- દારૂ સપ્લાય કરનાર ત્રણ વોન્ટેડ જાહેર, તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ
વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયારનગર સ્મશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી એસએમસી દ્વારા 28 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આઠ ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે, આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યાં છે.
વડોદરાનાં તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લક્ષ્મીપુરા ગામ પાસેના ખોડીયાર નગર સ્મશાન પાસેથી બાતમીના આધારે રેડ કરી દારુનું વેચન કરનાર હિતેશભાઈ ઠાકોરભાઈ માળી (રેસી. લક્ષ્મીપુરા ગામ ખોડિયારનગર તા.વડોદરા) દારૂના જથ્થાને સાચવનાર હિતેશભાઈ ઠાકોરભાઈ માળી (રેસી. લક્ષ્મીપુરા ગામ ખોડિયારનગર તા.વડોદરા) અને વિક્રમભાઈ રસીકભાઈ વાઘેલા (રહે. સાલિયાવાડી પ્રેમચંદપુરા બાલાસિનોર જિ. મહિસાગર)ને ઝડપી પાડ્યા હતા. તેમજ સ્થળ પરથી 5 ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ઉમેશકુમાર શુરેશભાઈ પટેલ (રહે. પાદરા ગામ, જુનો ડેપો પાસે, ઓઢવ ભુલાની ખડકી તા.પાદરા જી.વડોદરા), અજયભાઈ ભીખાભાઈ સોલંકી (રહે.પાદરા ગામ, શામળકુવા ચાંચરી માતા મંદિર પાસે, તા.પાદરા, જિ.વડોદરા), અજયભાઈ પુનમભાઇ માળી (રહે. લક્ષ્મીપુરા ગામ ખોડિયારનગર તા.જિ.વડોદરા), વિજયભાઈ રમેશભાઈ માળી રેસી.લક્ષ્મીપુરા ખોડિયાનગર તા.જિ.વડોદરા), ગોપાલભાઈ શનાભાઈ દેવી (પૂજા ખેડા)ને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીના અન્ય દારુ સપ્લાય કરનાર દારૂનો જથ્થો આપનાર રાજુભાઈ વાઘેલા (રેસી.પાદરા લુણા ચોકડી પસે મહેલી તલાવડી તા.પાદરા જિ.વડોદરા) અને દર્શન માલી તેમજ દારૂ મંગાવી આપવનાર રણજીત છત્રસિંહ ગોહિલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા સાથે તેઓ પાસેથી દારૂની 288 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 28,800, 8 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 35,500, 6 ટુ-વ્હિલર કિંમત રૂપિયા 1,80,000, રોકડ રકમ રૂપિયા 29,450 મળી કુલ 2,73,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઈસમો સામે તલિલુકા પોલીસ મથકમાં પ્રોહી એક્ટ હેઠળ 65(A)(E), 81, 116(2),98(2) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.