- પોલીસે આરોપીને ઝડપી પાડી જેલને હવાલે કર્યો
વડોદરામાં સાત લાખના ડ્રગ્સ કેસમાં પકડાયેલો આરોપી પેરોલ પર છુટયા બાદ ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે.
વડોદરા પોલીસે જેતલપુર અગ્રસેન ગેસ્ટ હાઉસ પાસેથી ડ્રગ્સની ડિલિવરી દરમિયાન દરોડો પાડી ત્રણ લાખનો ચરસ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ પોલીસે અન્ય આરોપીઓને ચરસ તેમજ અન્ય મતા સાથે કુલ સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કેસ કર્યો હતો.
આ કેસમાં પકડાયેલો શાહનવાજ ઉર્ફે શાનું સલીમભાઈ શેખ (રહે. લાલ અખાડા પાસે, યાકુતપુરા) ને ઝડપી પાડતા તાજેતરમાં તે સાત દિવસના પેરોલ પર જેલમાંથી છૂટ્યો હતો. તા 31મી ઓગસ્ટ શાનુંને હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરી ફતેગંજ મોલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો.