- ટોઇંગ વાહનને બદલે લોખંડના ફ્લોર વાળી ક્રેન નો ઉપયોગ થાય છે
- ક્રેનમાં ઓવર લોડ વાહનો લટકાવતી પોલીસ કાયદો નેવે મુકી દે છે
ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતું ટ્રાફિક વિભાગ જ કાયદાનું ઉલ્લંઘન કરે છે. ટ્રાફિક વિભાગ દ્વારા નો પાર્કિંગ માંથી ટુ-વ્હીલર ઉઠાવતી ક્રેનના કોન્ટ્રાકટમાં નિયમોનું પાલન થતું નથી.
વડોદરા શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા અને પોલીસ બંને નિષ્ફ્ળ ગયા છે. શહેરમાં દબાણોના રાફડા ફાટી રહ્યા છે અને પાર્કિંગની જગ્યા રહેતી નથી. જો કે પોલીસ ને માત્ર ટુ-વ્હીલર જ ટ્રાફિકને અડચણરૂપ હોય એમ લાગે છે. પાર્કિંગ વ્યવસ્થા છે નહીં જેના કારણે વાહનો પાર્ક કરવામાં તકલીફ પડે એ સ્વાભાવિક છે. રોડ પર નક્કી કરેલી જગ્યા સિવાય ટુ-વ્હીલર પાર્ક થાય તો પોલીસે દંડનીય કાર્યવાહી કરવાના ભાગરૂપે ક્રેનનો કોન્ટ્રાકટ આપ્યો છે. છેલ્લા લગભગ ૧૪ થી ૧૫ વર્ષથી પોલીસ વિભાગ ક્રેનનો કોન્ટ્રાકટ ચલાવે છે. જો કે ક્રેનના કોન્ટ્રાકટ ની શરતો માત્ર કાગળ પર જ છે. અમે તમને એવા દ્રશ્યો બતાવીશું કે જેમાં ક્રેનમાં વાહનો મરજી મુજબ ઉઠાવવામાં આવે છે. આ માંડવી રોડ પર ક્રેન ચક્કર મારે છે પરંતુ પીળા પટ્ટા બહાર પાર્ક કરેલા ટુ-વ્હીલરને હાથ પણ નથી લગાવવામાં આવતો નથી. બીજી તરફ રોડ પર આડેધડ પાર્ક થયેલી કાર અને રીક્ષાની પાછળ પાર્ક કરેલી બાઈક ઢસડી લાવી ક્રેન માં ચઢાવવામાં
આવે છે. બીજી તરફ સુરસાગર પાસે નો-પાર્કિંગમાં કાર લાઈનમાં ખડકી દેવામાં આવે છે. આવી જ પરિસ્થિતિ રાજમહેલ રોડ પર છે. ખેર, આ તો વાત થઈ ક્રેન ની ભૂમિકાની. હવે જરા એ પણ જાણીયે કે ક્રેન ના ડ્રાયવર અને પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં ? ક્રેન ના ડ્રાયવર અને પોલીસ દાદા સીટબેલ્ટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ જયારે કાર ચાલકોને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ દંડ કરતી હોય તો તેમણે પણ સીટ બેલ્ટ પહેરવો જોઈએ.
ટુ-વ્હીલર ઉઠાવતી ક્રેનમાં જયારે વાહન ઉઠાવવામાં આવે આવે છે ત્યારે ક્રેનના લોખંડના ફ્લોર પર લટકાવવામાં આવે છે. જેનાથી વાહનને નુકસાન થાય છે. જો કે ખરેખર ક્રેનનો ફ્લોર રબ્બર નો હોવો જોઈએ જેનાથી ટુ-વ્હીલરની ચેસીસને નુકસાન થતું નથી. કોન્ટ્રાક્ટની શરત મુજબ ક્રેન પર કામ કરતા યુવાનોનો કોન્ટ્રાક્ટર તરફથી ગણવેશ આપવો ફરજીયાત છે. જો કે ક્રેન પર કામ કરતા યુવાનોને ગણવેશ આપવામાં આવ્યો નથી. હવે કોન્ટ્રાકટર શું કહે છે એ સાંભળો
અહીં સવાલ એ છે કે ક્રેન ના કોન્ટ્રાકટમાં શરતોનું પાલન થાય છે કે નહીં એનું સુપરવિઝન થતું નથી ? શું કોન્ટ્રાક્ટ ની શરતો માત્ર કાગળ પર બનાવવા પૂરતી બનાવવામાં આવી છે ? પ્રજા પાસે કાયદાનું પાલન કરાવતા પોલીસને કાયદાનું પાલન કરવું ફરજીયાત નથી ? આવા ઘણા સવાલો ટ્રાફિક સામે વિભાગ વિકરાળ મ્હોં ફાડી ઉભા છે.