નેશનલ ન્યૂઝ, 25 સપ્ટેમ્બર, ૨૦૨૩

MailVadodara.com - National-News-25-september-2023


  • ૧. ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ
  • ૨. અમેરિકામાં ફરી ગોળીબાર, અમેરિકાના એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ફાયરિંગ, ૩ લોકોના મોત
  • ૩. અમેરિકામાં ફરીવાર આ સપ્તાહે શટડાઉનનું જોખમ
  • ૪. કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત
  • ૫. કેનેડામાં વડાપ્રધાન ટ્રુડોની લોકપ્રિયતામાં ઘટાડો ઃ સર્વે પરથી લગાયું અનુમાન
  • ૬. કેનેડાના વડાપ્રધાનના આરોપ બાદ કેનેડાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, સાથે સુરક્ષાનો ડર
  • ૭. સામનામાં સંજય રાઉતનો પીએમ પર કટાક્ષ, નવા સંસદ ભવન વિશે પોતાનો અનુભવ શેર કર્યો
  • ૮. લિવ ઈન કાનૂની રીતે માન્ય નથી તેમ ગુનો પણ નથી : દિલ્હી હાઈકોર્ટ
  • ૯. કોલકત્તા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો, પત્નીના નામે હોય તે પ્રોપર્ટી પત્ની પતિની મંજૂરી વગર વેચી શકે
  • ૧૦.રાજકારણને લઇ જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્રનું મોટું નિવેદન

(સમાચારની વિસ્ત્રુત માહિતી નીચે છે)


૧. ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે સમગ્ર દેશમાં વરસાદને લઈને આગાહી જારી કરી છે. નવીનતમ અપડેટમાં ભારતીય હવામાન વિભાગે ૨૭ સપ્ટેમ્બર સુધી ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ભારે વરસાદની આગાહી કરી છે. દિવસ માટે IMD ની આગાહી અનુસાર રાષ્ટ્રીય રાજધાની વરસાદની થોડી સંભાવના સાથે આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહેશે. અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ભારતમાં, સોમવારથી પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને વીજળીની સંભાવના છે. સોમવારે પૂર્વી મધ્ય પ્રદેશ અને ખાસ કરીને ઉત્તર છત્તીસગઢમાં છૂટાછવાયાથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉત્તર પશ્ચિમ ભારતમાં કરવામાં આવી છે. જેમાં પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતના પેટા-હિમાલય પ્રદેશમાં આગામી ૪૮ કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં વિવિધ પ્રમાણમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની અપેક્ષા છે. હળવાથી મધ્યમ વરસાદ મોટા વિસ્તારમાં થઈ શકે છે અને કદાચ અલગ-અલગ સ્થળોએ નોંધપાત્ર વરસાદ થઈ શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓએ બુધવાર સુધી સમાન હવામાનની અપેક્ષા રાખવી જોઈએ. IMDએ શનિવારે કહ્યું કે સતત વરસાદને કારણે બિહારના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ૧૨૦મીમીથી વધુ વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં સોમવારે છુટોછવાયો વરસાદ પડી શકે છે.

૨. અમેરિકામાં ફરી ગોળીબાર, અમેરિકાના એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ફાયરિંગ, ૩ લોકોના મોત

