નવરાત્રી પર્વને લઇ શહેર પોલીસ દ્વારા સેન્ટ્રલ બસ અને રેલ્વે સ્ટેશન સહિત મોલમાં સરપ્રાઇઝ ચેકીંગ

MailVadodara.com - Surprise-checking-in-malls-including-central-bus-and-railway-station-by-city-police-on-Navratri-festival

- બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી વડોદરા શહેર એસઓજી પોલીસની ટીમે ચેકીંગ કરવામાં આવ્યું


આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારબાદ નવરાત્રીના તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન સાથે રેલ્વે સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી વડોદરા શહેર SOGની ટીમે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

વડોદરા શહેર પોલીસ કમિશનરની સુચનાઓ આધારે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક બોમ્બથી ઉડાવી દેવાની અવારનવાર ધમકીઓ મળતી હોય છે. જે વાતને ગંભીરતાથી ધ્યાને લઇ આગામી દિવસોના નવરાત્રી તહેવાર અનુસંધાને લોકોની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય એવી જગ્યાઓ મોલ, શોપીંગ સેન્ટરો, બાગ-બગીચાઓ, હોસ્પિટલો, સિનેમાઘરોમાં લોકોની સુરક્ષા અને સલામતીના હેતુથી સિકયુરીટી તેમજ સરપ્રાઇઝ ચેકીંગ કરવાની સૂચનાઓના આધારે ચેકીંગની કામગીરી કરવામાં આવી છે.


આ સૂચનાઓ આધારે વડોદરા શહેર SOGના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે SOGના પોલીસ અધિકારી/ કર્મચારી, બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સેન્ટ્રલ બંસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો મોલ, શોપીંગ સેન્ટર, સિનેમા અને આજુબાજુમા પાર્ક કરેલ વાહનોની સાથો સાથ જુદા-જુદા શહેરો તથા ગામોમાંથી મોટા પ્રમાણમા આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણ બનાવ બનવાની શકયતા વધી જાય છે. રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટર સાયકલ, ફોર વ્હીલર પર સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કર્યુ હતું.


બસ સ્ટેશનના પ્રવેશધ્વારો ઉપર લોકોના સ્કેનિગથી લઇને આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુન્હાહિત ગતિવિધી જોવા મળી નથી. 

નવરાત્રીના દિવસોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી ઉજવાતા આ તહેવારને મનાવવા બહારના શહેરો અને ગામથી આવતા નાગરીકોની સુરક્ષાને વધુ ગંભરતાથી લઈ વડોદરા શહેર SOG દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

Share :

Leave a Comments