નેશનલ ન્યૂઝ, 3 ઓક્ટોબર, ૨૦૨૩

MailVadodara.com - National-News-3-october-2023

  • ૧. જમ્મુકાશ્મીરમાં રાજૌરીના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત
  • ૨. દેશના અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
  • ૩. દિલ્હી-NCRમાં NewsClick પત્રકારોના ઘરો પર દરોડા
  • ૪. બંગાળ-આસામ સહિત ૪ રાજ્યોમાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
  • ૫. જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું
  • ૬. ઉત્તર પ્રદેશના દેવરિયામાં જમીન વિવાદ મામલે ૬ લોકોની ગોળી મારી કરાઈ હત્યા
  • ૭. આસામના મુખ્યમંત્રીનું ફરી નિવેદન હેડલાઈન બન્યું
  • ૮. કેરળના એર્નાકુલમના GPS ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માત
  • ૯. પાકિસ્તાનમાં મોંઘવારી ૩૧ ટકાને વટાવી ગઈ, જે ભારત કરતા ૫ ગણી વધારે
  • ૧૦. પાકિસ્તાનમાં વધુ એક હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના
  • ૧૧. ન્યૂયોર્કમાં માઈગ્રન્ટ્સને લઈને મોટુ સંકટ, ન્યૂયોર્કના મેયરે પણ હાથ ઉંચા કરી દિધા
  • ૧૨. મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, ૧૧ના મોત, ૬૦ ઘાયલ

(સમાચારની વિસ્ત્રુત માહિતી નીચે છે)


૧. જમ્મુકાશ્મીરમાં રાજૌરીના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સેનાએ પોલીસ સાથે મળીને સોમવારે વહેલી સવારે કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ ઘેરાબંધી તોડવાના પ્રયાસમાં સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.. અધિકા- રીઓએ કહ્યું કે સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે, જો કે હાલમાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમણે કહ્યું કે આતંકવાદીઓના ભાગી જવાના તમામ સંભવિત રસ્તાઓને રોકવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ પ હેલાના દિવસોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પરંતુ પછી એ સ્પષ્ટ થયું કે સુરક્ષા દળો એ આ ગોળીબાર શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી જાણવા માટે કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જંગલોમાં ૨ કે ૩ આતંકવાદી છુપાયેલા છે. બંને તરફથી ગોળીનો વરસાદ વરસી રહ્યો છે.. મળેલી જાણકારી મુજબ આ પહેલા જમ્મુ-કશ્મીરના કોકરનાગમાં ૧૩ સપ્ટેમ્બરે આતંકવાદી સાથે જુથ અથડામણમાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ઘોંચક અને જમ્મુ-કશ્મીર પોલીસના ડીએસપી હૂમાયૂ ભટ શહીદ થઈ ગયા હતા. આ પછી ઘણા દિવસો સુધી ચાલેલા સેના ઓપરેશનમાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા. આ એક્રાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ઉઝર ખાન પણ માર્યો ગયો હતો. તેમજ બારામુલા અને રાજૌરીમાં પણ ૪ આતંકવાદીને એકાઉન્ટર કરવામાં આવ્યા હતા.

૨. દેશના અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે હજુ પણ અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. કોંકણ, ગોવા અને કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જો પહાડી રાજ્યોની વાત કરીએ તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે. બાકીના પંજાબ, હરિયાણા, દિલ્હી દ્વઋઇ, રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. તે જ સમયે, બિહાર અને ઝારખંડમાં આજે પણ હવામાન બગડી શકે છે જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ બે રાજ્યો ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ હળવો, મધ્યમ અને ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. આ વિસ્તારો સિવાય ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ગોવા, કોસ્ટલ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલના- ડુના મધ્ય પ્રદેશમાં બહુ ઓછા સ્થળોએ હળવા વરસાદની સંભાવના પણ જારી કરી છે. દરમિયાન, ૩ ઓક્ટોબરે એટલે કે આજે બિહારમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વોત્તર ભારત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ૨-૫ ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે. IMD એ પણ આ સમયગાળા દરમિયાન મધ્ય ભારતમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં ૨ થી ૬ ઓક્ટોબર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે. IMD દ્વારા જારી કરવામાં આવેલી હવામાન આગાહી અનુસાર, ૪ અને ૫ ઓક્ટોબરે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડશે.