અમેરિકામાં જ્યોર્જિયાની રાજધાની એટલાન્ટામાં શનિવારે (૨૩ સપ્ટેમ્બર) એક શોપિંગ મોલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ૩ લોકોના મોત થયા છે. એપીના અહેવાલ મુજબ સાઉથ વેસ્ટ એટલાન્ટાના ઇવાંસ સ્ટ્રીટ પર (સ્થાનિક સમયાનુસાર) લગભગ ૧:૩૦ વાગ્યે એક વ્યક્તિને ગોળી મારવાની સૂચના હોમિસાઇડ અધિકારીઓએ આપી હતી. ફાયરિંગની માહિતી મળતાં જ હોમિસાઈડ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકો આવ્યા અને ગોળીબારી શરૂ કરી દીધી. અને ફાયરિંગ શરૂ કર્યું. એપી રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે તેમાંથી એકે પિસ્તોલ પણ કાઢી અને જવાબી ગોળીબાર કર્યો. તપાસકર્તાઓનું કહેવું છે કે ઘટનાસ્થળેથી ત્રણ લોકો મળ્યા આવ્યા જેમને ગોળી મારવામાં આવી હતી. તેમાંથી બે મૃત્યુ પ ામ્યા હતા અને ત્રીજાને બ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું. તેમનું કહેવું છે કે ફાયરિંગમાં માત્ર ત્રણ જ લોકો સામેલ હતા. ત્રણ પુરુષોમાંથી એક ૧૭ વર્ષનો હતો, બીજો ૨૦ વર્ષનો હતો અને ત્રીજો ૩૦ વર્ષનો હતો. જો કે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે માહિતી આપી હતી કે ફાયરિંગ સંબંધિત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, તેથી તેઓ જાણે છે કે સ્થળ પર શું થયું હતું. અમેરિકન સમાજમાં બંદૂક સંબંધિત ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.અમેરિકાના બંધારણમાં બીજો સુધારો હથિયાર રાખવાના કરવાના અધિકારની ખાતરી આપે છે. આ કારણે, લગભગ એક તૃતીયાંશ અમેરિકન પુષ્ઠ વયના લોકો કહે છે કે તેઓ વ્યક્તિગત રીતે બંદૂક ધરાવે છે. બંદૂકને કારણે થતા મૃત્યુના વધતા આંકડાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપ તિ જો બિડેને બંદૂક નીતિ કાયદાની દરખાસ્ત કરી છે. યુ રિસર્ચ સેન્ટર (Pew Research Center) ના સંશોધન મુજબ, દસમાંથી લગભગ ચાર અમેરિકન પુષ્ઠ વયના લોકો કહે છે કે તેઓ ઘરે બંદૂક રાખે છે. તેમાંથી ૩૨ ટકા લોકોનું કહેવું છે કે તેમની પાસે પર્સનલ ગન છે. અમેરિકામાં હિસ્પેનિક લોકો પાસે ૨૦ ટકા બંદૂકો, એશિયનો પાસે ૧૦ ટકા અને ગોરા લોકો પાસે ૩૮ ટકા બંદૂકો છે.

૩. અમેરિકામાં ફરીવાર આ સપ્તાહે શટડાઉનનું જોખમ

સંસદમાં સરકારના ટૂંકા ગાળાના ખર્ચ અંગેના બિલ અંગે મડાગાંઠ સર્જાઈ હોવાથી અમેરિકા આ સપ્તાહે શટડાઉનની અણી પર છે. સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓએ બિનજરૂરી કામગીરીને અટકાવી દેવા માટેની યોજનાઓ ઘડવાની શરૂ કરી દીધી છે. અમેરિકાની સરકારની આવશ્યક સિવાયની તમામ કામગીરી અટકી જશે. ખર્ચ બિલને મંજૂરી માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છે. આ પછી શટડાઉન ચાલુ થઈ શકે છે. સરકારના દરેક વિભાગ અને એજન્સી પાસે શટડાઉન માટે તેની પોતાની યોજનાઓ અને પ્રક્રિયાઓનો હશે. કેટલાં કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવશે, ક્યાં કર્મચારીઓ આવશ્યક સેવાઓ માટે જરૂરી છે, કામગીરીને અટકાવી દેવા માટે કેટલો સમય લાગશે તેની વિગતો તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારની કઈ કઈ કામગીરી અટકી જશે તેની પણ યોજના ઘડાઈ ગઈ છે. ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટે શુક્રવારે વરિષ્ઠ એજન્સી અધિકારીઓને શટડાઉન યોજનાઓને અપડેટ કરવા અને સમીક્ષા કરવાની યાદ અપાવી હતી. જો સંસદ ટૂંકા ગાળાના ખર્ચનું બિલ પસાર કરવામાં નિષ્ફળ જશે તો શટડાઉનથી તમામ અમેરિકનોને ભારે અસર થશે. હવાઈ મુસાફરીથી લઈને પીવાના સ્વચ્છ પાણી સુધીના ક્ષેત્રોમાં ભારે અસર થઈ શકે છે. સીએનએનના રીપોર્ટ મુજબ અમેરિકની સરકારમાં આશરે ૪૦ લાખ કર્મચારીઓ છે. આ કર્મચારીઓને તાકીદે અસર થશે. આવશ્યક કામદારો નોકરી પર રહેશે, પરંતુ બીજા તમામ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે. આ સમયગાળા માટે કર્મચારીઓને વેતન મળશે નહીં. તેનાથી ઘણા કર્મચારીઓને નાણાકીય સંકટમાં ફસાશે. અગાઉ ૨૦૧૮-૧૦માં વિક્રમજનક ૩૫ દિવસ સુધી સંસદમાં સરકારના ખર્ચ બિલને મંજૂરી મળી ન હતી.

