નેશનલ ન્યૂઝ, 16 સપ્ટેમ્બર, ૨૦૨૩

MailVadodara.com - National-News-16-september-2023


  • ૧. સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે ભારતીય સેનાની અથડામણ ચાલુ
  • ૨. મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભાગદોડ મચી
  • ૩. ભારે વરસાદ સાથે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ
  • ૪. ભારતની અવકાશ ક્ષેત્રે સ્પેસ પોલિસી ૨૦૨૩ વિષે અમેરિકી રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી
  • ૫. મહાદેવ એપીપી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે EDના ૩૯ સ્થળો પર દરોડા
  • ૬. પાકિસ્તાનમાં રાતોરાત પેટ્રોલમાં ૨૬ અને ડીઝલ ૧૭: રૂપિયાનો વધારો
  • ૭. નાઈજરની સેનાએ ફ્રાન્સના રાજદૂતને બંધક બનાવ્યા, એમ્બેસીથી બહાર નીકળવા પર પ્રતિબંધ
  • ૮. પાકિસ્તાનમાં નવાઝ શરીફની મુશ્કેલીઓ વધી, NABએ જૂની ફાઈલો ખોલી
  • ૯. જો બાઇડનનો પુત્ર હન્ટર બાઇડનને ટેક્સ ચોરી અને હથિયારોના કેસમાં દોષિત જાહેર
  • ૧૦. વિશ્વની Top -100 કંપનીઓની યાદીમાં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું

(સમાચારની વિસ્ત્રુત માહિતી નીચે છે)


૧. સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે ભારતીય સેનાની અથડામણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. ભારતીય જવાનો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. કોકરનાગના જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર હુમલો કરવા માટે ડ્રોન અને રોકેટ લોન્ચરથી બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા દળોએ ૩ થી ૪ આતંકીઓને ઘેરી લીધા છે. ત્રણ દિવસ પહેલા આતંકવાદીઓ સાથેના એક્રાઉન્ટ- ૨માં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા, જેમાં આર્મી કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટનો સમાવેશ થાય છે. ભારતીય સેનાની કાર્યવાહીથી બચવા માટે આતંકીઓ ભાગતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ તેમના છૂપા ઠેકાણા જમીનની નીચે બનાવી લીધા હતા. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા શોધી કાઢ્યા અને તેમના પર હુમલો કરીને તેમને નષ્ટ કરી રહ્યા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યાં સુધી આતંકીઓનો સફાયો નહીં થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. અનંતનાગના કોકરનાગ જંગલમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એકાઉન્ટરમાં ભારતીય જવાનોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઢ જંગલને કારણે સૈનિકોને આતંકીઓ પર સચોટ હુમલો કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે તમામ આતંકીઓને શોધવા અને ખતમ કરવા માટે મોટા પાયા પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ ફોર્સથી લઈને પેરા કમાન્ડો આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. એક્રાઉન્ટર વિશે માહિતી આપતાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાશ્મીર) વિજય કુમારે કહ્યું કે ભારતીય સૈનિકોએ પણ ઓપરેશનમાં સફળતા મેળવી છે. એક્સ પર પોસ્ટ કરીને તેણે લખ્યું કે જંગલમાં છુપાયેલા બેથી ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૦ પછી જમ્મુ-કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે. અગાઉ, ૩૦ માર્ચ ૨૦૨૦ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી અથડામણ થઈ હતી જેમાં કુલ પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. અનંતનાગમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય જવાનોએ ડ્રોન બોમ્બમારો કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક આતંકવાદીઓ કોકરનાગના જંગલમાં દોડતા જોવા મળ્યા હતા. સતત ચોથા દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાઢ જંગલોના કારણે સૈનિકોને આતંકીઓ પર સચોટ હુમલો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

