લોની ટીમ દ્વારા આ જગ્યાએ ખાનગી રાહે સતત વોચ રાખી હતી અને આરોપીને શોધી કાઢી કાઢ્યો હતો. તાંદલજા વિસ્તારમાં આવેલા શાલીમાર ડુપ્લેક્ષમાં રહેતો આરોપી મોહંમદનઇમ મોહંમદહુસેન શેખ પોલીસ પકડથી બચવા છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો રહેતો હતો.

વડોદરા શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આ શખસ સામે વર્ષ-2012માં છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હતો. જેથી વધુ તપાસ માટે આરોપીને જે.પી.રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી મોહંમદનઇમ શેખે લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે કે.એસ.પી.ઇન્વેસ્ટમેન્ટ નામની કંપનીની અમદાવાદ ખાતે સ્થાપના કરી હતી. તેની બ્રાંચ ઓફિસ વડોદરાના તાંદલજા ખાતે પણ ખોલી હતી. આરોપીઓએ કંપની રજીસ્ટર્ડ કરાવી હતી અને રિઝર્વ બેંકની મંજૂરી લીધી હતી છે, તેવી હકીકત જણાવીને લોકોમાં વિશ્વાસ ઉભો કર્યો હતો.


અગાઉથી ગુનાહિત કાવતરું રચી 10 ટકા માસિક નિયમીત વ્યાજ આપવાની લાલચ અને પ્રલોભન આપી લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો અને થોડો સમય વ્યાજ ચૂકવી ત્યારબાદ વ્યાજ આપવાનું બંધ કર્યું હતું. જેથી ફરીયાદી તેમજ સાહેદોએ નાણાંની અવારનવાર માગણી કરી હતી અને ફરીયાદી તેમજ સાહેદોને બહાનાઓ બતાવી કંપની બંધ કરી દીધી હતી. માર્ચ- 2011થી તારીખ 14મી માર્ચ 2012ના સમય દરમિયાન ફરિયાદી મહિલા અને સાહેદો પાસેથી રોકાણ પેટે કુલ 3,84,66,300 રૂપિયાની મેળવી લીધેલી રકમ પરત કરી નહોતી અને ઠગાઈ કરીને આરોપી ભાગી ગયો હતો.

આ આરોપી મોહમંદનઇમ શેખ GEBના જેટકો વિભાગમાં 30 વર્ષ જેટલો સમય નોકરી કરી હતી અને નોકરી દરમિયાન ગુનાના આરોપીઓ સાથે રહી ઠગાઇનો આચરી હતી અને તપાસ દરમિયાન આરોપીની ગુનામાં સંડોવણી જણાઈ આવતા આરોપી તેના પરિવાર સાથે તાંદલજા ખાતેનું ઘર છોડી ફરાર થઇ ગયો હતો અને પોલીસ ધરપકડથી બચવા જુદી-જુદી જગ્યાઓ પર આશ્રય લઇ નાસતો ફરતો હતો.

આરોપી મોહંમદનઇમ શેખની સામે વર્ષ-2011માં જામનગર કોર્ટમાં ચેક બાઉન્સ થવા અંગે નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે થયેલ કેસ થયો હતો વર્ષ-2022માં કેસ ચાલી જતા જેમાં આરોપી મોહંમદનઇમ શેખને તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદની સજા તેમજ 60 લાખના દંડની સજા કરી હતી. આ ગુનામાં પણ આરોપી નાસતો ફરતો હતો. જેથી કોર્ટ દ્વારા આરોપીને સજા ભોગવવા માટે શોધી કાઢવા અને પકડી પાડવા સારું વોરંટ ઇસ્યુ કરેલું છે.

Share :

Leave a Comments