૪. કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી ઠ થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી બીમારી કોરોના મહામારીની સરખામણીમાં ૨૦ ગણી વધુ મોટી બીમારી છે. WHO ના પ્રમુખ ડો. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું કે આ બીમારી એક્સ ગમે ત્યારે ત્રાટકી શકે છે અને આ મહામારીથી એવી આશંકા છે કે જેમાં લાખો લોકોના મોત થશે. આ ખુબ જ ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો ૨સી બનાવવા પર કામ કરી રહ્યા છે. WHO એ કહ્યું કે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં ૨૫ લાખ લોકોના મોત થયા હોવાનું અનુમાન છે. પરંતુ આ નવી બીમારી તેના કરતા વધુ ઘાતક છે અને તેના કારણે ૫ કરોડ લોકોના મોત થવાની આશંકા છે. ગ્લોબલ હેલ્થ એક્સપર્ટ્સ નવી બીમારી વિશે કહ્યું છે કે એવો ડર છે કે ડિસીઝ એક્સના કારણે સ્પેનિશ ફ્લૂ જેવી તબાહી ન આવી જાય. ૧૯૧૮-૨૦માં સ્પેનિશ ફ્લૂના કારણે દુનિયાભરમાં ૫ કરોડથી વધુ લોકોના મોત થયા હતા. યુકેના વેકસીન ટાસફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે કહ્યું કે આવી મહામારી લાખો લોકોના જીવ લઈ લે છે. ફર્સ્ટ વર્લ્ડ વોરમાં મૃતકોની સંખ્યાથી બમણા લોકો સ્પેનિશ ફ્લૂના કારણે સમય કરતા પહેલા મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે પહેલાની સરખામણીમાં આજે અનેક ગણા વધુ વાયરસ હાજર છે અને તેના વેરિએન્ટ્સ પણ ઝડપથી લોકોને સંક્રમિત કરે છે. જો કે બધા વેરિએન્ટ ઘાતક હોતા નથી પરંતુ તે મહામારી લાવી શકે છે. લગભગ ૨૫ વાયરસ ફેમિલીની ઓળખ કરી લેવાઈ છે અને વૈજ્ઞાનિકો જલદી રસી બનાવી લેશે. WHO એ કહ્યું કે લોકોએ નવી બીમારીથી બચવાની જરૂર છે. આ તમામ સંક્રામક રોગ છે અને આ મહામારીનું કારણ બનશે. તેમાં નવી બીમારી એક્સની સાથે જ ઈબોલા વાયરસ, મારબર્ગ, સીવિયર એકચૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, કોવિડ-૧૯, ઝીકા, મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ વગેરે સામેલ છે. તેમાંથી સૌથી વધુ ખતરનાક બીમારી એક્સને માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું કે કોરોના પહેલા પણ ડિસીઝ એક્સ હતો. જેને કોરોના નામ અપાયું હતું. આ શબ્દનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે જેવી આ બીમારી વિશે ખબર પડે કે તેને નામ આપી દેવામાં આવશે. આ એક પ્રકારનું પ્લેસહોલ્ડર છે. ચિકિત્સા વિજ્ઞાનમાં અજાણી બીમારી માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. હાલ આ બીમારીના આકાર-પ્રકાર વિશે વૈજ્ઞાનિકો પાસે સ્પષ્ટ જાણકારી નથી. તેનું નામ ડિસીઝ એસ એટલા માટે રાખવામાં આવ્યું છે કે જેથી કરીને આગામી વખતે કોઈ નવી બીમારી વિશે ખબર પડે તો તેનું નામ આની સાથે બદલી નાખવામાં આવશે.