૩. દિલ્હી-NCRમાં NewsClick પત્રકારોના ઘરો પર દરોડા

ન્યૂઝ ક્લિક સાથે જોડાયેલા પત્રકારો અને કર્મચારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દરોડા પાડી રહી છે. દિલ્હી-NCRમાં મોટાપાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ News Click અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારો પર દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દરોડા પાડી રહી છે. દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDએ અગાઉ ન્યૂઝ ક્લિકના ફંડિંગને લઈને દરોડા પાડ્યા હતા. તેના કેટલાક ઈનપુટ બાદ સ્પેશિયલ સેલ દરોડા પાડી રહી છે. વર્ષ ૨૦૨૧ માં, દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ન્યૂઝ ક્લિક દ્વારા પ્રાપ્ત ગેરકાયદેસર ભંડોળ અંગેનો કેસ દાખલ કરનાર પ્રથમ વ્યક્તિ હતી. ન્યૂઝ ક્લિકને ચીનની કંપનીઓ દ્વારા આ શંકાસ્પદ ભંડોળ મળ્યું હતું. આ પછી EDએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, હાઈકોર્ટે તે સમયે ન્યૂઝ ક્લિકના પ્રમોટર્સને ધ૨પકડમાંથી રાહત આપી હતી. હવે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝ ક્લિક અને તેની સાથે જોડાયેલા પત્રકારો પર દરોડા પાડી રહી છે.. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ન્યૂઝ ક્લિકના કેટલાક પત્રકારોના લેપટોપ અને મોબાઈલ ફોનનો ડમ્પ ડેટા રિકવર કર્યો છે. સ્પેશિયલ સેલે નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે તપાસ દરમિયાન ઘણા ડિજિટલ પુરાવા પણ જપ્ત કર્યા છે. તેમાં લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડ ડિસ્કનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પ હેલા અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો હતો કે ન્યૂઝ ક્લિક એ વૈશ્વિક નેટવર્કનો ભાગ છે જેને અમેરિકન અબજોપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ફંડિંગ મળે છે. ખાસ વાત એ છે કે સિંઘમ કથિત રીતે ચીની મીડિયા સાથે નજીકથી કામ કરે છે. EDએ સપ્ટેમ્બર ૨૦૨૧માં પણ પુરકાયસ્થના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા અનેક પત્રકારોના ઘરો પર દરોડા પાડ્યા હતા. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પોર્ટલને કામ કરવા માટે ચીન પાસેથી ફંડ મળી રહ્યું છે. દિલ્હી ઉપરાંત નોઈડા અને ગાઝિયાબાદમાં પણ પોલીસ ઘણી જગ્યાએ સર્ચ કરી રહી છે.

૪. બંગાળ-આસામ સહિત ૪ રાજ્યોમાં ૫.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના ૪ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે ૬.૧૫ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૫.૨ રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ આવ્યો છે. સોમવારે ગાંધી જયંતિની રજા હોવાથી લોકો સાંજના સમયે ઘરે હતા. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સલામત સ્થળે દોડી આવ્યા હતા. જો કે, પ્રારંભિક માહિતી અનુસાર, કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. બીજી તરફ દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી ઉત્તર બંગાળ રાજ્યનો સૌથી વધુ પ્રભાવિત ભાગ છે. આ પહેલા રવિવારે હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હરિયાણામાં રવિવારે રાત્રે ૧૧.૨૬ કલાકે ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી ૭ કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં હતું.

