શહેર નજીક મંજુસર ગામમાં જુગાર રમતા વાસણા કોતરિયા ગામના પૂર્વ ડેપ્યૂટિ સરપંચ સહિત ૯ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૨૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મંજુસર પોલીસને માહિતી મળી હતી કે, કુંપાડ ગામની સીમમાં આવેલ લાખાપુરા સીમાડામાં રમણભાઇ મેલાભાઇ સિસોદીયાના ખેતરના શેઢા પર ખુલ્લા ઝૂંપડામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા ૯ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં હરિશ ઉર્ફે લાલાભાઇ લક્ષ્મણભાઇ ગોહિલ, કિરણ રમણભાઇ સોલંકી, અરવિંદ ભાઇજીભાઇ મકવાણા (ત્રણેય રહે. વાસણા કોતરીયા ગામ, તા.વડોદરા), કિરીટ જયંતિભાઇ પરમાર, દશરથ મહેન્દ્રભાઇ ગોહીલ, પ્રવિણ ભીખાભાઇ પરમાર (ત્રણેય રહે. સિસોદીયાપુરા ગામ, તા.સાવલી), સુલેમાન રહેમાનભાઇ વોરા, મુકેશ શાંતિલાલ (બંને રહે. મંજુસર) તથા મહંમદ અભેસિંહ જાદવ (રહે. ટુંડાવ ગામ,તા. સાવલી) નો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે ૨૩,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.