૫. કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો ઃ સર્વે પરથી લગાયું અનુમાન

ભારત સાથે હાલમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે વધુ એક ખરાબ સમાચાર છે. એક નવા પોલમાં ખુલાસો થયો છે કે કેનેડાના મોટાભાગના લોકો તેમને વડાપ્રધાનપદ પર જોવા માગતા નથી. આમ કેનેડાના પીએમ ટ્રુડોની લોકપ્રિયતા ઘટી ગઇ છે. *ર્જજએ કરેલા સર્વેમાં જણાવાયું છે કે માત્ર ૩૧ ટકા જ કેનેડેનિયન તેમને તેમના નેતા તરીકે ઇચ્છે છે, જ્યારે ૪૦ ટકા લોકો કન્ઝર્વેટિવ હેવીવેઇટ પીએર પોઇલીવરને પીએમ તરીકે જોવા માગી રહ્યા છે. જોકે જાણવાની વાત એ છે કે વિવાદાસ્પદ નેતા જગમીત સિંઘ ૨૨ ટકા સમર્થન સાથે ત્રીજા સ્થળે છે. તેમની લોકપ્રિયતામાં ગત વર્ષના સપ્ટેમ્બરથી ચાર પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. Ipsosના સીઇઓ ડેરેલ બ્રિકરે જણાવ્યું હતું કે આ અંતર દર્શાવે છે કે જો આજે ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ્સની સરકાર બની શકે છે. જોકે આ સર્વે છતાં જસ્ટિન ટ્રુડોને હજુ પણ એવું જ છે કે તેઓ આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની આગેવાની સંભાળશે. જોકે ૬૦ ટકા કેનેડિયન માને છે કે તેમણે પાર્ટીની આગેવાની ન કરવી જોઇએ. ગત વર્ષે ડિસેમ્બરમાં આ આંકડો ૫૪ ટકા જ હતો. જોકે પોઇલીવેરની લોકપ્રિયતામાં આશ્ચર્યજનક વધારો થયો હતો. પોલમાં જણાવાયું છે કે પીઇલીવરને ૪૨ ટકા સમર્થન મળ્યું છે. તેની સામે ટુડોને માત્ર ૩૮ ટકા જ સમર્થન છે.

૬. કેનેડાના વડાપ્રધાનના આરોપ બાદ કેનેડાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, સાથે સુરક્ષાનો ડર

