નેશનલ ન્યૂઝ, 24 ઓગસ્ટ ૨૦૨૩

MailVadodara.com - National-News-26-August-2023

  • ૧. તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં આગ લાગી, ૧૨ લોકો બળીને ભળથુ બની ગયા
  • ૨. PM મોદી ઈસરો કમાન્ડર સેન્ટર પહોંચ્યા, ચંદ્રયાન-૩ની ટીમને મળી અભિનંદન પાઠવ્યા
  • ૩. ઈસરો મુખ્યાલયમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકો સાથે વાત કરતા ભાવુક થયા
  • ૪. ભારતમાં ૨૩ ઓગસ્ટને 'National Space Day’ તરીકે ઉજવવાશે, વડાપ્રધાને કરી જાહેરાત
  • ૫. ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ બાદ ચીની અખબાર કાઢી રહ્યું છે ખામી
  • ૬. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ-ઈન્દોરના લોકોને મેટ્રોની ભેટ આપી
  • ૭.મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત, ૮૦ ઘાયલ
  • ૮. કોરોના પર આ અહેવાલે ચીનનું રહસ્ય ખોલ્યું : ૨ મહિનામાં ૨૦ લાખ લોકોના મોત
  • ૯. પાકિસ્તાને ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગને મોટી સિદ્ધિ ગણાવી
  • ૧૦. તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યાને ૨ વર્ષ પૂર્ણ થઈ ગયા
  • ૧૧. બરમુડા ટ્રાય એંગલનું રહસ્ય ઉકેલાયું, અત્યાર સુધી ૫૦ જહાજ અને ૨૦ વિમાન થઈ ચૂક્યા ગુમ
  • ૧૨. ભારતની વિદેશી સંપત્તિમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો, કુલ ૬૦,૦૦૦ કરોડનો ફટકો પડ્યો
  • ૧૩. દિલ્હીમાં G-20 માટે મહેમાનોના સ્વાગતને લઇ દિલ્હીના ખૂણે ખૂણે મજબૂત સુરક્ષા વ્યવસ્થા

(સમાચારની વિસ્ત્રુત માહિતી નીચે છે)


૧. તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં આગ લાગી, ૧૨ લોકો બળીને ભળથુ 

વહેલી સવારે તિરુપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના મદુરાઈ રેલવે સ્ટેશન પર બની હતી. તાજેતરની માહિતી અનુસાર, પેન્ટ્રી કોચમાં ૮ લોકો જીવતા સળગી ગયા છે. જ્યારે ૨ લોકો ઘાયલ થયા હતા. જો કે હવે તે ૨ લોકો સહિત ૧૦ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. આ આગ દુર્ઘટનાનું કારણ રેલવે અધિકારી જાહેર કરશે. હજુ પણ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે, આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે, મળતી માહિતી મુજબ જેમાં મૃત્યુ પામનાર બધા લોકો ઉત્તરપ્રદેશના હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે. તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જઈ રહેલી આ સ્પેશિયલ ટ્રેનમાં અચાનક આગની ઘટના બની હતી. આગે જોત-જોતામાં વિકરાળ રુપ ધારણ કરતા પેન્ટ્રી કોચમાં લાગેલી આગની ઝપેટમાં આવી ગયો હતો જેમાં બેઠેલા ૧૦ લોકોના મોત થયા છે તેમજ ૨ લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી હતી જેઓના પણ મોત થયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના મોડી રાતે મદુરે રેલવે સ્ટેશન પર બની હતી.

૨. PM મોદી ઈસરો કમાન્ડર સેન્ટર પહોંચ્યા, ચંદ્રયાન-૩ની ટીમને મળી અભિનંદન પાઠવ્યા

બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા હતા. પીએમ મોદી ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતા અને ચંદ્રયાન ૩ મિશનના વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન તેમણે ચંદ્રયાન-૩ની સફળતા પર ઈસરોના ચીફ એસ સોમનાથ સહિત તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના વડાએ પીએમ મોદીને ચંદ્ર મિશન વિશે માહિતી આપી હતી. બેંગલુરુમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે ચંદ્રયાન-૩ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે નારા આપ્યા- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. ભાષણ બાદ પીએમ મોદીએ નાનો રોડ શો પણ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે તમારી વચ્ચે આવીને હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું. આવું સુખ ભાગ્યે જ જોવા મળે છે. શરીર અને મન પ્રસન્નતાથી ભરેલા છે. તેમણે કહ્યું કે તેમના મનમાં ઈસરો કમાન્ડ સેન્ટર આવવાની આતુરતા હતી. હું ભારત આવ્યો કે તરત જ હું તમને મળવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગતો હતો. બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકો સાથે વાત કરતા ભાવુક થયા હતા અને વૈજ્ઞાનિકોને કહ્યું હતું કર, ‘તમારા ધૈર્ય, પરિશ્રમ અને લગનને સલામ’ છે. ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન ૩ જ્યાં ઉતર્યું તે બિંદુ હવે શિવ શક્તિ તરીકે ઓળખાશે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે.

૩. ઈસરો મુખ્યાલયમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકો સાથે વાત કરતા ભાવુક થયા

ઈસરો મુખ્યાલયમાં સંબોધન કરતા સમયે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. અમે તે કર્યું જે પહેલા કોઈ કરી શક્યું ન હતું. આજનો ભારત નિર્ભય અને લડાયક છે. જ્યારે ટચ ડાઉનની પુષ્ટિ થઈ, ત્યારે દેશના લોકો કૂદવા લાગ્યા. દરેક ભારતીય અનુભવી રહ્યો છે કે આ સફળતા તેની પોતાની છે. આજે પણ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. આજે હું તમારા લોકોની જેટલી પ્રશંસા અને પ્રશંસા કરી શકું તેટલી ઓછી છે. પીએમ મોદીએ કહ્યું કે તમે દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે કોઈ સામાન્ય સફળતા નથી. આ અનંત અવકાશમાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો શંખ છે. આજે હું એ જાહેરાત કરવા માંગુ છું કે જે જગ્યાએ ચંદ્રયાન-૩નું મૂન લેન્ડર લેન્ડ થશે, તે જગ્યા ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે. આટલું જ નહીં, પ ીએમ મોદીએ કહ્યું કે જ્યાં પણ ચંદ્રયાનનું પ્રતીક હશે, તે પોઈન્ટ હવે ‘તિરંગા પોઈન્ટ' કહેવાશે. આ સિવાય પીએમે કહ્યું કે દેશ હવે ૨૩ ઓગસ્ટને ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે તમારી વચ્ચે આવીને હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું. આવું સુખ ભાગ્યે જ જોવા મળે છે. શરીર અને મન પ્રસન્નતાથી ભરેલા છે. તેમણે કહ્યું કે તેમના મનમાં ઈસરો કમાન્ડ સેન્ટર આવવાની આતુરતા હતી. હું ભારત આવ્યો કે તરત જ હું તમને મળવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગતો હતો.

૪. ભારતમાં ૨૩ ઓગસ્ટને 'National Space Day’ તરીકે ઉજવવાશે, વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ઈસરો સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઈસરોના ચીફ એસ. સોમનાથ સહિત અન્ય તમામ વૈજ્ઞાનિકોને મળ્યા અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા. વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન જ્યાં લેન્ડ થયું તે બિંદુ હવે ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે. પીએમએ કહ્યું કે, જ્યાં પણ ચંદ્રયાન ૨ નું પ્રતીક હશે, તે બિંદુને ‘ત્રિરંગા બિંદુ’ કહેવામાં આવશે. આપણને શીખવશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી. પીએમએ કહ્યું કે ૨૩ ઓગસ્ટનો દિવસ હવેથી ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવામાં આવશે. પીએમ મોદીએ મૂન મિશનમાં મહિલાઓના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, સ્ત્રી શક્તિ સમગ્ર બ્રહ્માંડની રચનાથી પ્રલય સુધીનો આધાર છે. ઋષિ-મુનિઓના સમયનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે અવકાશ વિજ્ઞાનના તમામ ગુણો અને રહસ્યો ઘણા સમય પહેલા મળી આવ્યા હતા. આજે આખી દુનિયાએ ભારતની વૈજ્ઞાનિક શક્તિ, આપણી ટેકનોલોજી અને આપણા વૈજ્ઞાનિક સ્વભાવને લોહાના રૂપમાં સ્વીકારી લીધું છે. પીએનએ કહ્યું કે ચંદ્રયાન-૩ની સફળતા સામાન્ય સફળતા નથી. આપણા ચંદ્ર મિશનની સફળતા વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. ચંદ્રયાન-૩ની સફળતા પર પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત એવી જગ્યા પર પહોંચી ગયું છે જ્યાં કોઈ પહોંચી શકયું નથી. ISRO સ્પેસ સેન્ટર પહોંચતા પહેલા, PM એ બેંગલુરુના લોકોને સંબોધિત કર્યા, જ્યાં તેમણે જય વિજ્ઞાન, જય અનુસંધાનના નારા લગાવ્યા.

૫. ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ બાદ ચીની અખબાર કાઢી રહ્યું છે ખામી

ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશોની હરોળમાં જોડાઈ ગયું છે. બુધવારે, ભારતના ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતર્યા કે તરત જ વિશ્વભરના અખબારોએ તેને પ્રાધાન્યતા પર પ્રકાશિત કરી અને ભારતના પ્રમાણમાં સસ્તા અવકાશ કાર્યક્રમને લોખંડી ગણાવ્યો. પરંતુ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર ગણાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ સમાચાર લાંબા સમય પછી ૨૪ ઓગસ્ટે મોડી સાંજે પ્રકાશિત કર્યા અને ત્યારબાદ ભારતના અંતરિક્ષ કાર્યક્રમની ચીન સાથે તુલના કરી અને તેની ખામીઓ નીકાળી છે.

ગ્લોબલ ટાઈમ્સે ચીનની ટેક્નોલોજીની ભારત સાથે સરખામણી કરતા કહ્યું કે ચીન વિવિધ પાસાઓમાં ભારત કરતા વધુ આગળ છે. પેપરમાં બેઈજિંગ સ્થિત વરિષ્ઠ અવકાશ નિષ્ણાત પેંગ ઝિહાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ૨૦૧૦માં ચાંગે E-2ના પ્રક્ષેપણથી, ચીન ઓર્બિટર અને લેન્ડરને સીધા પૃથ્વી-ચંદ્ર ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલવામાં સક્ષમ છે. ભારત પાસે આ ટેક્નોલોજી નથી કારણ કે તેના લોન્ચ વાહનોની ક્ષમતા મર્યાદિત છે. ચીનની ટેકનોલોજી અદ્યતન છે જેના કારણે સમય અને ઈંધણની બચત થાય છે. ચીન જે ઈંધણ વાપરે છે તે ઘણું એડવાન્સ છે.

