વડોદરા શહેર-જિલ્લાના શિક્ષકોએ હસ્તાક્ષર પટલ પર સહી ઝુંબેશ ચલાવી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો

મતદાન અવસરના પોસ્ટર લગાવ્યા, ઠેર-ઠેર અવસર સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો

MailVadodara.com - Teachers-of-Vadodara-city-district-spread-the-message-of-voting-awareness-by-conducting-a-signature-campaign-on-signature-sheets

- વડોદરા શહેર જિલ્લાના શિક્ષકો દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો

વડોદરા જિલ્લામાં તમામ વિધાનસભા મત વિભાગમાં શાળાઓમાં શિક્ષકો દ્વારા હસ્તાક્ષર પટલ ઉપર સહી ઝુંબેશ ચલાવીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર જિલ્લાના શિક્ષકો દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.


ચૂંટણી પંચ મતદારોને જાગૃત કરવામાં,મતદાનની તારીખ, સમય અને મતદાન મથકે લઈ જવાના મતદાર ફોટો ઓળખપત્ર જેવા દસ્તાવેજોની જાણકારી આપવામાં કોઈ કચાશ રાખવા માંગતું નથી. વડોદરા શહેર જિલ્લાની જાગૃત અને પ્રગતિશીલ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ હવે પંચ વતી મતદાન જાગૃતિ કેળવવા કમર કસીને મેદાનમાં આવી છે. ટ્રાવેલ સંચાલકોએ પ્રવાસી બસોની પાછળ મતદાન અવસરના પોસ્ટર લગાવ્યા છે. શહેર જિલ્લામાં મતદાન અવશ્ય કરજો એવા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી પંચ વતી તટસ્થ રીતે મતદારોને જાગૃત કરવાની જવાબદારી સ્વેચ્છાએ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ ઉપાડી લીધી છે.


શહેરમાં રોડ ક્રોસિંગ નજીક ટ્રાફિકને અડચણ ન થાય એ રીતે મતદાન સંકલ્પ સહી ઝુંબેશના પટલ લગાવવામાં આવી રહ્યા છે. શહેર જિલ્લામાં વધુ અવરજવર વાળા વિસ્તારોમાં સિગ્નેચર કેમ્પેન હેઠળ મોટા નાના પટલ પર આવતા જતા મતદાર નાગરિકોને મતદાન કરવાનો સંકલ્પ લેવા અને તેના પ્રતિક રૂપે દસ્તખત કરવા સમજાવવામાં આવશે. તેની સાથે અવસર સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. મતદાન મથકથી મતદાન કરીને આવતા મતદારો સેલ્ફી પોઇન્ટ પર ઊભા રહી અવિલોપ્ય શાહીના ટપકાં વાળી આંગળી બતાવી પોતાની તસવીર લઈ શકશે. પહેલીવાર મતદાન કરવાના છે. એવા મતદારો માટે આવી તસવીર પ્રથમ મતદાનની આજીવન યાદગાર બની શકે.

Share :

Leave a Comments