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જે રીતે ભારત પર શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ઼રની હત્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારથી આ પ્રકારનો હંગામો શરૂ થયો છે, જેના કારણે બંને પક્ષના લોકો તેનો શિકાર થવા લાગ્યા છે. ભારતે કેનેડિયનોને વિઝા આપવા પર પ્રતિબંધ મૂકચો છે. બીજી તરફ, કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ હવે આમ કરવાનું ટાળી રહ્યા છે. તેનું કારણ બંને દેશો વચ્ચે સર્જાયેલો તણાવ છે. યુક્રેનના હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં પરત ફરવું પડ્યું હતું. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના થાણે જિલ્લાની રહેવાસી અમૃતા ધામણકરે કહ્યું, છેલ્લા અઠવાડિયે અમે જે અહેવાલો જોયા છે તે ચિંતાજનક છે. અમે બાળકોના શિક્ષણ માટે સ્થિર સ્થિતિ ઈચ્છીએ છીએ, જે હાલમાં કેનેડામાં દેખાતી નથી. તેણે કહ્યું, ‘અમે નક્કી કર્યું છે કે તેણી એમબીબીએસ પૂર્ણ કરવા માટે જ્યોર્જિયા જશે. યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે જે થયું તે અમારી પુત્રી સાથે થાય તેવું અમે ઈચ્છતા નથી. સંસ્કૃતી એવા વિદ્યાર્થીઓમાં સામેલ છે જેઓ કેનેડા જવા માંગતા નથી. વિદેશમાં ભણવામાં મદદ કરતી કન્સલ્ટન્ટ કંપની વિન્ગ્રો એજ્ડનેસ્ટના ડાયરેક્ટર હરીશ મિશ્રાએ જણાવ્યું હતું કે અમારી પાસે આવા ૪૫ વિદ્યાર્થીઓ આવ્યા હતા જેઓ કેનેડા ભણવા જવા માંગતા હતા, પરંતુ હવે તેઓએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. તેણે કહ્યું, ‘મારી પાસે કેનેડા માટે ૪૫ એડમિશન અરજીઓ હતી. આ તમામે કહ્યું છે કે તેઓ હવે કેનેડા જવા માંગતા નથી તેથી તેમને રિફંડ આપવામાં આવે. માતા-પિતામાં તેમના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા છે. હરીશે જણાવ્યું કે કેનેડામાં તેનો સાથી જે આ વિદ્યાર્થીઓને મદદ કરવાનો હતો તેણે પણ તેનું કામ બંધ કરી દીધું છે. આવા સંજોગોમાં એવું લાગે છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી કોઈ કેનેડા ભણવા જવા ઈચ્છશે નહીં.

૭. સામનામાં સંજય રાઉતનો પીએમ પર કટાક્ષ, નવા સંસદ ભવન વિશે પોતાનો અનુભવ શેર કર્યો

શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નવી સંસદ ભવન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એક આર્ટિકલ દ્વારા તેમણે કહ્યું, “ઐતિહાસિક સંસદ ભવનને તાળું મારી દેવામાં આવ્યું છે પરંતુ શું નવી ઇમારતમાં ઈતિહાસ રચાશે? આવા પ્રકારના મહાન વ્યક્તિત્વો આજે કાં છે?’’ તેમણે કહ્યું, “દિલ્હીમાં જૂની સંસદની ઇમારત ગર્વથી ઉભી છે અને ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ સુધી આ બિલ્ડિંગને કંઈ થયું નથી, પરંતુ વડાપ્રધાન મોદીએ તેમના મગજમાં આવીને આ ઐતિહાસિક ઈમારતને તાળું મારી દીધું.’’ નવા સંસદ ભવન વિશે પોતાનો અનુભવ શેર કરતાં તેમણે કહ્યું, “જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં એક મૂંઝવણ હતી. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા માટે એક જ દરવાજો છે. પીએમ મોદી પર પ્રહાર કરતા સંજય રાઉતે વધુમાં કહ્યું કે, “જૂનું સંસદ ભવન સારી રીતે જાળવવામાં આવે છે પરંતુ તેઓએ આગળ એક પ્લેટફોર્મ ઉભું કર્યું છે અને સરકારી તિજોરીમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. સંસદ ભવન એક પ્રેરણાદાયી અને અદભૂત ઈમારત છે. આવી ઇમારતો જર્જરિત નથી. તેમને નકામું જાહેર કરવું એ ભારત માતાને વૃ દ્ધ ગણાવીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જેવું છે. તેમણે વધુમાં કહ્યું, “દિલ્હી સરકાર અંધશ્રદ્ધા અને અંધભક્તોના ચક્કરમાં ફરે છે. દેશ ચલાવનારાઓના મનમાં અંધશ્રદ્ધા, ગ્રહો અને કુંડળીઓનો પ્રભાવ છે. વર્તમાન સંસદ ભવન ૧૦ વર્ષ પછી તમારા માટે શુભ રહેશે નહીં. જો ૧૦ વર્ષ પછી પણ અહીં કોઈ ન રહે તો નવી સંસદ ભવનનું નિર્માણ કરાવો. જ્યોતિષની આવી સલાહ બાદ નવી સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શિવસેના સાંસદે કહ્યું, “જ્યોતિષીઓએ પણ સલાહ આપી હતી કે નવી ઇમારત ગોમુખી હોવી જોઈએ. તે મુજબ નવી ઇમારત બનાવવામાં આવી હતી. એક તરફ આપણા વૈજ્ઞાનિકો ચંદ્ર પર પહોંચી ગયા અને એ જ દેશના નેતાઓ સત્તા ગુમાવવાના ડરથી સંસદનું નવું ભવન બાંધે છે. દિલ્હીમાં જ્યોતિષીઓ અને કાકીઓ અને કાકાઓ રાજ કરે છે.