ચીનના અખબારે ભારતને હલકી કક્ષાનું ચિત્રિત કરવાનો પ્રયાસ કરતાં એક નિષ્ણાતને ટાંકીને કહ્યું કે, ‘ચીનનું રોવર વિશાળ છે, તેનું વજન ૧૪૦ કિલો છે, જ્યારે ભારતના રોવર પ્રજ્ઞાનનું વજન માત્ર ૨૬ કિલો છે. ભારતનું પ્રજ્ઞાન ચંદ્રની રાત્રિનો સામનો કરી શકતું નથી અને ચંદ્ર પર માત્ર એક દિવસનું જીવનકાળ ધરાવે છે (એક ચંદ્ર દિવસ ૧૪ પૃથ્વી દિવસ બરાબર છે.) તેનાથી વિપરીત, ચીનનું ૐ-૨ રોવર ચંદ્રની સપાટી પર લાંબા સમય સુધી કામ કરવાનો રેકોર્ડ ધરાવે છે કારણ કે તે પરમાણુ શક્તિથી સજ્જ છે, જેથી તે લાંબા સમય સુધી કામ કરી શકે. આ સાથે ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે ભારત અને ચીનને BRICS અને SCO મિકેનિઝમની અંદર અવકાશના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂર છે. ચીનના અખબારે તેના લેખના અંતમાં લખ્યું છે કે ચીનના અવકાશ કાર્યક્રમ સાથે મળીને કામ કરવા ઈચ્છુક કોઈપણ દેશ માટે ચીન તેમનુ દિલ ખોલીને સ્વાગત કરતુ રહ્યુ છે, પરંતુ ભારત સાથે અવકાશ કાર્યક્રમમાં સહયોગના માર્ગમાં ભૌગોલિક રાજકીય અવરોધો છે.

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ વિશ્વભરના અખબારો દ્વારા મુખ્ય રીતે આવરી લેવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયા, અમેરિકા, બ્રિટન, પાકિસ્તાન વગેરે દેશોના અખબારોમાં ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગના અહેવાલો આવ્યા હતા. બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને લખ્યું છે કે ઐતિહાસિક ક્ષણમાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક તેનું અવકાશયાન લેન્ડ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ સફળતા પર ભારતમાં ખુશીનો માહોલ છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું ચંદ્રયાન-૩ આખરે ચંદ્ર પર ઉતર્યું છે. સ્પેસટેક ફર્મ સાથે સંકળાયેલ નિષ્ણાત કાર્લા ફિલોટિકોને ટાંકીને જિયો ન્યૂઝે લખ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ભારત ચંદ્ર પર બર્ફીલા પાણીની શોધ કરી શકે છે, જે ચંદ્ર સંબંધિત શોધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચાઈનીઝ ગ્લોબલ ટાઈમ્સે ચંદ્રયાન-૨ની નિષ્ફળતા પર શું કહ્યું?.. જે જણાવીએ, વર્ષ ૨૦૧૯ માં, જ્યારે ભારતનું બીજું ખાણ મિશન ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરતા પહેલા ક્રેશ થયું હતું, ત્યારે ચીનના એક અખબારે એક અહેવાલમાં લખ્યું હતું કે જ્યારે ભારત આવા ચંદ્ર ઉતરાણની નજીક છે, ત્યારે તેની પાસે થોડી ધીરજ રાખવાની જરૂર છે. અખબારે ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ના એક અહેવાલમાં લખ્યું છે કે, ‘ભારતના ચંદ્રયાન-૨નું લેન્ડર ચંદ્રની સપાટીથી માત્ર ૨.૧ કિલોમીટર દૂર હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ૩૮૦,૦૦૦ કિલોમીટરની તુલનામાં, આ અંતર માત્ર એક પગલું હતું. ભારતના મૂન મિશનની આ નિષ્ફળતા અફસોસની વાત છે. માત્ર એક પગલું અને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરનાર પ્રથમ દેશ અને યુએસ, રશિયા અને ચીન પછી ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બની શક્યું હોત.

૬. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલ-ઈન્દોરના લોકોને મેટ્રોની ભેટ આપી

મધ્યપ્રદેશના લોકોને ટૂંક સમયમાં રાજધાની દિલ્હી જેવી મેટ્રોની ભેટ મળવા જઈ રહી છે. ભોપાલ અને ઈન્દોરમાં મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં અહીં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન થવાનું છે. તે પહેલા આજે શનિવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મેટ્રો મોડલ કોચનું અનાવરણ કરવા પહોંચ્યા હતા. સ્માર્ટ સિટી પાર્ક ખાતે મેટ્રો મોડલ કોચના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાદમાં સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ભોપાલ-ઈન્દોરમાં ઓરેન્જ લાઈન અને બ્લુ લાઈન બનાવવામાં આવી રહી છે. ભોપાલ-ઈન્દોર મેટ્રો પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે. માહિતી અનુસાર, ભોપાલ મેટ્રો લાઇનની લંબાઈ ૩૧ કિલોમીટર છે અને તેની કિંમત ૭૦૦૦ કરોડ છે, જ્યારે ઈન્દોર મેટ્રો લાઇનની લંબાઈ પણ ૩૧ કિલોમીટર છે અને તેનો ખર્ચ ૭૫૦૦ કરોડ છે.

