ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ભેજાબાજે શિક્ષિકા પાસેથી રૂા.90 હજાર પડાવ્યા

ઠગે હું કુરીયરમાંથી બોલુ છું, તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલ્યું છે કહી ફોન કર્યો હતો

MailVadodara.com - Margabaj-extorted-Rs-90-thousand-from-the-teacher-by-threatening-to-implicate-him-in-a-false-case-of-drugs

- 35 વર્ષીય શિક્ષિકાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

હું કુરીયરમાંથી બોલુ છું, તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલ્યું છે, તેમાં તમારું નામ ખૂલ્યું છે અને તમારો કોલ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે છે, તેમ કહીને ભેજાબાજે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને 90 હજાર રૂપિયા પડાવ્યા આવ્યા હતા. આ મામલે ભોગ બનેલી શિક્ષિકાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મકરપુરા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરામાં 35 વર્ષીય શિક્ષિકાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તા. 22/8/2024ના રોજ સવારના 9 વાગ્યાના અરસામાં મને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું કુરીયરમાંથી બોલુ છું, તમે થાઈલેન્ડ ડ્રગ્સ મોકલ્યું છે, તેમાં તમારું નામ ખૂલ્યું છે અને તમારો કોલ દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે છે, તેવી હકિકત જણાવી હતી. જેથી હું તે વખતે ખુબ જ ગભરાઇ ગઈ હતી.

મેં તેઓને અહીંની પોલીસને જાણ કરું તેમ કહેતા તેઓએ મને કહ્યું હતું કે, આ બધી મેટર ગુપ્ત હોય, જેથી તમે આ અંગે કોઇને વાત કરશો, તો તમારી માહિતી ગુપ્ત રહેશે નહી અને તમે ફસાઇ જશો, તેમ કહીને તમે અમે જે કહીએ છીએ તે રીતે કાર્યવાહી કરો, તો તમારો નિકાલ થઈ જશે, તેમ કહેતા મેં તેઓને જરૂરી કાર્યવાહી કરવાની હા પાડતા તેઓએ મને કહ્યું હતું કે, તમારો કોલ દિલ્હી પોલીસ, સી.બી.આઈ.ને ટ્રાન્સફર કરીએ છીએ તેની સાથે વાત કરો તેમ કહેતા થોડીવારમાં જ બીજા મોબાઈલ નંબર પરથી વોટસએપમાં બે-ત્રણ વાર વીડિયો કોલ આવ્યો હતો, જેમાં નામ સુનિલ કુમારનું બતાવ્યું હતું.

જે વીડિયો કોલમાં તેઓ કોઈ વ્યકતિ દેખાતા ન હોવાથી મેં તેઓને કહ્યું હતું કે, કોઇ વ્યક્તિ કેમ દેખાતા નથી, ફકત વીડિયો જ ચાલુમાં છે? તો તેઓ કહ્યું હતું કે, અમારી ગુપ્તતા રાખવાની પોલિસી છે, તેવી હકિકત કહીને મને ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી તેઓથી બચવા માટે મને લલચાવીને તેઓના કહ્યા મુજબ મેં મારા બેંકના એકાઉન્ટમાંથી 90,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેમાં તેનું નામ અનિલ જણાવ્યું હતું.

ત્યારબાદ તેઓનો થોડીવાર પછી તેઓનો ફરીથી તે જ દિવસે સાંજે વીડિયો કોલ આવ્યો હતો. જેથી તેઓએ બીજું ઇન્વેસ્ટીગેશન ચાલુ કરવાનું જણાવતા મેં તેઓને કહ્યું હતું કે, પહેલાં તમે મારા 90,000 રૂપિયા પરત કરો તો જ હું વાત કરીશ અને વીડિયો કોલમાં સામે આવીશ તેમ કહેતા તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા હતા અને મને વીડિયો કોલમાં કહેવા લાગ્યા હતા કે, જ્યાદા હોશિયારી મત કરના, તુમ્હારી સબ ડીટેલ્સ હમારે પાસ હૈ, હમ સબ કુછ કર સકતે હૈ ઔર તુમ્હારી જાન કો ભી ખતરા હૈ, તેમ કહી મને હેરાન પરેશાન કરી વોટસઅપ વીડિયોકોલમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મેં આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments