વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં SOG ડોગ સ્કવોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરાયું

CISFના મેઇલ એડ્રેસ પર અજાણ્યા શખ્સે ગર્ભિત ધમકી ભર્યો ઇ-મેઇલ કર્યો

MailVadodara.com - SOG-dog-squad-and-bomb-squad-check-Vadodara-airport-after-bomb-threat

- ઈમેલ કોના દ્વારા કરાયો તેની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ


સંસ્કારી નગરી વડોદરા હાલમા નવલી નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણીમાં છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વાર કોઈ અ ઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે. શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ સ્કવોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. ત્યારે વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટને ઇમેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી આપતાં તપાસ એજન્સીઓ એલર્ટ બની છે.

ગત રોજ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઇએસએફના ઇ મેઇલ એડ્રેસ પર એક શખ્સ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ કરીને મેલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ માહીતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.

આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી રામે હરણી પોલીસ મથકોમાં નોંધાવેલ ફરીયાદ મૂજબ, 4 ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારે સવારના 11:00 વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા General Shiva General shiva 76rediffmail.com મેલ કર્યો હતો.


જેમાં અંગ્રેજીમાં એક મેસેજ લખેલો હતો કે I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti. જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. 

આ અંગેની  માહીતી મળતાની સાથે જ વડોદરા એરપોર્ટ ખાતે તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યો હતો, સાથે જ ફાયરબ્રીગેડની ટીમ જગ્યા ઉપર ટીમ સાથે બૉમ તથા ડોગ સ્કોડ દ્વારા હરણી એરપોર્ટના સંકુલમાં ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જગ્યાઓ પરથી કોઈ બોંબ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. પોલીસ દ્વારા જે ઇ-મેલ પરથી ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે. 


મહત્વની બાબત છે કે અગાઉ પણ વડોદરા હરણી એરપોર્ટને ઇ-મેલ દ્વારા ધમકી મળી ચૂકી છે અને ત્યારે પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી ત્યારે ફરી એકવાર આ પ્રકારે ધમકી બાબતે પોલીસ ફરી એકવાર એક્શનમાં આવી છે. હરણી એરપોર્ટ ખાતે ઇ મેલ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે, ઈમેલ કોના દ્વારા કરાયો હતો તેની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે.

Share :

Leave a Comments