ભોપાલ અને ઈન્દોર મેટ્રોની વિશેષતાઓ.. જે જણાવીએ, ઓટોમેટિક દરવાજો, સ્ટાર્ટ-સ્ટોપ અને ઇમરજન્સી હેન્ડલિંગ, સાયબર એટેક અને હેકિંગથી સુરક્ષિત, કોચમાં ૫૦ મુસાફરોની બેઠક ક્ષમતા અને ૩૦૦ ઉભા રહી શકે તેવી વ્યવસ્થા, દર બે મિનિટે આવવા-જવાની ફિક્વન્સી, બ્રેક્સ સાથે એનર્જી રિ-જનરેશન ટેક્નોલોજી દ્વારા ઊર્જાની બચત, જર્મ કંટ્રોલ અને એર ફિલ્ટરેશનની ટેક્નોલોજી કોચમાં હશે, હવા હંમેશા સ્વચ્છ રહેશે, કોચમાં સીસીટીવી લગાવવામાં આવશે, એઆઈ ટેક્નોલોજીથી ઓપરેટ થશે, ઑટોમેટિક ઑબ્જેક્ટ ઓળખ (કેમેરો ચહેરાને ઓળખશે), સ્વચાલિત અને સ્માર્ટ લાઇટિંગ કંટ્રોલ સિસ્ટમ, હાઇલેવલ પેસેન્જર સેફ્ટી (HL3 Stansard), દિવ્યાંગો માટે ખાસ વ્હીલ ચેર અને બેસવાની યોગ્ય જગ્યા હશે અને કોચ મેન્ટેનન્સ માટે ૧૫ વર્ષની સર્વિસ ગેરંટી જેવી વિશેષતાઓ સામે કરાઈ છે.

ભોપાલ અને ઈન્દોર મેટ્રોની અન્ય વિશેષતાઓ.. જે જણાવીએ, ટ્રેક્શન અને પાવર સપ્લાય, શહેરની સુંદરતા જાળવવા માટે વાયર મેશ ફી વિશ્વસનીય ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ 750V DC ત્રીજી રેલ, MPમાં પ્રથમ વખત 132 KV પાવર સપ્લાય અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે, મોટરાઇઝ્ડ શોર્ટ સર્કિટ ઉપકરણ, ઈમરજન્સી પેસેન્જર ઈવેલ્યુએશન માટે ત્રીજી રેલ પાવરની ઓટોમેટિક સ્વિચ, છત પર સોલાર પેનલ, સ્ટેશન પર ખાસ વ્યવસ્થા, ઊર્જા બચત માટે સ્વચાલિત પ્રકાશ નિયંત્રણ સાથે સ્માર્ટ લાઇટિંગ, મુસાફરોની સલામતી માટે ફાયર ફાઈટિંગ સિસ્ટમની જોગવાઈ, મુસાફરોની સુરક્ષા માટે સ્ટેશન પ્લેટફોર્મ પર ઇમરજન્સી પાવર સ્વીચ ઓફ સિસ્ટમ, ઊર્જા કાર્યક્ષમ એર કન્ડીશનીંગ, ઈફ ચાર્જિંગથી સજ્જ સ્ટેશનો સાથે ટુ-વ્હીલર પાર્કિંગ. જેવી વિશેષતાઓ સામેલ કરવામાંઆવી છે.

ઇન્દોર મેટ્રો રેલ પ્રોજેક્ટ વિશે અન્ય માહિતી.. જે જણાવીએ, ઇન્દોર મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ઇન્દોર શહેરમાં યલો લાઇન બનાવવામાં આવી રહી છે, આ લાઇનમાં ૮.૭ કિલોમીટરનો ભૂગર્ભ ભાગ પણ છે અને યલો લાઇનમાં ૨૧ એલિવેટેડ સ્ટેશન છે. જેમાં ગાંધી નગર, સુપર કોરિડોર-૬,૫,૪,૩,૨,૧, ભવર કુઆ સ્ક્વેર, MR-10, ISBT, ચંદ્રગુપ્ત સ્ક્વેર, હીરા નગર, બાપટ સ્ક્વેર, મેઘદૂત ગાર્ડન, વિજય નગર સ્ક્વેર, માલવિયા નગર સ્ક્વેર, શહીદ બાગ, ખજરાના, બંગાળી સ્કવેર, પત્રકાર કોલોની અને પલાસિયા. હવે જો આ સાત અંડરગ્રાઉન્ડ સ્ટેશન ની વિગતો જણાવીએ તો, ઈન્દોર રેલ્વે સ્ટેશન, રજવાડા, છોટા ગણપતિ, બડા ગણપતિ, રામચંદ્ર નગર, કલાની નગર અને એરપોર્ટ,