૨. મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભાગદોડ મચી

મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક મોટી ઘટના બની હતી. અહીં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ ટ્રેન મધ્યપ્રદેશથી થોડા અંતર દૂર ટ્રેનના પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન નંબર ૧૨૪૯૪ શનિવારે સવારે ૬:૪૦ વાગ્યે રતલામ રેલવે ડિવિઝનમાં પાંચપીપલિયા-અમરગઢ વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન નિઝામુદ્દીનથી પુણે તરફ જઈ રહી હતી. આ દરમિયાન અમરગઢ અને પાંચપીપળીયા વચ્ચે ટ્રેનનું એન્જિન અને તેની પાછળનો પાવર પ્લાન્ટ પાટા પરથી ઉતરી ગયું હતો. ડ્રાઇવરે તેના ઉપરી અધિકારીઓને આની જાણ કરી હતી. જોકે આમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે. ટ્રેનની આ ઘટનાથી ભારે ભાગદોડ મચી ગઈ હતી. તેમજ બીજી તરફ વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યારે પેસેન્જર ટ્રેન ૧૨૪૯૪ દુરંતો એક્સપ્રેસ નું ઈંજીન અને પાવર કોચ પાટા પર થી ઉતરી ગયુ હતુ. જો કે ઘટનામાં જાન હાની થઈ નથી. આ ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા લોકો ભયભીત થઈ ગયા હતા.

૩. ભારે વરસાદ સાથે મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટ

દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી-દ્રઝઇ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની વેધર એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ૧૬ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે ૧૭ સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ (૨૦૪.૪ મીમીથી વધુ) સહિત અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. તૈયાર રહો અને સુરક્ષિત રહો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મરાઠવાડા, તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ચાર દિવસ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દેહરાદૂનના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર ૧૮ સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના તમામ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

૪. ભારતની અવકાશ ક્ષેત્રે સ્પેસ પોલિસી ૨૦૨૩ વિષે અમેરિકી રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી

ચંદ્રયાન-૩ની સફળતાથી ભારતે દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પોતે તેનાથી પ્રભાવિત છે, જૉ બાઇડન જી-૨૦ સમિટ દરમિયાન દિલ્હી આગમન સમયે પીએમ મોદી સાથેની મુલાકાતમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને ચંદ્રયાન – ૩ ની સફળતા માટે પણ અભિનંદન. આ સિવાય જો બાઇડન ભારતની સ્પેસ પોલિસી ૨૦૨૩ની પણ પ્રશંસા કરી હતી. વ્હાઇટ હાઉસમાંથી જાહેર સંયુક્ત નિવેદનમાં ભારતની સ્પેસ પોલિસી ૨૦૨૩ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં નાસા દ્વારા ભારતીય અવકાશયાત્રીઓની પરસ્પર સહયોગ અને તાલીમ વધારવાના નાસા અને ઈસરોના નિર્ણયની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ સંયુક્ત નિવેદનમાં વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અવકાશ અર્થતંત્રમાં યુએસ અને ભારતીય ખાનગી ક્ષેત્રો વચ્ચે વ્યાપારી સહયોગ વધારવામાં આવશે. શું છે સ્પેસ પોલિસી ૨૦૨૩?.. જે જણાવીએ, ભારતે અવકાશ માટે એક નિર્ધારિત યોજના તૈયાર કરી છે, જેનો ઉદ્દેશ્ય અવકાશ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાનો અને ISRO દ્વારા હાથ ધરવામાં આવતા અવકાશ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ, જનજાગૃતિ અને વૈજ્ઞાનિક શોધનો રોડમેપ પણ નક્કી કરવામાં આવ્યો છે, વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની મદદથી સ્પેસ પોલિસી તૈયાર કરવામાં આવી છે, જેને કેબિનેટની સુરક્ષા અંગેની સમિતિએ મંજૂરી આપી છે. શું છે તેના ઉદ્દેશ્યો?.. જે જણાવીએ, નવી નીતિમાં અંતરિક્ષ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રોકેટ, પ્રક્ષેપણ વાહનો, ડેટા કલેક્શન અને સેટેલાઇટ તૈયાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. અવકાશ ક્ષેત્રની ખાનગી કંપનીઓ પણ ખૂબ જ ઓછી ફીમાં ઈસરોની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. અવકાશ નીતિનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશ ઉદ્યોગને વધારવાનો છે, એવો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં આ ઉદ્યોગ ૬૦ અબજ યુએસ ડોલર સુધી પહોંચી શકે છે. ભારત આ નીતિ પર કામ કરશે જેથી કરીને તેને પૃથ્વીના ડેટા અને ઈમેજ માટે વિદેશી સ્ત્રોતો પર નિર્ભર ન રહેવું પડે, હાલમાં ભારતની સુરક્ષા એજન્સીઓ આ ડેટા વિદેશી સ્રોતો પાસેથી જ મેળવે છે, તેના કારણે ભારતે વધુ અને અન્ય ખર્ચ કરવો પડે છે. દેશ પર પણ નિર્ભરતા. અવકાશ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવી એ પણ નીતિનો એક ઉદ્દેશ્ય છે, હકીકતમાં ભારતીય ઘરોમાં સિગ્નલ મોકલતા ટ્રાન્સપોન્ડર હજુ પણ વિદેશી ઉપગ્રહોથી હોસ્ટ કરવામાં આવે છે. અવકાશ નીતિનો ઉદ્દેશ્ય અવકાશ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પણ છે, જેથી ભારતના યુવાનો અવકાશ અને અન્ય ટેકનોલોજીના ક્ષેત્રોમાં પોતાને સાબિત કરી શકે. વિવિધ જવાબદારીઓ.. વિષે પણ જણાવીએ તો, અવકાશ નીતિમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરિટી એટલે કે IN-Space અને New Space India Limitedના કાર્યો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. NSIL અવકાશ ક્ષેત્રમાં વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરશે. IN-SPACE એક ઇન્ટરફેસ તરીકે કામ કરશે જે ISRO અને NGO વચ્ચે સેતુ બનશે. ISRO નવી ટેકનોલોજી, સિસ્ટમ સાથે સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અને આ નીતિ અનુસાર, NSIL ISROના મિશન ઓપરેટર્સની જવાબદારી લેશે. આ નીતિ અનુસાર અર્થવ્યવસ્થામાં ભાગીદારી વધશે જે વિષે જણાવીએ તો, અત્યાર સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં અવકાશ અર્થતંત્રનું યોગદાન માત્ર ૨ ટકા છે, નવી નીતિનો ઉદ્દેશ્ય તેને વધારીને ૧૦ ટકા કરવાનો છે. આ સિવાય સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં પણ વધારો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. નીતિ અનુસાર, વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતનું સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ માર્કેટ ૩.૨ બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે. વર્ષ ૨૦૨૦ માં તે ૨.૧ અબજ યુએસ ડોલર હતું.

૫. મહાદેવ એપીપી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે EDના ૩૯ સ્થળો પર દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને મુંબઈ સહિત કુલ ૩૯ સ્થળો પર દરોડા પાડ્યા છે. મહાદેવ એપીપી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક સામે ઈટ્રુએ આ દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝુએ મોટી માત્રામાં પુરાવા એકઠા કર્યા છે. મોટી વાત એ છે કે દરોડા દરમિયાન ઈઝુએ ૪૧૭ કરોડ રૂપિયાની ગુનાહિત ૨કમ જપ્ત કરી છે. ઈઝુ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે મહાદેવ ઓનલાઈન બુકિંગ એપ વિદેશથી ઓપરેટ કરવામાં આવી હતી. સત્તાવાર માહિતી અનુસાર, આ એપને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. આ યુનાઈટેડ આરબ અમીરાતથી ચલાવવામાં આવ્યું હતું. સટ્ટાબાજી દ્વારા કમાયેલા નાણાં વિદેશી ખાતામાં મોકલવા હવાલા ઓપરેશનને અંજામ આપવામાં આવતો હતો. આટલું જ નહીં, વેબસાઇટના પ્રચાર માટે મોટી રકમની જાહેરાતો પણ કરવામાં આવી હતી, જેનો ખર્ચ લાખોમાં થયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભોપાલ, કોલકાતા, મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડામાં EDએ ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. શું છે મહાદેવ એપ કેસ?.. જે વિષે જણાવીએ, મહાદેવ એપ વાસ્તવમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેમાં પત્તાની રમત, ચાન્સ ગેમ, ક્રિકેટ, બેડમિન્ટન જેવી રમતો રમાય છે. આ રમતોમાં ગેરકાયદેસર રીતે સટ્ટાબાજી કરવામાં આવે છે. છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોમાં એપ વિરુદ્ધ મની લોન્ડરિંગના ઘણા કેસ નોંધાયા હતા. એવું માનવામાં આવે છે કે એપનું નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ફેલાયેલું છે. બોલીવુડ પણ ઈઠ્ઠના નિશાના પર.. જે જણાવીએ, હાલમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો અને અભિનેત્રીઓ પણ ઈટ્ટની તપાસમાં છે. તેમાં અભિનેતા ટાઈગર શ્રોફ, નેહા કક્કર, સની લિયોન, કૃષ્ણા અભિષેક, રાહત ફતેહ અલી ખાન, વિશાલ દદલાની અને અન્ય ઘણા કલાકારો સામેલ છે. ભારતી સિંહ, નુસરત ભરૂચા, આતિફ અસલમના નામ પણ તપાસના દાયરામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલીવુડના ૧૪ થી વધુ નામ ઈડુના રડાર પર છે.

