કાલાઘોડા સર્કલ સ્થિત સર સયાજીરાવ અને પ્રિન્સ ફતેસિંહરાવની સ્કલ્પચરનું અનાવરણ કરાયું

વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા 19.70 લાખના ખર્ચે પ્રતિમાનું રીસ્ટોરેશન કરાયું

MailVadodara.com - Sculpture-of-Sir-Sayajirao-and-Prince-Fatesinhrao-unveiled-at-Kalaghoda-Circle

- ટૂંક સમયમાં શિવાજી મહારાજની પ્રતિમાનું કાર્ય પણ પૂર્ણ થઈ જશે


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે રીસ્ટોરેશન કરવા અગાઉ નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાનમાં કાલાઘોડા અને જેલ રોડ સ્થિત પ્રિન્સ ફતેસિંહ રાવની પ્રતિમાનું રીસ્ટોરેશન કાર્ય પૂર્ણ થતા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


આશરે સાતેક મહિનાની કામગીરી બાદ આ બે પ્રતિમાનું કાર્ય પૂર્ણ થયું છે. હવે કમાટીબાગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. કાલાઘોડા અને ફતેસિંહ રાવની પ્રતિમાના રીસ્ટોરેશન પાછળ 19.70 લાખનો ખર્ચ થયો છે. જે તે સમયે કામગીરી શરૂ કરી ત્યારે આ પ્રતિમાઓનું નિરીક્ષણ કરીને નિષ્ણાતોએ કહ્યું હતું કે હાલ પ્રતિમાની જે હાલત થઈ છે તેને બ્રોન્ઝસીસ કહેવાય છે એટલે કે જેમ કેન્સર ફેલાય તેમ તે ફેલાતું રહે છે, અને પ્રતિમાને નુકસાન કરે છે. કોર્પોરેશન દ્વારા ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ સંસ્થા ઉપરાંત સેન્ટર ફોર ધી આર્ટ્સ, (કોન્ઝર્વેશન વિભાગ) તેમજ મીનીસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકારની પણ મદદ લઈને કુલ ત્રણ સ્કલ્પચરનાં રીસ્ટોરેશન માટે રૂ.29,55,000નો ખર્ચ કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં અગાઉ દરખાસ્ત પણ મંજૂર કરી હતી.


આ અંગે નિષ્ણાતે કહ્યું હતું કે, પ્રિન્સ ફતેસિંહ રાવની આ પ્રતિમા રેડબ્રાસની બનેલી છે. જેમાં મુખ્યત્વે કોપર છે. કોપર તેની પ્રકૃતિ મુજબ રિએક્ટ કરે છે. જો સલ્ફરના ઓક્સાઈડથી અસર કરે તો કોપર સલ્ફેટ બને છે. નાઇટ્રોજનની અસર થાય તો કોપર નાઈટ્રેટ બને છે. આ વિસ્તારમાં સલ્ફર ડાયોક્સાઇડ તો ગમે ત્યાંથી આવી શકે. એટલું સારું છે કે અહીં ક્લોરાઇડની અસર ન થઈ, કારણ કે ક્લોરાઇડ ખૂબ નુકસાન કરે છે. આ પ્રતિમાના ઉપર એક ઝાડ હતું. તેના ફુલ પ્રતિમા પણ પડતા કોપર તેના કારણે પણ રિએક્ટ કરે છે. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પ્રતિમાને અસર અને નુકસાન થવાના કારણો જુદા-જુદા હોય છે. રીસ્ટોરેશન બાદ 3 વર્ષ સુધી રેગ્યુલર મોનિટરીંગ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કેમિકલી રીસ્ટોરેશન કર્યા બાદ આ પ્રતિમાને હવે દસ વર્ષ સુધી કશું નહીં થાય. આમ છતાં સ્કલ્પચર બ્રોન્ઝ મેટલના હોઇ રેગ્યુલર ક્લિનીંગ જરૂરી રહેશે, જોકે કઈ રીતે મેન્ટેનન્સ કરવું, ધૂળ, માટી, મેશ વગેરે કઈ રીતે સાફ કરવા તેની પણ પ્રતિમાનું ધ્યાન રાખનારા કર્મચારીઓને સમજ આપવામાં આવશે. ખાસ તો પોતાની રીતે પ્રતિમા ઉપર કોટિંગ ન કરવું, કેમિકલનો ઉપયોગ ન કરવો, પાણીથી સાફ ન કરવું તેની પણ સમજ અપાશે. વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ મુજબ ક્લિનિંગ કઈ રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. હાલમાં સયાજીબાગ મ્યુઝિયમ પ્લોટ ખાતે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કાર્ય ચાલુ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.

Share :

Leave a Comments