ભોપાલ મેટ્રો રેલ પ્રોજેક્ટ વિશે અન્ય માહિતી જે જણાવીએ, ભોપાલ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ભોપાલ શહેરમાં બે લાઇન ઓરેન્જ લાઇન અને બ્લુ લાઇન બનાવવામાં આવી રહી છે. એઈમ્સથી કરોંદ ઈન્ટરસેક્શન સુધીના બાંધકામ હેઠળની ઓરેન્જ લાઈનની કુલ લંબાઈ ૧૬.૭૪ કિમી છે. અને તેનો ૩.૩૯ કિમીનો ભૂગર્ભ ભાગ છે. ઓરેન્જ લાઇનમાં બે અંડરગ્રાઉન્ડ સ્ટેશન (ભોપાલ સ્ટેશન, નાદરા બસ સ્ટેન્ડ) અને ૧૪ એલિવેટેડ સ્ટેશન છે. એઈમ્સ, અલકાપુરી, ડીઆરએમ ઓફિસ, રાણી કમલાપતિ, એમપી નગર, બોર્ડ ઓફિસ, કેન્દ્રીય વિદ્યાલય, સુભાષ નગર, પુલ બોગડા, આઈશબાગ, સિંધી કોલોની, ડીઆઈજી બંગલો, કૃષિ ઉપજ મંડી અને કરોદ ચૌરાહા. રતાગિરી તિરાહેથી ભડભડા સ્ક્વેર સુધીની મેટ્રો રેલની બ્લુ લાઇનની કુલ લંબાઈ ૧૪.૧૬ કિમી છે. ૧૪ એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવશે જેમાં રતાગીરી તિરાહા, પીપલાની, ઈન્દ્રપુરી, જેકે રોડ, ગોવિંદપ  ુરા ઈન્ડસ્ટ્રીયલ-ગોવિંદપુરા, પ્રભાત પેટ્રોલ પંપ, પુલ બોગડા, પરેડ ગ્રાઉન્ડ, મિન્ટો હોલ, રોશનપુરા સ્ક્વેર, જવાહર સ્ક્વેર, ડેપો સ્ક્વેર અને ભદભદા સ્કવેર નો સમાવેશ કરવામાં આવશે. સપ્ટેમ્બર-૨૦૨૩માં સુભાષ નગરથી રાણી કમલાપતિ સ્ટેશન સુધી ટ્રાયલ લેવામાં આવશે. આ મેટ્રો પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

૭.મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં નાસભાગમાં ૧૨ લોકોના મોત, ૮૦ ઘાયલ

મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના નેશનલ સ્ટેડિયમ(National Stadium)માં થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વડા પ્રધાન ક્રિશ્ચિયન એનત્સે અને રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલીનાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન ઓશન આઇલેન્ડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ૫૦,૦૦૦ દર્શકોની ભીડ પહોંચી હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. મેડાગાસ્કરના વડા પ્રધાને મીડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧૨ છે જ્યારે ૮૦ લોકો ઘાયલ છે. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં ૩જી ડિસેમ્બર સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સની શરૂઆત ૧૯૭૭માં થઈ હતી. તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા બનાવવામાં આવી હતી. તેમાં મોરેશિયસ, સેશેલ્સ, કોમોરોસ, મેડાગાસ્કર, મેયોટ, રિયુનિયન અને માલદીવના એથ્લેટ્સનો સમાવેશ થાય છે. મેડાગાસ્કરમાં આવું પહેલીવાર નથી બન્યું. આવો જ એક કિસ્સો ચાર વર્ષ પહેલા અહીં સામે આવ્યો હતો. વર્ષ ૨૦૧૯ માં, મેડાગાસ્કરના મહામાસિના સ્ટેડિયમમાં આવી જ એક ઇવેન્ટ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં લગભગ ૧૫ લોકોના મોત થયા હતા.

૮. કોરોના પર આ અહેવાલે ચીનનું રહસ્ય ખોલ્યું : ૨ મહિનામાં ૨૦ લાખ લોકોના મોત

વિશ્વના ઘણા દેશોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનથી જ ફેલાયો છે, પરંતુ કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. માત્ર આક્ષેપો થયા છે. જો કે, ચીને કોરોના કેસ અને આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોનો સાચો આંકડો વિશ્વની સામે મૂક્યો નથી. હવે એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ચીને અચાનક પ્રતિબંધ હટાવ્યા બાદ બે મહિનામાં કોવિડ-૧૯થી ૧૮ લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના સિએટલમાં ફ્રેડ હચિન્સન કેન્સર સેન્ટરે અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ ચીનની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા અને ઇન્ટરનેટ સર્ચ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં મૃત્યુદરના ડેટાના નમૂના લેવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ વચ્ચે ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. મૃત્યુનો આંકડો ૧.૮૭ મિલિયન છે. જો કે તેમાં તિબેટમાં મૃત્યુનો આંકડો સામેલ નથી. ચીને ગયા ડિસેમ્બરમાં ત્રણ વર્ષથી લાગુ કરવામાં આવેલી ઝીરો કોવિડ નીતિને અચાનક સમાપ્ત કરી દીધી હતી. આ નીતિ હેઠળ સામૂહિક પરીક્ષણ અને લોકડાઉન સહિતના ઘણા કડક નિયંત્રણો અમલમાં હતા. ઝીરો કોવિડ પોલિસી નાબૂદ થતાંની સાથે જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના મૃત્યુમાં ભારે વધારો થયો હતો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સરકાર દ્વારા મોટાભાગે કેસ ઓછા નોંધવામાં આવ્યા હતા. અભ્યાસમાં, સંશોધકોએ પ્રસિદ્ધ થયેલા મૃત્યુના આંકડાકીય વિશ્લેષણનો ઉપયોગ કર્યો હતો અને લોકપ્રિય ચાઈનીઝ ઈન્ટરનેટ સર્ચ એન્જિન બાઈડુ પરના સંશોધનમાંથી ડેટાનો ઉપયોગ કર્યો હતો. સંશોધકો કહે છે કે ચીનમાં શૂન્ય-કોવિડ નીતિને દૂર કરવાથી સંબંધિત વધુ મૃત્યુનો તેમનો અભ્યાસ પ્રયોગમૂલક રીતે મેળવેલા બેન્ચમાર્ક અંદાજને સેટ કરે છે. તે જ સમયે આ અભ્યાસના પ્રકાશન પછી, ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે હાલમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

૯. પાકિસ્તાને ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગને મોટી સિદ્ધિ ગણાવી

