- મધુનગર ચાર રસ્તાથી નવાયાર્ડ બ્રિજ જતાં તેમજ ફૂલવાડી ચાર રસ્તાથી નવાયાર્ડ બ્રિજ તરફ અવર-જવરનો રસ્તો ભારદારી વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયો
નવાયાર્ડ રેલવે બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર કરાશે. આ દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે માટે બ્રિજ 8થી 22 મે સુધી તબક્કાવાર બંધ કરાશે.
નવાયાર્ડ બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી થનાર છે. ત્યારે વાહન ચાલકોને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી પોલીસ કમિશર નરસિમ્હા કોમારે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત 8 મીથી 22 મે સુધી કે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી નવાયાર્ડ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તા જાહેર કરાયા છે. જ્યારે જે રોડ બંધ કરાયા છે, તેને ધ્યાને લઈ વૈકલ્પિક રોડ પરથી અવરજવર કરી શકાશે.
આ રોડ તમામ વાહનો માટે બંધ રહેશે. મધુનગર ચાર રસ્તાથી નવાયાર્ડ રેલવે ઓવર બ્રિજ ઉપર થઈ, ફૂલવાડી ચાર રસ્તા થઈ, ચિશ્તીયાનગર ત્રણ રસ્તા, છાણી જકાતનાકા સર્કલ તરફનો રસ્તો ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ટુ-વ્હીલર વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે. આ ઉપરાંત મધુનગર ચાર રસ્તાથી નવાયાર્ડ બ્રિજ જતાં તેમજ ફૂલવાડી ચાર રસ્તાથી નવાયાર્ડ બ્રિજ તરફ અવર-જવરનો રસ્તો ભારદારી વાહનો અને એસ. ટી. બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.