૫. જર્મન સિંગર કૈસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું

આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર પોતાની રીતે વ્યક્ત કરી રહ્યો છે. આ પ્રસંગે જર્મન સિંગર કાસમીએ મહાત્મા ગાંધીનું સૌથી પ્રિય ગીત ગાયું અને શેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કર્યો છે, જેને ઈન્સ્ટાગ્રામ પર સ્પિટમેને પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ગાંધીજીના વિચારો દુનિયાભરના લોકો સાથે જોડાય છે!’” ગત મહિને PM મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ તેમણે ભારતીય સંગીત અને સંસ્કૃતિ પ્રત્યેના તેમના જુસ્સા માટે સ્પિટમેનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, “ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક છે. વિશ્વભરમાં વધુને વધુ લોકો તેમની તરફ આકર્ષિત થઈ રહ્યા છે.’” આ કાર્યક્રમ દરમિયાન તેઓએ સ્પિટમેન દ્વારા ગાયેલું એક ભારતીય ગીત પણ વગાડ્યું હતું. રવિવારે વીડિયો શેર કરતાં સ્પિટમેને લખ્યું, “આવતીકાલે ગાંધી જયંતિ છે અને મેં ગાંધીજીના મનપસંદ ભજનની ઘણી પ્રેક્ટિસ કરી છે જેથી ગાંધીજીના વિચાર સાથે લોકોને જોડી શકાય.” દર વર્ષે ૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના અહિંસા અને સહિષ્ણુતાના મૂલ્યોનું સન્માન કરવા માટે આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ૧૫૪મી ગાંધી જયંતિ છે.

૬. ઉત્તર પ્રદેશના દેવરિયામાં જમીન વિવાદ મામલે ૬ લોકોની ગોળી મારી કરાઈ હત્યા

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના એક ગામમાં પરસ્પર વિવાદ બાદ છ લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ જૂની અદાવત અને જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે. ૬ લોકોની હત્યા બાદ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠ- વી દેવામાં આવ્યો છે. ૬ લોકોની હત્યાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીડિતાના પરિવાર અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલો દેવરિયા જિલ્લાના રૂદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેના ફતેહપુર ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બે પરિવારો વચ્ચે અંદરો અંદર છેલ્લા ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ કારણોસર પરસ્પર દુશ્મનાવટ હતી. મૃતકોમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્યોનો પણ સમાવેશ થાય છે.. હાલમાં માહિતી સામે આવી છે કે ફતેહપુરના લહેરા ટોલામાં સોમવારે સવારે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવને માર મારવામાં આવ્યો હતો. પ્રેમ યાદવની હત્યા બાદ એકત્ર થયેલ ભીડ આરોપીના ઘરે પહોંચી અને બદલો લેવા માટે આરોપી સત્યપ્રકાશ દુબેને ઘરની બહાર ખેંચી લાવી હતી અને ત્યાં તેને મારી નાખ્યો. ટોળું તેમના ગુસ્સામાં અહીં ન અટક્યું અને સત્યપ્રકાશ દુબેના પરિવારના બે નિર્દોષ લોકોની, એક મહિલા અને અન્યની હત્યા કરી નાખી છે. ઘટના બાદ સમગ્ર ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં માહિતી સામે આવી છે કે ફતેહપુરના લહેરા ટોલામાં સોમવારે સવારે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવને માર મારવામાં આવ્યો હતો.