ચંદ્રયાન-૩ (Chandrayaan-3)ના ચંદ્ર પર સફળ ઉતરાણ બાદ સમગ્ર વિશ્વ ભારતના વખાણ કરી રહ્યું છે. બે દિવસ પછી પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારત અને ઈસરોની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એટલે કે ઈસરો (ISRO) ની પ્રશંસા કરી છે. પાક વિદેશ મંત્રાલયે કહ્યું, આ વૈજ્ઞાનિકોની મોટી ઉપલબ્ધિ છે. આ માટે ઈસરોના વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે. ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગના દિવસે જ ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ભારત માટે ગર્વની ક્ષણ છે. આ દરમિયાન, તેમણે ઇસરોના વડા સહિત તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા, જેઓ આ મિશનનો ભાગ હતા. ચંદ્રયાન-૩ એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જણાવી દઈએ કે આ એ જ ફવાદ ચૌધરી છે જેણે ચંદ્રયાન-૨ ના અસફળ લેન્ડિંગની મજાક ઉડાવી હતી. પરંતુ આજે ભારતની સફળતા સામે તેમને ઝુકવું પડ્યું હતું. ચંદ્ર પર ચંદ્રયાન-૩ના સફળ સોફ્ટ લેન્ડિંગથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ખુશ છે અને ભારત અને ઈસરોને પોતાની શુભેચ્છાઓ મોકલી રહ્યું છે. ફવાદ ચૌધરીએ ચંદ્રયાન-૩નું લેન્ડિંગ પાકિસ્તાનમાં લાઈવ બતાવવાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે પાકિસ્તાની મીડિયાને લાઈવ બતાવવું જોઈએ. માનવતા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ભારતના લોકો, વૈજ્ઞાનિકો અને ભારતના અવકાશ સમુદાય માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ અંગે તેમણે કહ્યું હતું કે સપનાઓ ધરાવતી યુવા પેઢી જ દુનિયા બદલી શકે છે.

૧૦. તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યાને ૨ વર્ષ પૂર્ણ થઈ ગયા

તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યાને ૨ વર્ષ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની બર્બરતાના (Taliban Rule In Afghanistan) અનેક અહેવાલો સામે આવ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તાલિબાને ૨૦૦ જજો અને સુરક્ષા દળોના અધિકારીઓની હત્યા કરી છે જેમણે અગાઉની સરકાર દરમિયાન કામ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં યુનાઈટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશન અનુસાર, તાલિબાન દ્વારા સામાન્ય રીતે જે જૂથોને નિશાન બનાવવામાં આવે છે તેમાં ભૂતપૂર્વ સેના, પોલીસ અને ગુપ્તચર દળના અધિકારીઓ છે. તાલિબાન સમગ્ર અફઘાનિસ્તાનમાં ફેલાઈ ગયું કારણ કે યુએસ અને નાટો સૈનિકો બે દાયકાના યુદ્ધ પછી દેશમાંથી પાછા જવાના અંતિમ પડાવમાં હતા, એક અહેવાલ અનુસાર યુએસ દ્વારા પ્રશિક્ષિત અને સમર્થિત અફઘાન દળો તાલિબાનની આગેકૂચ સામે પડી ભાંગ્યા અને ભૂતપૂર્વ અફઘાન પ્રમુખ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા. દેશના ૩૪ પ્રાંતોમાં, તાલિબાનોએ અમાનવીય કેસોમાં કેટલાકને કેદ કર્યા, ત્રાસ આપ્યો અને પછી કસ્ટડીમાં તેમની હત્યા કરી. એવા ઘણા કિસ્સા છે કે જ્યાં અટકાયત કરાયેલા અધિકારીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા. તેમના મૃતદેહોને આમ તેમ ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં, મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તમામ ૩૪ પ્રાંતોમાં અમાનવીય ઘટનાઓ સામે આવી છે. ત્રાસ અને દુર્વ્યવહારના ૧૪૪ થી વધુ કેસ છે. ૪૨૪ અધિકારીઓની મનસ્વી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. કાબુલ, કંદહાર અને બલ્બ પ્રાંતમાં સૌથી વધુ સંખ્યામાં નોંધાયા હતા. તાલિબાને ઓગસ્ટ ૧૫, ૨૦૨૧ થી જૂન ૨૦૨૩ સુધી સત્તા સંભાળી ત્યારથી યુનાઈટેડ નેશન્સે અફઘાન સરકારના ભૂતપૂર્વ અધિકારીઓ અને સુરક્ષા દળો સામે ૮૦૦ થી વધુ માનવ અધિકારોના ઉલ્લંઘનની જાણ કરી છે. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે, “તે ભૂતપૂર્વ સરકાર અને સુરક્ષા દળો સાથે જોડાયેલા વ્યક્તિઓના દુરુપયોગની ગંભીર ચિત્રને ચિત્રિત કરે છે.’’ યુએનના લોકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ત્રાસ આપવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, યુએન માટે કામ કરતા લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને પાઈપથી બાંધવાથી લઈને કેબલ વડે મારવા સુધીના કેસ નોંધાયા છે. તેઓને ઘણા દિવસો સુધી એક જગ્યાએ ઉભા રાખવામાં આવ્યા હતા. કેટલાક લોકો આજદિન સુધી પાછા મળ્યા નથી. માન્યતાની માંગ કરી રહ્યું છે તાલિબાન.. જે જણાવીએ, તાલિબાન સતત વિશ્વ પાસે તેને માન્યતા આપવાની માંગ કરી રહ્યું છે. જુલાઈના છેલ્લા સપ્તાહમાં તાલિબાનના કાર્યકારી સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબ મુજાહિદે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, “સરકારે માન્યતા મેળવવા માટેની તમામ શરતો પૂરી કરી છે. આમ છતાં અમેરિકાના દબાણમાં અન્ય દેશો આપણને ઓળખી રહ્યા નથી. ’” મુજાહિદે કહ્યું, “અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓ સાંભળવા માટે તૈયાર છે, અમે એવા દેશો પાસેથી માન્યતા માટે અપીલ કરીએ છીએ જે યુએસના દબાણ હેઠળ નથી. અમે ઇચ્છીએ । છીએ કે વિશ્વના શક્તિશાળી ઇસ્લામિક દેશો અમને સરકાર તરીકે માન્યતા આપે.” મુજાહિદે કહ્યું, “અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે વાતચીત કરવા અને તેમની ચિંતાઓ સાંભળવા માટે તૈયાર છે.’” તેમણે એમ પણ કહ્યું કે જો સાઉદી અરેબિયા તેમને માન્યતા આપવા માટે સહમત થાય છે, તો તેઓ વધુ ૫૮ મુસ્લિમ દેશો સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યા છે.