૬. પાકિસ્તાનમાં રાતોરાત પેટ્રોલમાં ૨૬ અને ડીઝલ ૧૭ રૂપિયાનો વધારો

પાડોશી દેશ પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જનતાને રાહત આપવાના ઊંચા દાવા કરતી પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૨૬.૦૨ રૂપિયા પ્રતિ લીટર વધીને ૩૩૧.૩૮ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તે જ સમયે, પાકિસ્તાનમાં ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલની કિંમતમાં ૧૭.૩૪ રૂપિયાનો વધારો થયો છે. તેની નવી કિંમત ૩૨૯.૧૮ રૂપિયા પ્રતિ લિટર હશે. ગયા અઠવાડિયે, ઇકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC) એ પેટ્રોલિયમ ડીલર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના માર્જિન વધારવાની મંજૂરી આપી હતી. કાર્યકારી સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ માર્જિનમાં પ્રતિ લિટર ૩.૫ રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ મહિનાની શરૂઆતમાં કાર્યકારી નાણાં પ્રધાન શમશાદ અક્ષરની અધ્યક્ષતામાં ઈઝઝ સત્રમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમિતિએ OMC અને ડીલરો માટે પેટ્રોલ અને ડીઝલના વેચાણ માર્જિનમાં વધારો કરવાની મંજૂરી આપી છે. વાસ્તવમાં, અગાઉ એવા અહેવાલ હતા કે સરકાર પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે કારણ કે વૈશ્વિક કોમોડિટીના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે. તમને જણાવી દઈએ કે આ મહિને ૧ સપ્ટેમ્બરના રોજ કાર્યકારી સરકારે પેટ્રોલની કિંમતમાં ૧૪.૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. આ વધારા સાથે પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે, જ્યારે હાઈ-સ્પીડ ડીઝલની કિંમત ૧૮.૪૪ રૂપિયા પ્રતિ લીટર વધીને ૩૧૧.૮૪ રૂપિયા થઈ ગઈ છે. રાજકીય ઉથલપાથલના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી દરમાં ઘટાડો થયો છે પરંતુ સ્થિતિમાં સુધારો થયો નથી. જુલાઈ મહિનામાં ૨૮.૩ ટકા મોંઘવારી દર નોંધાયો હતો. ગયા મહિને જૂનમાં તે ૨૯.૪ ટકા હતો. મોંઘવારી દર મે મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ મહિને મોંઘવારી દર ૩૮ ટકા નોંધાયો હતો. પાકિસ્તાની ચલણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારથી નવી કાર્યકારી સ૨કારે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાકિસ્તાની રૂપિયામાં ૧૫ રૂપિયાનો ઘટાડો થયો છે.

૭. નાઈજરની સેનાએ ફ્રાન્સના રાજદૂતને બંધક બનાવ્યા, એમ્બેસીથી બહાર નીકળવા પર પ્રતિબંધ

નાઈજરની સેનાએ ફ્રાન્સના રાજદૂતને બંધક બનાવી લીધા છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ વાત જણાવી. તેમણે કહ્યું કે જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એવું લાગે છે કે નાઈજરમાં ફ્રેન્ચ રાજદૂતને બંધક બનાવવામાં આવ્યા છે. તે ફ્રેન્ચ એમ્બેસીમાં છે. તેમને ખોરાક અને પાણી આપવામાં આવતું નથી. તેમના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેઓ લશ્કરી રાશન પર જીવી રહ્યા છે. નાઇજર આર્મીએ જુલાઈમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમને હટાવીને સત્તા સંભાળી હતી. આફ્રિકન દેશોમાં ૧૫૦૦ ફ્રેન્ચ સૈનિકો તૈનાત છે. નાઈજર પણ તેમાંથી એક છે. લોકતાંત્રિક સરકાર સાથેના કરાર હેઠળ, સેંકડો ફ્રેન્ચ સૈનિકો સુરક્ષાના કારણોસર અને અન્ય કારણોસર અહીં તૈનાત હતા. બળવા પછી, નાઇજર આર્મીના વડાએ ફ્રાન્સ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. રાજદ્વારી રીતે જોડ- ાવાની પરવાનગી આપવામાં આવી હતી. ફ્રાન્સના રાજદૂતને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ સેના સમક્ષ હાજર થયા ન હતા. ગયા અઠવાડિયે, નાઇજરમાં અટકાયતમાં લેવાયેલા એક ફ્રેન્ચ અધિકારીને મુક્ત કરવામાં આવ્યો હતો. ધરપકડથી ફ્રાન્સ અને નાઈજર વચ્ચે તણાવ વધી ગયો હતો. ફ્રેંચના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશમાં ફ્રેન્ચ નાગરિકો માટે કાઉન્સેલર તરીકે કામ કરનાર સ્ટેફન જુલિયનને તેની ધરપકડના પાંચ દિવસ બાદ બુધવારે મુક્ત કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે જાણે દક્ષિણ આફ્રિકાનો સાહેલ પ્રદેશ સેનાના નિયંત્રણમાં છે. આ ક્ષેત્રમાં સ્થિત માલી, બુર્કિના ફાસો અને ગિનીમાં પહેલાથી જ તાપલટ થઈ ચૂકી છે અને અહીં સૈન્ય શાસન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ મેક્રોન કહે છે કે આ પ્રદેશ બળવોના રોગચાળાનો સામનો કરી રહ્યો છે, જ્યાં સૈન્યએ હવે નાઇજ૨માં સત્તા કબજે કરી છે. ગયા અઠવાડિયે, નાઇજરના બળવા નેતાઓના પ્રવક્તા કર્નલ અમાડોઉ અબ્ઝમાને, ફ્રાન્સ પર જનરલ નિયામી સામે “લશ્કરી હસ્તક્ષેપ” શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે પશ્ચિમ આફ્રિકન દેશમાં સૈનિકો અને શસ્ત્રો એકઠા કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે, ફ્રાન્સે આ અંગે કંઈપણ કહેવાનો ઈક્રાર કર્યો છે.

