- વાહન ચાલકોએ કહ્યું, રાત્રિના સમયે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, વહેલી તકે લાગતા વળગતા વિભાગ દ્વારા સોલાર લાઈટો અને રેડિયમ લાઈટો ચાલુ કરવા અમારી માંગણી છે
ડભોઇ ટીંબી ફાટક પાસે ત્રણ રસ્તા પડે છે. જેને લઇને રાતના સમયે વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે લાલ લીલી લાઈટ રેડિયમ લગાવાઇ હતી. આ લાઈટો સોલારથી ચાલતી હતી. આ સોલાર કેટલીક જગ્યાએ ગાયબ થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ લાઇટો ગાયબ થઈ ગઈ છે. જેને લઈને વાહન ચાલકોને રાત્રિના સમયે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
સરકાર દ્વારા સોલાર યોજના અંતર્ગત ડભોઇના રોડ ઉપર વાહનચાલકો માટે સોલાર લાઈટ અને રેડિયમ નાખવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ડભોઇ ટીંબી ફાટક ત્રણ રસ્તા પાસે રાતના સમયે લાલ-લીલી રેડિયમ વાળી લાઇટો લગાવાઇ હતી આ લાઈટો સોલારથી ચાલતી હતી. આ સોલાર કેટલીક જગ્યાએ ગાયબ થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ લાઈટો ગાયબ થઈ ગઈ છે. જેને લઈને રાત્રિના સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે લાગતા વળગતા વિભાગ દ્વારા સોલાર લાઈટો અને રેડિયમ લાઈટો ચાલુ કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે. તંત્રની બેદરકારીના કારણે વારંવાર અકસ્માત થવાના બનાવો પણ બની રહ્યા છે. આથી વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે લાઈટો લગાવાય તો રાત્રિ દરમિયાન લાલ લીલી લાઈટ દેખાય તો અકસ્માત રોકી શકાય.સ્ટેટ હાઇવેના અધિકારીઓ જલદી સક્રિય બને તે જરૂરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી લાઇટો બંધ હોવાથી 3 રસ્તા દેખાતા નથી. ડભોઈ ટીંબી ફાટકથી પસાર થઈએ છીએ ત્યારે ત્રણ રસ્તા આવે છે. અહીં દૂરથી લાલ લીલી લાઈટો દેખાતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી લાઈટો બંધ હોવાથી ત્રણ રસ્તા દેખાતા નથી જેને લઈને અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે. વહેલી તકે સ્ટેટ હાઇવેના અધિકારીઓ બેઉ તરફની આ લાઈટો ચાલુ કરે એવી અમારી માગણી છે. આ લાઈટો સોલારથી ચાલતી હતી. આ સોલાર પેનલ પણ ગાયબ છે. કેટલીક જગ્યાએથી લાઈટો પણ ગાયબ છે. જેના કારણે લાલ લીલી લાઈટો બંધ થઈ ગઈ છે. જે વહેલી તકે ચાલુ થાય એવી વાહનચાલકોની માંગ છે.