વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે વડોદરામાં યોજાનાર ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ ઉર્ફે ધીરેન્દ્ર બાબાની સભા બાબતે જણાવે છે કે મધ્યપ્રદેશના છતરપુર જીલ્લાના ગઢા ગામના હિન્દી ભાષી ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતમાં આવી યોજેલી સભામાં ગુજરાતી ગાંડા કહ્યું છે.
ગુજરાતમાં આવી, ગુજરાતીઓને ધર્મના નામે ભેગા કરીને ગુજરાતીઓને ગાંડા કહ્યા તે સમગ્ર ગુજરાતી સમાજનું અપમાન અને માનહાની છે. અપમાન સહન કરવાની વાત તો બાજુ પર રહી પણ ગુજરાતીઓને ગાંડા કહેનારની સભા માટે બસો ભરી લાવી સભામાં બેસાડી ગુજરાતીઓને ગાંડા ઠેરવવાનો પ્રયાસ કરનાર પોતે ગુજરાતી હોવાનો ગર્વ પણ નથી ધરાવતા તે બિલકુલ નિંદનીય છે. સુરતના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મીનીસ્ટર પુર્નેશ મોદી આ ધીરેન્દ્ર ગર્ગ સામે ફોજદારી કેસ કરી જેલ ની સજા કરાવશે...?