૮. લિવ ઈન કાનૂની રીતે માન્ય નથી તેમ ગુનો પણ નથી : દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશીપને લઈને એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. એક કેસની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે લિવ-ઈન-રિલેશનશિપને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી નથી, તેમ છતાં તે ગુનો ગણાતો નથી અને તેથી અદાલતો આવા સંબંધોમાં પુષ્ઠ વયના લોકોની સંમતિ પર તેમના નૈતિક ચુકાદાઓ ન થોપી શકે. જસ્ટિસ સ્વરાના કાંતા શર્માની સિંગલ-જજની બેંચે કહ્યું કે પુષ્ઠ વયના લોકોને આ પ્રકારની પસંદગી કરવાની સ્વતંત્રતા છે સિવાય કે તેઓ કોઈ પણ હાલના કાયદાઓનું ઉલ્લંઘન ન કરે. જસ્ટિસ સ્વરાના શું કહ્યું?... તે વિષે જણાવીએ, જસ્ટિસ સ્વરાના કાંતાએ કહ્યું કે બે સંમતિથી પરિણીત પુષ્ઠ વયના લોકો, જેમણે અલગ અલગ પાર્ટનર સાથે લગ્ન કર્યાં હોય તેમની વચ્ચેનો લિવ ઈન રિલેશન ગુનો ગણાતો નથી અને આ માટે કોઈ કાયદો નથી. તેથી કોર્ટનું માનવું એવું છે કે કપલનો તેમની પસંદગીનું જીવન જીવવાનો અધિકાર છે. પરંતુ તે જ સમયે, તે તેમના ભાગીદારો તરફથી આમંત્રિત કરેલા પ્રત્યાઘાત અને તેમના લગ્ન પરની તેની અસર વિશે સભાન રહેવું જોઈએ. તેમણે કહ્યું કે કાયદાની અદાલતો પુષ્ઠ વયની વ્યક્તિઓ પર નૈતિકતાની તેમની પોતાની સમજ લાદી શકે નહીં અને જો આવી પસંદગીઓ ગેરકાયદેસર ન હોય અથવા કાયદાના વર્તમાન માળખા હેઠળ ગુનો ન હોય તો પુષ્ઠ વયની પસંદગીઓ મુક્ત કરી શકે છે. કોર્ટે આનું શું તારણ કાઢ્યું... તે વિષે જણાવીએ, અદાલતે કહ્યું હતું કે જ્યારે કથિત નૈતિકતાના આધારે તેમની સામે કાયદો ઘડવામાં આવ્યો ન હોય ત્યારે કૃત્યોને ગુનાહિત તરીકે લેબલ કરવું જોખમી રહેશે. લિવ-ઈન-રિલેશનશિપમાં સામાન્ય રીતે ઔપચારિક લગ્ન વિના ઘરેલુ વ્યવસ્થામાં સાથે રહેતી બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે, અને ભારતીય કાયદા હેઠળ, તેને ચોક્કસ કાનૂની માન્યતાનો અભાવ છે કારણ કે તે અવ્યાખ્યાયિત રહે છે. કોર્ટે તારણ કાઢયું હતું કે, મહિલાએ તેમના કરાર મુજબ શરૂઆતમાં તેને અપરિણીત માનીને તે પુરુષ સાથે સ્વેચ્છાએ લિવ-ઇન-રિલેશનશિપમાં પ્રવેશ કર્યો હતો. બંને પક્ષોના વૈવાહિક દરજ્જાથી વાકેફ હોવા છતાં, તેમણે આ સંબંધ ચાલુ રાખવાનું પસંદ કર્યું, જે છૂટાછેડા વિના લગ્નમાં કાનૂની અવરોધો હોવા છતાં સંબંધ જાળવવાની તેમની સંમતિનો સંકેત આપે છે. શું હતો કેસ... તે વિષે જણાવીએ, એક શખ્સ તેની સામે બળાત્કાર, ગુનાહિત ધાકધમકી અને એક મહિલાનો લાભંગ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, આ વ્યક્તિએ લગ્નના ખોટા બહાના હેઠળ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, શરૂઆતમાં તેણે પોતાની જાતને અપરિણીત ગણાવી હતી પાછળથી, જ્યારે તેણીને ખબર પડી કે તે પહેલેથી જ પ રિણીત છે, ત્યારે તેણે તેણીને ખાતરી આપી કે તે છૂટાછેડા લેશે અને તેની સાથે લગ્ન કરશે. પુરુષે દાવો કર્યો હતો કે મહિલાએ “લિવ-ઇન-રિલેશનશિપ એગ્રીમેન્ટ’” બનાવ્યો હતો અને તેના પર તેની બનાવટી સહી કરી હતી. આ કેસનું એક નિર્ણાયક પાસું ફરિયાદીની વૈવાહિક સ્થિતિ છે; તેણીએ તેના અગાઉના જીવનસાથીથી કાયદેસર છૂટાછેડા લીધા ન હતા. આ જોતાં, તે સ્પષ્ટ થઈ જાય છે કે અરજદાર તેની સાથે કાનૂની લગ્ન કરી શક્યો ન હોત. પરિણામે, અરજદાર પાસેથી લગ્નના વચનની કલ્પનાને સ્વીકારવા માટે ફરિયાદી માટે કોઈ માન્ય આધાર નથી, કારણ કે તેણી, તેના હાલના લગ્નના આધારે, હાલના અરજદાર સાથે લગ્ન કરવા માટે અયોગ્ય છે.