૮. પાકિસ્તાનમાં નવાઝ શરીફની મુશ્કેલીઓ વધી, NABએ જૂની ફાઈલો ખોલી

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વડા નવાઝ શરીફ પાર્ટીને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં રાજકીય અભિયાનનું નેતૃત્વ કરવા ૨૧ ઓક્ટોબરે લંડનથી પોતાના દેશ પરત ફરશે. જો કે, તેમને પાકિસ્તાન પરત ફરવું મુશ્કેલ બની શકે છે. કારણ કે, NABના કાયદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, યુસુફ રઝા ગિલાની સહિત ઘણા મોટા નેતાઓના કેસ ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. નવાઝ શરીફ, શહેબાઝ શરીફ, આસિફ ઝરદારી અને યુસુફ રઝા ગિલાનીના તોશા ખાના કેસની સાથે પિંક રેસિડેન્સી કેસમાં પણ મુશ્કેલી આવી શકે છે. આ દરમિયાન પૂર્વ પીએમ શાહિદ ખાકન અબ્બાસીના એલએનજી કેસને સ્પેશિયલ જજ સેન્ટ્રલમાંથી એકાઉન્ટેબિલિટી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. એ જ રીતે પૂર્વ નાણામંત્રી શૌકત તારીન સામે ફરી કેસ ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સેનેટર સલીમ માંડવીવાલા વિરુદ્ધ કિડની હિલના કેસ અને ઈશાક ડાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના કેસ સંબંધિત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કેમ ખોલવામાં આવી રહ્યા છે જૂના કેસ?... જે જણાવીએ, તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઓમર અત્તા બંદિયાલની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે દ્વછ સુધારા વિરુદ્ધ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષની અરજીને મંજૂર કરી છે અને ૧૦માંથી ૯ માંગણીઓ સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દેશની મોટી હસ્તીઓ વિરુદ્ધ ચાલી રહેલા કેસને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ્ઞછને ૫૦ કરોડ રૂપિયાથી ઓછા ભ્રષ્ટાચારના મામલાની તપાસ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. નવાઝ શરીફની ધરપકડ પર કાકરે શું કહ્યું?.. જે જણાવીએ, પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે કહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સ્વદેશ પરત ફર્યા પછી તેમની ધરપકડ કરવામાં આવશે કે નહીં તે કાયદા અમલીકરણ એજન્સીઓ નક્કી કરશે. એક ટીવી ઈન્ટરવ્યુમાં અનવર-ઉલ-હક કાકરે કહ્યું કે નવાઝ શરીફની ધરપકડ અંગે કાયદા અમલીકરણ એજન્સીઓ નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે નવાઝ શરીફને ફેબ્રુઆરી ૨૦૨૦માં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે કોર્ટે તોશાખાના વાહન કેસમાં પણ પૂર્વ વડાપ્રધાનને ભાગેડુ જાહેર કર્યા હતા.

૯. જો બાઇડનનો પુત્ર હન્ટર બાઇડનને ટેક્સ ચોરી અને હથિયારોના કેસમાં દોષિત જાહેર

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હન્ટર બાઇડનને ફેડરલ ટેક્સ અને હથિયાર સંબંધિત કેસમાં દોષિત ઠેરવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હન્ટર બાઇડનને ટેક્સમાં છૂટ મેળવવા અને હથિયારો ખરીદવાના ત્રણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિના બાળક પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બાઇડને ગેરકાયદેસર રીતે બંદૂક રાખવાની વાત સ્વીકારી છે. આવી સ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રપતિના પુત્રની મુશ્કેલીઓ વધી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ઇયાન સામ્સે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન તેમના પુત્રને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા તેમની પડખે ઊભા રહેશે. હન્ટર બાઇડન પર ટેક્સ ચોરીનો પણ આરોપ છે. એવો આરોપ છે કે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં હન્ટર બાઇડન $1.5 મિલિયનથી વધુની આવક પર રિટર્ન ફાઈલ કર્યું ન હતું. એવું માનવામાં આવે છે કે હન્ટર બાઇડનને માત્ર બે વર્ષમાં $100,000 કરતાં વધુ કરવેરા બાકી હતા. હકીકતમાં, ૨૦૧૮માં શસ્ત્રો ખરીદવા માટે જૂઠું બોલવાના આરોપમાં યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડનના પુત્ર હન્ટર બાઇડન વિરુદ્ધ ગુરુવારે ટ્રાયલ શરૂ થઈ હતી, જેની લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. ડેલવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા દાવા મુજબ, હન્ટર પર ઓક્ટોબર ૨૦૧૮ માં હથિયાર ખરીદતી વખતે તેના ડ્રગની લત વિશે ખોટું બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, રાષ્ટ્રપતિ બાઇડનના પુત્રની પણ તેમના નાણાકીય વ્યવસાયિક વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

