- પીસીબી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 31,910, ચાર નંગ મોબાઈલ, બે મોપેડ સહિત રૂપિયા 1.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરાના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ ઉપર પર્ણકુટીર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત પાંચને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા 31,910, ચાર મોબાઈલ, બે મોપેડ સહિત 1.17 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલી નારાયણ સ્કૂલ પાસેની પર્ણકુટીર સોસાયટીમાં ઓમ શાંતિ નિકેતનમાં રહેતા ધર્મેશ કરસનભાઈ પરમાર બહારથી જુગારીઓને બોલાવી જુગાર ધામ ચલાવી રહ્યા છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ પોલીસ સ્ટાફે પંચોને સાથે રાખીને ઉપરોક્ત સ્થળો રેડ કરતા મકાનનો દરવાજો અડધો ખુલ્લો હતો. પોલીસે મકાનમાં જઈ ઉપરના માળે બેઠક રૂમમાં તપાસ કરતા જુગારીઓ પત્તા જમીન પર ફેંકી ભાગવાની કોશિશ કરતા હતા. પોલીસે તેઓને કોર્ડન કરીને પકડી લીધા હતા. જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ કરસનભાઈ પરમાર, (ઉંમર વર્ષ-51), ડાયાભાઈ મણીભાઈ પરમાર, (ઉંમર વર્ષ-70, રહે. કમલ રજ સોસાયટી, સુપર બેકરીની સામે, આજવા રોડ), અમૃત કરસનભાઈ પરમાર (ઉંમર વર્ષ-50, રહે.બકરાવાડી મદનઝાપા રોડ), નગીનભાઈ બેચરભાઈ સોલંકી (ઉંમર વર્ષ-62, રહે.બકરાવાડી, નાડિયા વાસ), અનિલ શાંતારામ સેડગે (ઉંમર વર્ષ-59, રહે. ગોયા ગેટ સોસાયટી, પ્રતાપ નગર)ને ઝડપી પાડ્યા હતા. પીસીબી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 31,910, ચાર નંગ મોબાઈલ, બે મોપેડ સહિત રૂપિયા 1.17 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.