૭. આસામના મુખ્યમંત્રીનું ફરી નિવેદન હેડલાઈન બન્યું

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું એક નિવેદન ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યું છે. રવિવારે હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે બીજેપીને આગામી ૧૦ વર્ષ સુધી ‘ચાર’ (નદીના રેતાળ વિસ્તાર)ના ‘મિયા’ લોકોના વોટની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ બાળ લગ્નની પ્રથા છોડી દે અને કુટુંબ નિયોજનનું પાલન ન કરે ત્યાં સુધી તેમના મતની જરૂર નથી. તમને જણાવી દઈએ કે મિયા શબ્દનો ઉપયોગ બંગાળી ભાષી મુસ્લિમો માટે થાય છે. જો કે, આસામના ઝ સરમાએ કહ્યું કે ‘મિયા’ લોકો તેમને, પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપે છે અને તેઓ તેમને મત આપ્યા વિના ભગવા બ્રિગેડની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખી શકે છે.. તેમણે કહ્યું કે ભાજપ જન કલ્યાણ કરશે અને તેઓ અમને સમર્થન આપશે, પરંતુ તેમને અમને મત આપવાની જરૂર નથી. અમારું સમર્થન કરવામાં કોઈ નુકસાન નથી. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે તેઓ પોતે જ કહેશે કે એવા લોકોને વોટ ન આપો, કારણ કે બાળ લગ્ન બંધ કરવા પડશે. ફેમિલી પ્લાનિંગનું પાલન કરવું પડશે. ત્યારે જ તેમને મત આપો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સ્પષ્ટ કહ્યું કે જે લોકો બે થી ત્રણ બાળકોને જન્મ આપે છે. ભાજપને તેમના મતોની જરૂર નથી. તેણે કહ્યું કે તેણે તેની દીકરીઓને શાળાએ મોકલવી પડશે. કટ્ટરવાદ છોડીને સૂફીવાદનો માર્ગ અપનાવવો પડશે. ૧૦ વર્ષ લાગશે, ત્યારે જ તેઓ વોટ લેવા આવશે.. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારના રોજ એક બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં એક સમયે ગુવાહાટી સેન્ટ્રલ જેલ હતી અને તે જમીન પર ગાર્ડન બનાવેલ છે, ૨.૫૮ એકર જળાશયો સહિત ૩૬ વીઘા (લગભગ ૧૨ એકર) વિસ્તારમાં ફેલાયેલો છે, બોટનિકલ ગાર્ડન ૫૯ કરોડ રૂપિયાનો ખર્ચે બાંધવામાં આવેલો છે. ઉદ્યાનમાં વનસ્પતિની ૨૩૦થી વધુ મૂળ પ્રજાતિઓના ૮૫,૦૦૦ છોડ છે. ઉપરાંત, કેમ્પસની અંદર ઔષધીય વનસ્પતિઓ માટે લગભગ ૨.૦૮ એકરની સમર્પિત જગ્યા રાખવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “ગુવાહાટી સેન્ટ્રલ જેલને લોખરામાં શિફ્ટ કર્યા પછી, શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ખાલી પડેલી જમીન પર શોપિંગ મોલ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારની યુવા પેઢીને વિસ્તારના સમૃદ્ધ વનસ્પતિશાસ્ત્રીય વારસાનો પરિચય કરાવવા પાર્કમાં માર્ગદર્શકો તૈનાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ગુવાહાટીને “દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રવેશદ્વાર’” બનાવવા માટે ચાલી રહેલી અને આગામી યોજનાઓ વિશે પણ વાત કરી હતી.

૮. કેરળના એર્નાકુલમના GPS ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માત