૧૧. બરમુડા ટ્રાય એંગલનું રહસ્ય ઉકેલાયું, અત્યાર સુધી ૫૦ જહાજ અને ૨૦ વિમાન થઈ ચૂક્યા ગુમ

તમે બરમુડા ટ્રાય એંગલનું નામ તો સાંભળ્યું જ હશે. આ એક એવું રહસ્ય છે, જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોને વર્ષોથી હેરાન કર્યા છે. બરમુડા ટ્રાય એંગલ વાસ્તવમાં બર્મુડા નજીક ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા જહાજો ગાયબ થઈ ગયા છે, જેમાં માત્ર પાણીના જહાજો જ નહીં પણ ઘણા એરોપ્લેનનો પણ સમાવેશ થાય છે, જે રહસ્યમય રીતે કાયમ માટે અદેશ્ય થઈ જાય છે. બસ આકાશમાંથી ગાયબ થઈ ગયા. હવે એક વૈજ્ઞાનિક માને છે કે તેણે બરમુડા ટ્રાય એંગલની નજીક આવતા જ જહાજો અચાનક કેમ ગાયબ થઈ જાય છે તેનું રહસ્ય તેણે ઉકેલી લીધું છે. બ્રિટાનીકા નામની વેબસાઈટ અનુસાર ત્રિકોણાકાર આકારના આ ભાગમાં (બરમુડા ત્રિકોણ) ૫૦ થી વધુ પાણીના જહાજો અને ૨૦ એરોપ્લેન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેની પાછળનું કારણ જણાવતા કેટલાક લોકો કહે છે કે અહીં એક રહસ્યમય વમળ છુપ ાયેલું છે, જે જહાજોને પોતાની તરફ ખેંચે છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે જહાજોના અચાનક ગાયબ થઈ જવા પાછળ એલિયન્સનો હાથ છે. પરંતુ એક નિષ્ણાતનો દાવો છે કે તેમાં રહેલા ખડકો બર્મુડા ટ્રાયેન્ગલના આ રહસ્યને ઉકેલી શકે છે.

મીડિયાના અહેવાલ મુજબ ચેનલ પની એક ડોક્યુમેન્ટ્રી ‘સિક્રેટ્સ ઓફ ધ બર્મુડા ટ્રાયંગલ’માં બોલતા ખનિજશાસ્ત્રી નિક હચિંગ્સે કહ્યું કે, બર્મુડા મૂળભૂત રીતે સમુદ્ર પર્વત છે. તે પાણીની અંદરનો જ્વાળામુખી છે. ૩૦ મિલિયન વર્ષો પહેલા તે સમુદ્રના તળની ઉપર ચીપકેલો હતો, જે હવે નાશ પામ્યો છે, પરંતુ જ્વાળામુખીનો ઉપરનો ભાગ હજુ પણ બાકી છે. તેમણે કહ્યું કે, અમારી પાસે તે જ્વાળામુખી ખડકના કેટલાક નમૂના છે, જેમાં મેગ્નેટાઈટ છે. તે પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી કુદરતી રીતે બનતો ચુંબકીય પદાર્થ છે. નિક હચિંગ્સ જણાવે છે કે તેણે કેટલાક ખડકો અને હોકાયંત્રનો ઉપયોગ કરીને એક પ્રયોગ કર્યો હતો. જ્યારે ખડકને સપાટ સપાટી પર મૂકવામાં આવ્યો હતો અને હોકાયંત્ર તેના પર ફરતું હતું, ત્યારે તેની સોય બેકાબૂ બની હતી, નેવિગેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સંપૂર્ણપણે નકામા બની ગયા હતા. આ બન્યું કારણ કે ખડકોમાં મેગ્નેટાઇટ હોય છે. તેમણે કહ્યું કે ભલે ખલાસીઓ દાવો કરે છે કે તેમને આ વિલક્ષણ વિસ્તારમાં ભૂતિયા જહાજો અને અન્ય વિચિત્ર પ્રવૃત્તિઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ એવું કંઈ નથી. ત્યાં જતા જહાજો આ ચુંબકીય ખડકોના કારણે રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે.