૧૦. વિશ્વની Top -100 કંપનીઓની યાદીમાં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું

વિશ્વની પ્રખ્યાત મેગેઝિન ‘TIME’ એ વર્ષ ૨૦૨૩ માટે વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોપ-૧૦૦ (world's best 100 companies)માં માત્ર એક ભારતીય કંપનીને સ્થાન મળ્યું છે. આ કંપનીનું નામ ઈન્ફોસિસ(INFOSYS) છે. આ યાદીમાં સ્થાન મેળવનારી IT COMPANY ઈન્ફોસિસ એકમાત્ર ભારતીય કંપની છે. કુલ ૭૫૦ વૈશ્વિક કંપનીઓની યાદીમાં ઈન્ફોસિસ ૬૪મા ક્રમે છે. વર્ષ ૨૦૨૦ના ડેટા અનુસાર, ઈન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની બની ગઈ છે. વિશ્વભરમાં તેના ૩ લાખથી વધુ કર્મચારીઓ છે.ટાઈમ મેગેઝિન અનુસાર, વિશ્વની ટોચની ચાર કંપનીઓના નામ માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ અને ફેસબુકની માલિકીની કંપની મેટા છે. ઈન્ફોસિસ ઉપરાંત ૭ વધુ ભારતીય કંપનીઓને ટોચની ૭૫૦ કંપનીઓની યાદીમાં સ્થાન મળ્યું છે. વેટરન આઈટી કંપની વિપ્રોએ આ યાદીમાં ૧૭૪મું સ્થાન મેળવ્યું છે. જ્યારે આનંદ મહિન્દ્રાનું મહિન્દ્રા ગ્રુપ ૨૧૦માં સ્થાને છે. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ પણ સામેલ છે અને ટાઈમ મેગેઝીન દ્વારા કંપનીને ૨૪૮મું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં HCL Technologiesને ૨૬૨મું સ્થાન, HDFC બેક્રને ૪૧૮મું સ્થાન, WNS ગ્લોબલ સર્વિસિસને ૫૯૬મું સ્થાન અને ITCને આ યાદીમાં ૬૭૨મું સ્થાન મળ્યું છે. જાણો ઇન્ફોસિસ વિશે ?.. જે વિષે જણાવીએ તો, ઇન્ફોસીસ લિમિટેડ એ ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી કંપની છે જે બિઝનેસ કન્સલ્ટિંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સેવાઓ પૂરી પાડે છે. ઈન્ફોસિસની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી. ઇન્ફોસિસનો ઉદ્દેશ્ય માનવ ક્ષમતાને આગળ વધારવાનો અને લોકો, વ્યવસાયો અને સમુદાયો માટે આગામી તકોનું સર્જન ક૨વાનો છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ઇન્ફોસિસ નેક્સ્ટ જનરેશન ડિજિટલ સેવાઓ અને કન્સલ્ટિંગમાં વૈશ્વિક અગ્રણી છે. વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓની યાદી જે બહાર પાડવામાં આવે છે તો શ્રેષ્ઠ ૧૦૦ કંપનીઓની યાદી યાદી કયા આધારે બનાવવામાં આવે છે?.. અથવા તો તૈયાર કરવામાં આવે છે?. તેવો સવાલ તો થયો જ હશે?.. જે વિષે જણાવીએ તો, ટાઈમ મેગેઝિન કર્મચારીઓના સંતોષ અને તેમના પ્રતિસાદના આધારે વિશ્વની ટોચની કંપનીઓની યાદી તૈયાર કરે છે. આ યાદી તૈયાર કરવા માટે કંપનીઓના ત્રણ વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે, આ યાદીમાં ફક્ત તે કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની કમાણી ઓછામાં ઓછી ઇં૧૦૦ મિલિયન રહી છે અને જેણે ૨૦૨૦ અને ૨૦૨૨ વચ્ચે હકારાત્મક વૃદ્ધિ હાંસલ કરી છે.


Share :

Leave a Comments