૯. કોલકત્તા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો, પત્નીના નામે હોય તે પ્રોપર્ટી પત્ની પતિની મંજૂરી વગર વેચી શકે

કલકત્તા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતા કહ્યું કે પતી, પોતાની પતિની મંજૂરી વગર કોઈ પ્રોપર્ટી વેચી શકે છે, બસ તે સંપત્તિ તેના નામે હોય. હાઈકોર્ટની ડિવીઝન બેંચે ટ્રાયલ કોર્ટના આદેશને પણ નકારી દીધો. કોલકત્તા હાઈકોર્ટના હાઈકોર્ટમાં જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ પ્રસેનજીત બિશ્વાસની બેંચે એક મહિલાની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે પત્નીને પતિની સંપત્તિની જેમ ટ્રીટ ન કરી શકાય. ના તેની પાસે તે આશા કરી શકાય કે પોતાની જિંદગીના દરેક નિર્ણય પતિની મંજૂરીથી લેશે. હાઈકોર્ટે શું કહ્યું? કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેંચે કહ્યું, ‘એવું લાગે છે કે બંને (પતિ અને પતી) શિક્ષિત અને બુદ્ધિશાળી વ્યક્તિઓ છે. આવી સ્થિતિમાં, જો પતી તેના પતિની સંમતિ લીધા વિના તેના નામે રહેલી મિલકત વેચવાનું નક્કી કરે છે, તો તે ક્રૂરતાના દાયરામાં આવતી નથી. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરી અને કહ્યું કે આપણે લિંગ અસમાનતાની આપણી માનસિકતા બદલવી પડશે. વર્તમાન સમાજ કોઈ પણ સંજોગોમાં સ્ત્રીઓ પર પુરુષોનું વર્ચસ્વ સ્વીકારતો નથી. આનું પ્રતિબિંબ બંધારણમાં પણ જોવા મળતું નથી. ઉચ્ચ ન્યાયાલયે આગળ કહ્યું- જો પતિ, પ ોતાની પતીની સહમતિ કે તેનો મત લીધા વગર કોઈ પ્રોપર્ટી વેચી શકે છે તો પત્ની પણ આવી સંપત્તિ, જે તેના નામ પર છે, પતિની મંજૂરી વગર વેચી શકે છે. ટ્રાયલ કોર્ટના નિર્ણય વિશે શું કહ્યું? કોલકત્તા હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિને જોતા ટ્રાયલ કોર્ટનો નિર્ણય સ્વીકાર્ય કે તાર્કિક નથી. ટ્રાયલ કોર્ટે ૨૦૧૪ માં કહ્યું હતું કે વિવાદિત મિલકત માટે ચૂકવણી પતિ દ્વારા કરવામાં આવી હતી કારણ કે તે સમયે પત્ની પાસે આવકનો કોઈ સ્રોત નહોતો. હાઈકોર્ટે કહ્યું, “જો આ (ટ્રાયલ કોર્ટના તર્ક)ને સાચો સ્વીકારવામાં આવે તો પણ મિલકત પત્રીના નામે જ છે...’ ટ્રાયલ કોર્ટનું હુકમ રદ્દઃ ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ અને હુકમ જાળવવા યોગ્ય નથી. કોર્ટે છૂટાછેડાના હુકમને રદ કર્યો. તમને જણાવી દઈએ કે ટ્રાયલ કોર્ટે ક્રૂરતાને જમીન માનીને છૂટાછેડાના કેસમાં પતિની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય સામે મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

૧૦.રાજકારણને લઇ જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્રનું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મહાઆર્યમન સિંધિયાએ જણાવ્યું છે કે, હાલમાં તેની રાજનીતિમાં આવવાની કોઈ યોજના નથી. મધ્યપ્રદેશના ગ્વાલિયરના શાહી પરિવારના ૨૭ વર્ષીય સંતાને કહ્યું કે, તે રાજકારણને બદલે ક્રિકેટ લીગ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ કહ્યું કે, રાજકારણ એ સમાજમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે, પરંતુ હાલમાં મારી રાજનીતિમાં આવવાની કોઈ યોજના નથી. મહાઆર્યમને કહ્યું કે, મહાત્મા ગાંધીએ એકલા હાથે દક્ષિણ આફ્રિકા અને ભારતમાં બિનરાજકીય ક્રાંતિની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, માત્ર એક વ્યક્તિ પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને આ માટે તેણે રાજકારણમાં આવવાની જરૂર નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી મહાઆર્યમન સિંધિયાએ શું કહ્યું?. તે વિષે જણાવીએ, આ દરમિયાન જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે, તેના પિતાના સમર્થકોને આશા છે કે, એક દિવસ તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે ત્યારે મહાઆર્યમન સિંધિયાએ કહ્યું કે, આશા રાખવી એ દરેકનો અધિકાર છે, પરંતુ હું અત્યારે આ વિષય પર ચર્ચા કરવાનું પસંદ નહીં કરું. અમે ફક્ત આ સમયે અમારું કામ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર અને ગ્વાલિયર ડિવિઝન ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના સભ્ય મહાઆર્યમન સિંધિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગ્રામીણ વિસ્તારોમાં રમત પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ લીગ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.


Share :

Leave a Comments