૧૨. ભારતની વિદેશી સંપત્તિમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો, કુલ ૬૦,૦૦૦ કરોડનો ફટકો પડ્યો

ભલે ભારત એશિયામાં સૌથી વધુ વિદેશી ચલણ ધરાવતો દેશોમાંનો એક છે, પરંતુ આ વખતે જે આંકડા સામે આવ્યા છે તે ભારત સરકારને ચોક્કસ ટેન્શન આપી શકે છે. ભારતનું વિદેશી હૂંડિયામણ બે મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ વખતે ફોરેક્સ રિઝર્વમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. એક જ ઝાટકે ભારતની વિદેશી સંપત્તિમાં ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આ આંકડો ૧૮ ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહ ને અનુલક્ષીને આપવામાં આવ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ કેટલો ઘટાડો થયો છે. ૧૮ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી હૂંડિયામણ $7.273 અબજ એટલે કે રૂ. ૬૦ હજાર કરોડથી વધુ ઘટીને $594.89 અબજ પર આવી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતનું વિદેશી હૂંડિયામણ બે મહિનાના નીચલા સ્તરે છે અને તેમાં ૬ મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે, ફોરેકસ રિઝર્વ $708 મિલિયન વધીને $602.16 બિલિયન થયું હતું. ઑક્ટોબર ૨૦૨૧માં, દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર ૬૪૫ બિલિયન યુએસ ડૉલરની જીવનકાળની સર્વોચ્ચ સપ ટીએ પહોંચી ગયું હતું. ગયા વર્ષે વૈશ્વિક બજારમાં ઘણી ઉથલપાથલ જોવા મળી હતી. જેના કારણે રૂપિયામાં ઘટાડો થવા લાગ્યો હતો. જેને રોકવા માટે RBI ફોરેક્સ રિઝર્વનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે તે ઘટવા લાગ્યું. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર, ૧૮ ઓગસ્ટના રોજ ૫ રા થયેલા સપ્તાહમાં, વિદેશી અસ્કયામતો, જે વિદેશી હૂંડિયામણનો મહત્વનો ભાગ છે, $6.61 બિલિયન ઘટીને $527.7૯ બિલિયન થઈ ગઈ છે. ગોલ્ડ રિઝર્વની વાત કરીએ તો તેનું મૂલ્ય ઈં૫૧૫ મિલિયન ઘટીને $43.82 બિલિયન થયું છે. ડેટા અનુસાર, SDR $ 119 મિલિયન ઘટીને $ 18.20 બિલિયન થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં, IMF પાસે રાખવામાં આવેલ દેશનું ચલણ અનામત ઇં૨૫ મિલિયન ઘટીને $5.07 બિલિયન થયું છે.

૧૩. દિલ્હીમાં G-20 માટે મહેમાનોના સ્વાગતને લઇ દિલ્હીના ખૂણે ખૂણે મજબૂત સુરક્ષા વ્યવસ્થા

આગામી મહિને રાજધાની દિલ્હીમાં G-20 સમિટની બેઠક યોજાવાની છે. આ બેઠકને લઈને દિલ્હીના ખૂણે ખૂણે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા માટે ૧૦,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે જ સમયે, G-20માં આવનારા મહેમાનોની સુરક્ષા માટે ૧૫૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જી-૨૦ની બેઠક ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટ પોલીસના ડીજીપી દેવેશ કુમાર માહલાએ જણાવ્યું કે એરપોર્ટ સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે, પરંતુ તેમને સલાહ આપવામાં આવશે કે તેઓ મુસાફરીના સમયના થોડા કલાક પહેલા પહોંચવાનો પ્રયાસ કરે, જેથી જી-૨૦ના સમયે વિશેષ રૂટને કારણે તેઓએ રાહ જોવી નહીં પડે. ડીસીપી મહલાએ જણાવ્યું કે એક શિફ્ટમાં દિલ્હી પોલીસના પાંચસો જવાનો એરપોર્ટ વિસ્તારમાં તૈનાત રહેશે. આ સિવાય અર્ધલશ્કરી દળો અને ટ્રાફિક પોલીસ પણ તૈનાત રહેશે. દિલ્હી પોલીસ મીટીંગ દરમિયાન કોઈ ખામી રહેવા દેવા માંગતી નથી, તેથી વિવિધ સ્થળોએ મોક ડ્રીલ પણ શરૂ કરવામાં આવી છે. શુક્રવારે દિલ્હીના IGI એરપોર્ટના સેરેમોનિયલ લાઉન્જમાં આવી જ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં એરપોર્ટ પરથી ડેલિગેટ્સને રિસીવ કરવાથી લઈને તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જવા સુધી, ત્યાં સુરક્ષાની કેવી વ્યવસ્થા હશે અને તેમને કેવી રીતે લઈ જવામાં આવશે, તેનું સંપૂર્ણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ડીસીપી દેવેશ કુમાર માહલાએ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં દસ વખત રિહર્સલ કરવામાં આવ્યા છે અને દરેક વખતે તેમની ખામીઓને ઓળખીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. G-20 પ્રતિનિધિઓની સુરક્ષા અને તેમની અવરજવરમાં કોઈ અસુવિધા ન થાય તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવશે. G-20 પ્રતિનિધિઓનું એરપોર્ટ પર પરંપરાગત ભારતીય શૈલીમાં સ્વાગત કરવામાં આવશે. આ માટે, વિવિધ રાજ્યોના લોક ગાયકો અને કલાકારો સેરેમોનિયલ લોન્જના જુદા જુદા ગેટ અને પ્રતિનિધિઓના બહાર નીકળવાના માર્ગ પર રોકાશે. આ કલાકારો પોતપોતાની જગ્યાએ રિહર્સલ પણ કરી રહ્યા છે. ચાંક દરવાજાની બહાર હરિયાણવી કલાકારો છે તો ચાંક પંજાબી અને ગઢવાલી જૂથો છે.


Share :

Leave a Comments