GPS સિસ્ટમે ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માત સર્જાતા ૨ લોકોના મોત થયા. આ ઘટના કેરળના એર્નાકુલમ જિલ્લાના ગોથુરુથ વિસ્તારમાં બની હતી. ઘટના સમયે રાતના ૧૨.૩૦ વાગ્યા હતા. ડૉ. અદ્વૈત ૨૯ વર્ષના થઈ ગયા હતા. તે પોતાનો જન્મદિવસ ઉજવવા માંગતા હતો. તેથી તેમના ચાર મિત્રો સાથે બર્થડે શોપિંગ માટે કોચીથી કોડુંગલુર ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. કોડુંગલ્લુર ક્રાફ્ટ હોસ્પિટલના વરિષ્ઠ મેનેજર અશોક રવિએ પોલીસને જણાવ્યું કે ડૉ. ગાજિક થાબાસીર બચી ગયેલા લોકોમાંના એક હતા. તેમણે કહ્યું કે GPS ખોટી દિશા દેખાડવાના કારણે અકસ્માત થયો હતો. તેણે કહ્યું, ‘હા, અમે GPSનો ઉપયોગ કરતા હતા. જો કે, હું ડ્રાઇવિંગ કરતો ન હોવાથી, હું પુષ્ટિ કરી શકતો નથી કે તે એપ્લિકેશનમાં તકનીકી ખામી હતી કે માનવ ભૂલ હતી.’ ડૉ. ગાજિકે કહ્યું કે તે દિવસે ડૉ. અદ્વૈતનો જન્મદિવસ હતો, અને ડૉક્ટર અમારી હૉસ્પિટલમાં એક પુરુષ નર્સ સાથે ઉજવણી કરવા કોચી ગયા હતા. ડો. અજમલની મંગેતર પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.. ચોમાસા દરમિયાન, GPS એલ્ગોરિધમ્સ ડ્રાઇવરોને ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ પર માર્ગદર્શન આપે છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ઓછા વ્યસ્ત રસ્તાઓ સલામત હોય તે જરૂરી નથી. ઉપરાંત, નકશા પર મુસાફરીનો મોડ પસંદ કરવાનું હંમેશા યાદ રાખવું જોઈએ. એક નિષ્ણાતે કહ્યું કે ફોર વ્હીલર જે રીતે બાઇક ચાલે છે તે રીતે આગળ વધી શકતી નથી. ડૉ. અજમલ ત્રિશૂર જિલ્લાના વતની હતા અને ડૉ. અદ્વૈત કોલ્લમના હતા. તેઓ ક્રાફ્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં કામ કરતા ડૉ. થાબસીર ઉપરાંત જે લોકો બચી ગયા તેમાં જીસ્માન અને તમન્નાનો સમાવેશ થાય છે. જીસ્માન હોસ્પિટલમાં નર્સ છે અને તમન્ના પલક્કડમાં MBBS સ્ટુડન્ટ છે. ત્રણેયને કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉ.અદ્વૈથના મૃતદેહને કલામાસેરી મેડિકલ કૉલેજમાં લઈ જવામાં આવ્યો હતો અને ડૉ. અજમલના શબને પોસ્ટમોર્ટમ માટે થ્રિસુર મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો હતો.

૯. પાકિસ્તાનમાં મોંઘવારી ૩૧ ટકાને વટાવી ગઈ, જે ભારત કરતા ૫ ગણી વધારે

જ્યાં એક તરફ ભારતમાં મોંઘવારી ઘટશે તેવી અટકળો ચાલી રહી છે, તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી ૩૧ ટકાને વટાવી ગઈ છે, જે ભારત કરતા લગભગ ૫ ગણી વધારે છે. બીજી તરફ પાકિસ્તાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ૩૦૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. હકીકતમાં, પાકિસ્તાને બેલઆઉટ પેકેજ હેઠળ સ્ત્યની શરતોને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની કિંમતોમાં વધારો કર્યો હતો. જે બાદ દેશમાં ચાર મહિના બાદ પહેલીવાર મોંઘવારી વધી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં ગ્રાહક ભાવમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ૩૧.૪૪ ટકાનો વધારો થયો છે. બ્લૂમબર્ગ સર્વેમાં ૩૦.૯૫ ટકા વૃદ્ધિ અને ઓગસ્ટમાં ૨૭.૪ ટકા વૃદ્ધિના સરેરાશ અંદાજ કરતાં આ આંકડો ઘણો વધારે છે. નિષ્ણાતોના મતે, ફુગાવાના આ આંકડા પછી, પાકિસ્તાનના પોલીસી મેકર્સ ૩૦ ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં નીતિ દરોમાં વધારો કરી શકે છે. વ્યાજદર રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ જૂનથી સતત ત્રણ મહિના સુધી ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ મહિને સેન્ટ્રલ બેંકને અપેક્ષા છે કે ઊર્જાના ભાવમાં વધારો થવાને કારણે ફુગાવો વધુ વધશે. આવતા વર્ષે જૂન સુધી નફો ધીમો રહેશે. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે આ વર્ષે ભાવ વૃદ્ધિનો સરેરાશ અંદાજ ૨૦ ટકાથી ૨૨ ટકા છે.. પાકિસ્તાનની કાર્યકારી સરકારે વધતી વૈશ્વિક કિંમતોને કારણે ફચૂલના ખર્ચમાં વધારો કર્યો છે અને જુલાઈમાં શરૂ થયેલ બેલઆઉટ કાર્યક્રમને ચાલુ રાખવા માટે IMFની શરતો હેઠળ ગેસના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ પગલાથી લિવિંગ કોસ્ટમાં વધારો થવાની સંભાવના છે. મોંઘવારીથી પરેશાન પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ફરી વિરોધ ફાટી શકે છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં સપ્ટે- મ્બરમાં પરિવહન ખર્ચમાં ૩૧.૨૬ ટકાનો વધારો થયો છે. ફૂડ કોસ્ટમાં ૩૩.૧૧ ટકાનો વધારો થયો છે. આવાસ, પાણી અને વીજળીના ભાવમાં ૨૯.૭૦ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA)એ એલપીજીના ભાવમાં ૨૦.૮૬ રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે, ત્યારબાદ તેની કિંમત ૨૬૦.૯૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સિવાય ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ પાકિસ્તાની રૂપિયા ૨૪૬.૧૬નો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને ૩,૦૭૯.૬૪ રૂપિયા થઈ ગઈ છે. ડૉલરના સંગ્રહખોરો અને દાણચોરો સામે સરકારની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનને મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે છે. આનાથી સપ્ટેમ્બરમાં રૂપિયાને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સી બનાવવામાં મદદ મળી છે અને આયાત સસ્તી થઈ શકે છે.

