વડોદરાના વિવિધ વિસ્તારમાં કાલથી સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

વીજ લાઇનના સમારકામને પગલે જુદી જુદી તારીખોએ વીજ પુરવઠો બંધ કરાશે

MailVadodara.com - Power-supply-will-be-off-in-various-areas-of-Vadodara-from-6-am-to-10-am-from-tomorrow

- રીપેરીંગ કામ પૂર્ણ થવાથી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવાશે

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ રેષાનું સમારકામ કરવાનું હોવાથી જુદા જુદા વિસ્તાર અને જુદી જુદી તારીખોએ સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. રીપેરીંગ કામ પૂર્ણ થવાથી કોઈ પણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી તા.22મીથી દાંડિયા બજાર સબ ડિવિઝન એસએસજી ફીડર વિસ્તાર સહિતનો વિસ્તાર તથા દાંડિયા સબ ડિવિઝનના ગેસ ઓફિસ ફીડર વૈકુંઠ ફીડર વિસ્તાર અને ઇન્દ્રપુરી સબ ડિવિઝનના ઉમા ફીડર આસપાસનો વિસ્તાર તથા પાણીગેટ સબ ડિવિઝનના કલાદર્શન ફીડર સહિત પ્રારંભ ફીડર અને તપોવન ફીડર, કોટિયાર્ક ફીડરનો વિસ્તાર તા.23મી જૂને બંધ રહેશે. આ ઉપરાંત ટાવર સબ ડિવિઝન નોર્થરીંગ ફીડરનો વિસ્તાર તા.24મી જૂને બંધ રહેશે. આવી જ રીતે કારેલીબાગ સબ ડિવિઝનના ગોલ્ડન ફીડરનો વિસ્તાર તા.27મી જૂને બંધ રહેશે. આ ઉપરાંત કારેલીબાગ સબ ડિવિઝનના ધ્યાન ફીડર આસપાસનો વિસ્તાર તા.25મી જૂન અને કારેલીબાગ સબ ડિવિઝનના ગોલ્ડન ફીડર આસપાસના વિસ્તાર તા.27મીએ બંધ રહેશે. આવી જ રીતે કારેલીબાગ ડિવિઝનના મોટનાથ (સુરમ્ય) ફીડર આસપાસનો વિસ્તાર તા.29મીએ નિયત સમય સુધી બંધ રહેશે.

Share :

Leave a Comments