વડોદરા શહેર-જિલ્લાના 75 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, સેન્ટ્રલ જેલના 22 કેદીઓ પણ પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચના બીજા અઠવાડિયાથી શરૂ થશે

MailVadodara.com - More-than-75-thousand-students-of-Vadodara-city-district-will-appear-for-the-board-exam-22-inmates-of-Central-Jail-will-also-appear-for-the-exam

- સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઇ

- વડોદરા સેન્ટ્રલ જેલમાં ધોરણ 10 એસએસસીની બોર્ડ પરીક્ષામાં 11 અને ધોરણ 12 એસએસસીની બોર્ડ પરીક્ષામાં 11 મળી કુલ 22 જેટલા કેદીઓ સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા આપશે


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આગામી માર્ચના બીજા અઠવાડિયામાં પ્રારંભ થનાર છે. બોર્ડ પરીક્ષામાં શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે સેન્ટ્રલ જેલના કેટલાક કેદીઓ પણ એસએસસી, એચએસસી બોર્ડની પરીક્ષા આપનાર છે. જેમાં SSCમાં 11 અને HSC બોર્ડમાં 11 મળી 22 કેદીઓ પરીક્ષા આપશે.


સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડન્ટ જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે, એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષામાં સ્કૂલોના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના 22 કેદીઓ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે. જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. 


બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષા માટે 90 કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 એચએસસી બોર્ડની પરીક્ષા માટે 40 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે સ્કૂલોના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપનાર છે. જેમાં એસએસસી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 11 તેમજ ધોરણ 12ની એચએસસીની બોર્ડ પરીક્ષામાં 11 મળી કુલ 22 કેદીઓ બોર્ડ એકઝામ આપનાર છે. ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે. જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે. સેન્ટ્રલ જેલમાં લેવાનારી પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સુપરવાઇઝર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રીટેનમેન્ટ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરનાર છે. જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલ્ફર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો નોટબુક પેન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Share :

Leave a Comments