- જુગારીઓ પાસેથી માત્ર 6,370 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરાયો
વડોદરામાં વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ઉકાજીના વાડિયામાં ચાલતા જુગાર ધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડીને આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારીઓ પાસેથી માત્ર 6,370 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વડોદરાના પાણીગેટ પોલીસની માહિતી મળી હતી કે, વૃંદાવન ચાર રસ્તા ઉકાજીના વાડીયામાં હર્ષાબેનના ઘરમાં જુગાર રમાય છે. જેથી પોલીસે તે સ્થળે રેડ કરતા મકાનનો મુખ્ય દરવાજો બંધ હતો. દરવાજો ખોલાવી અંદર તપાસ કરતા આઠ લોકો જુગાર રમતા હતા. પાણીગેટ પોલીસે હર્ષાબેન અવિનાશભાઈ વીસાવે, અશોક રાવજીભાઈ વસાવા, રતિલાલ ઉકાભાઇ વસાવા, રણજીત બુધાભાઈ વસાવા (ત્રણેય રહે. વુડાના મકાનમાં, વાઘોડિયા રોડ), વિનોદ મંગાભાઈ વાઘેલા, સુનિલ ફકીરભાઈ વાઘેલા, ભદ્રેશ નટુભાઈ કહાર (તમામ રહે. ઉકાજીનું વાડિયું)તથા રામચંદ્ર શાંતારામ પવાર (રહે. સાંઈ શરણમ કોમ્પ્લેક્સ, ગણેશ નગર, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.