૧૦. પાકિસ્તાનમાં વધુ એક હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના

પાકિસ્તાનમાં હિંદુઓ પર થઈ રહેલ અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યો નથી, તાજેતરમાં વધુ એક આવી જ ઘટના સિંધ પ્રાંતમાં બની છે, એક હિંદુ સગીરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ૩૦ સપ્ટેમ્બરે એક હિંદુ સગીરાનું તેના ઘરેથી અપહરણ કરીને વિધર્મી યુવકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બે દિવસ પછી આ મામલે કેસ દાખલ કર્યો છે, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતી કોહલી સમુદાયની ૧૫ વર્ષની છોકરીનું ૩૦ સપ્ટેમ્બરે અપ હરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સગીરાએ આરોપ લગાવ્યો છે કે, સાત યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. વીડિયોમાં સગીરાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ હૈંઇ નોંધવામાં આનાકાની કરી રહી છે. મી૨૫ ુર ખાસમાં હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે બે દિવસ પછી રિપોર્ટ નોંધ્યો હતો. આ માટે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનના અનેક ચક્કર લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. આ પછી મીરપુર ખાસ પોલીસે કેસ નોંધ્યો હતો, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

૧૧. ન્યૂયોર્કમાં માઈગ્રન્ટ્સને લઈને મોટુ સંકટ, ન્યૂયોર્કના મેયરે પણ હાથ ઉંચા કરી દિધા

