ભારતના પુર્વ નાયબ વડાપ્રધાન અને સ્વતંત્રતા સેનાનીની પ્રતિમાની દુર્દશા

MailVadodara.com - Plight-of-Statue-of-Former-Deputy-Prime-Minister-of-India-and-Freedom-Fighter


વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિના સંજય વાઘેલાએ જણાવ્યું હતું કે, આપણા ભારત દેશના પુર્વ નાયબ વડાપ્રધાન અને આઝાદીના લડવૈયા, સ્વતંત્ર સેનાની સ્વ. બાબુ જગજીવન રામ ની પ્રતિમા જે અત્યારે વોર્ડ નંબર 4 ની કચેરીના કમ્પાઉન્ડમાં એક ખુણામાં અપમાનીત હાલતમાં પડી રહી છે. જાણે કે ભારતના પુર્વ વડાપ્રધાનનું કે આઝાદીનાં લડવૈયાનું કોઇ  માન સન્માન કે કોઇ મહત્વ જના હોય તેમ પ્રતિમાની આજુબાજુ કચરાના અને લાકડાના ઢગલા ખડકી દેવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે, આ વોર્ડ નંબર 4 વડોદરા શહેરનાં પ્રથમ નાગરિક ગણાતા મેયર પિન્કીબેન સોની અને વડોદરાની અનામત બેઠક શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ ના મતવિસ્તારમાં આવે છે છતાં ભારતના પુર્વ નાયબ વડાપ્રધાન ની પ્રતિમાની આ દુર્દશા વિષે તેઓ મૌન છે જે ખુબ જ શરમજનક વાત છે.


Share :

Leave a Comments