શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટનું ત્રણ દિવસમાં ચેકીંગ કરવા આદેશ

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારતું પાલિકા..!

MailVadodara.com - Order-to-check-various-projects-running-in-the-city-within-three-days

- વિવિધ પ્રોજેક્ટ્સ ઇમારતો, રાઇડ્સ સહિત અન્ય સાધનો મશીનરી ની વોરંટીની ત્રણ દિવસમાં તપાસ થશે


વડોદરા હોડી દુર્ઘટના બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યુ છે. પાલિકા દ્વારા ચાલતા તમામ રાઈડ સહિત અન્ય પ્રોજેક્ટમાં વોરંટી પિરિયડ પુરા થઈ ગયા હોય એવા પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે. પાલિકાએ આટલુ જ ધ્યાન અગાઉ રાખ્યું હોત તો હોડી દુર્ઘટના ના સર્જાઈ હોત.


- વોરંટી પુરી થઈ ગઈ હોય એ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ

       વડોદરા મહાનગર પાલિકાનું ભ્રષ્ટ તંત્ર ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા ટેવાયેલું છે. પાલિકાના ભ્રષ્ટ વહીવટના ઉત્તમ ઉદાહરણ છાશવારે પ્રકાશમાં આવે છે. પાલિકાની ઘોર બેદરકારીના બોલતા પુરાવા સમાન મોટનાથ હોડી દુર્ઘટનાના અઠવાડિયા બાદ નિંદ્રાધીન તંત્ર જાગ્યુ છે. પાલિકા અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેક્ટ જેમાં ફેસિલિટીઝ, ઇમારતો અને રાઇડ્સ ની વોરંટી પુરી થઈ ગઈ હોય એવા મશીનરી, રાઇડ્સ અને ઇમરતો તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવા. આ અંગે ચેકીંગ કરી દિન ત્રણ માં આ કાર્યવાહી કરવાની રહેશે. પાલિકાના સામાન્ય વહીવટ વિભાગ તરફથી આ અંગે પરિપત્ર તમામ વિભાગોને પાઠવવામાં આવ્યો છે.

- આટલી જ સૂઝબુઝ હોડી દુર્ઘટના પહેલા દાખવી હોત તો નિર્દોષ ભૂલકાઓ આજે પણ કિલ્લોલ કરતા હોત..!!

અહીં સવાલ એ છે કે આ પરિપત્ર હોડી દુર્ઘટના પહેલા કેમ ના  થયો ? જો હોડી દુર્ઘટના પહેલા આવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોત તો હોડી દુર્ઘટના થાત ખરી ? આ પરિપત્ર એ તંત્ર ની ઘોર બેદરકારીનો પુરાવો નથી ?  અને જો આ પરિપત્ર ઘોર બેદરકારીનો પુરાવો હોય તો અધિકારીઓ જવાબદાર નથી ?  પાલિકા હંમેશા કોઈ દુર્ઘટના બાદ જ કેમ જાગે છે ?  આવી ગંભીર બેદરકારીમાં નિર્દોષ ભૂલકાઓના મોત માટે માત્ર કોન્ટ્રાકટર ને જ કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે ? શું અધિકારીઓની કોઈ જવાબદારી નથી  ? નિષ્ફ્ળ વહીવટ પર પક્ક્ડ ગુમાવી ચૂકેલા નમાલા શાસકો અધિકારીઓને પૂછવાની હિંમત કરશે કે, આ અગાઉ આવા  પરિપત્ર ક્યારે કર્યા હતા..? આવા  અનેક સવાલો પાલિકાના નિષ્ઠુર અને નફ્ફટ વહીવટ સામે ઉભા થાય છે.

Share :

Leave a Comments