ન્યૂયોર્કમાં માઈગ્રન્ટ્સને લઈને સંકટ વધુ મોટું થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરપ્રાંતીયોને રહેવાની સરકારી વ્યવસ્થાને કારણે ન્યૂયોર્કની મોટાભાગની હોટેલો ભરાઈ ગઈ છે. અને હવે ન્યૂયોર્કના મેયરે પણ હાથ ઉંચા કરી દિધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠના સીઈઓ એલોન મસ્ક અને બીજા ઘણા લોકો બિડેન સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. હકીકતમાં, ન્યૂયોર્ક એક વિશાળ સ્થળાંતર સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વભરમાંથી સ્થળાંતર કરનારાઓ ન્યુયોર્ક શહેરમાં પહોંચ્યા છે.સ્થળાંતર કરનારાઓને આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની શહેરની કાનૂની જવાબદારી છે. પરંતુ હવે સંખ્યા મર્યાદા વટાવી જવાને કારણે ન્યૂયોર્ક શહેરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને ૨૮ સપ્ટેમ્બરના રોજ એલોન મસ્ક ટેક્સાસ-મેક્સિકો બોર્ડર પર ગયો હતો. આ તે સ્થાન છે જ્યાંથી હાલમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો આવી રહ્યા છે.. તમને જણાવી દઈએ કે અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યૂયોર્ક શહેરમાં માઈગ્રન્ટ્સ માટે રહેવાની કોઈ જગ્યા નથી. હવે ડેમોક્રેટિક યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન પ્રશાસનની પણ ટીકા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં હાઉસિંગ સંકટ વધી ગયું છે. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે ઈમિગ્રન્ટ્સ પ્રત્યેના તેમના વલણમાં ફેરફાર કર્યો છે. હોચુલ સ્થળાંતર કરનારાઓને ચેતવણી આપી હતી કે તેઓ હવે ન્યુ યોર્ક સિટી હોટલના રૂમમાં જગ્યા શોધી શકશે નહીં. જો કે, ડિસેમ્બર ૨૦૨૧ માં એક નિવેદનમાં, તેમણે ખુલ્લા હાથે સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કર્યું. ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યાને કારણે ન્યૂયોર્કમાં સર્જાયેલી કટોકટી અંગે પણ વિવાદ શરૂ થયો છે. આ અંગે ઓગસ્ટમાં દેખાવો પણ કરવામાં આવ્યા હતા. વિરોધીઓ સ્થળાંતર કરનારાઓને આશ્રયસ્થાનોમાં પ્રવેશતા અટકાવવાની હદે પણ ગયા હતા.

૧૨. મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, ૧૧ના મોત, ૬૦ ઘાયલ

મેક્સિકોના ઉત્તરીય અખાતમાં ચૂદાઇ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ ૬૦ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ ૧૦૦ લોકો ચર્ચની અંદર હતા. આ અકસ્માતમાં બચી ગયેલી જોસેફિના રામિરેઝે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે મને લાગ્યું કે હું મારા પરિવારને ફરીથી જોઈ શકીશ નહીં. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે મને ખ્યાલ જ નથી કે અમે કેવી રીતે બહાર આવ્યા થયા. રામિરેઝે પાછળથી ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું કે તેની ૩ વર્ષની પૌત્રી અને અન્ય સંબંધીઓ પણ બચી ગયા. તાૌલિપાસ સુરક્ષા પ્રવક્તા જોર્જ કુએલરે જણાવ્યું હતું કે બચાવ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે અને અન્ય કોઈને ઈજા થવાની અપેક્ષા નથી. દુર્ઘટના સમયે સમૂહનું નેતૃત્વ કરી રહેલા પાદરી રેવ. એન્જલ વર્ગીસે કહ્યું કે કેટલાક લોકો આ દુનિયા છોડી ગયા છે અને આપણામાંથી કેટલાક બાકી છે. જેઓ ગયા છે તેઓને શાંતિ મળે. ચર્ચની છત કેમ પડી?.. થાય છે આ પ્રશ્ન પણ ચર્ચની છત શા માટે તૂટી તે હાલ સ્પષ્ટ થઈ શકયું નથી. કુએલરે કહ્યું કે નિષ્ણાતો આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનું કારણ નક્કી કરવા માટે પહોંચી રહ્યા છે. જોકે, ચર્ચની જાળવણીના અભાવે આ દુર્ઘટના થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે દુર્ઘટના બાદ રેડક્રોસ ઉપરાંત રાજ્ય પોલીસ, રાજ્ય નાગરિક સંરક્ષણ કાર્યાલય અને નેશનલ ગાર્ડ સહિતની જાહેર એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ થઈ હતી. તમુલિપાસના ગવર્નર અમેરિકનો વિલારિયલે સોશિયલ મીડિયા પર કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ ૫રિવારો પ્રત્યે તેમની સંવેદના છે.


Share :

Leave a Comments