વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટને વટાવી જતા કાલાઘોડા બ્રિજ અવરજવર માટે બંધ કરાયો

ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે વિશ્વામિત્રી નદી

MailVadodara.com - Kalaghoda-Bridge-closed-for-traffic-as-Vishwamitri-river-level-crossed-28-feet

- મોડીરાત સુધીમાં વિશ્વામિત્રીની સપાટી હજી પણ વધે તેવી શક્યતા


વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટને વટાવી જતા કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આજવાનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી રાત સુધીમાં વિશ્વામિત્રીની સપાટી હજી પણ વધે તેવી શક્યતા છે. 

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરના પાણીને કારણે સપાટી વધતી હોય છે અને શહેરમાં તેના પાણી પ્રવેશતા હોય છે. જેને કારણે ગઈકાલે રાતથી કોર્પોરેશન દ્વારા નિચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા લાઉડ સ્પીકરથી અપીલ કરવામાં આવી હતી. 


વડોદરામાં આજે આખો દિવસ વરસાદ વિરામ લીધો હોવા છતાં ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરમાં સપાટી વધીને 212.15 થતા તેમાંથી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. 211 ફૂટ સુધી સપાટી જાળવી રાખવાની હોવાથી 1.15 ફૂટ પાણી છોડવામાં આવશે. જેને કારણે વિશ્વામિત્રી નદીમાં નમતી બપોરે સપાટી 29 ફૂટ સુધી પહોંચતા તંત્રએ સલામતીના કારણોસર વિશ્વામિત્રી કાલાઘોડાનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

વડોદરા શહેર પોલીસ દ્વારા બ્રિજના બંને બાજુએ બેરીગેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. હજી એકાદ બે ફૂટ સપાટી વધતા બાકીના વિસ્તારોના વિશ્વામિત્ર બ્રિજ પણ બંધ કરવામાં આવશે. જેથી વડોદરામાં વિશ્વામિત્રી નો પૂવૅ અને પશ્ચિમ ભાગ અલગ પડી જશે.

Share :

Leave a Comments