ઈલોરાપાર્ક વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી મોબાઈલની ચોરી કરી ભાગેલા ઇસમને ગોરવા પોલીસે ઝડપ્યો

સૌજન્ય એપાર્ટમેન્ટમાં રહેતા ધાર્મિક વાડોદરિયાએ ગોરવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી

MailVadodara.com - Isam-who-stole-a-mobile-phone-from-an-open-house-in-Elorapark-area-and-ran-away-was-arrested-by-the-Gorwa-police

- સીસીટીવી ફુટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે કમલેશ મનસુખ જોડ ઝડપાયો


શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગેલા શખ્સ સીસીટીવી કેમેરાના આધારે ગોરવા પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડી તેની પાસેથી 35 હજારનો મોબાઇલ કબજે કર્યો છે.


વડોદરા શહેરના ગોરવા-ઈલોરાપાર્કમાં સૌજન્ય એપાર્ટમેન્ટમાં રહેતા ધાર્મિક સંદિપત વાડોદરિયાએ નોંધાવેલી ફરીયાદ મુજબ 22થી 24 ફેબ્રુઆરી દરમિયાન તેમના મકાનનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે કોઈ શખ્સને તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો અને બેડરૂમમાં બેડ પર મુકેલો 35 હજારનો મોબાઈલને ફરાર થઈ ગયો હતો. જેથી તેઓ ગોરવા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તસ્કરની શોધખોળ કરવા માટે ત્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મકાનમાં ઘુસ્યો હતો અને મોબાઈલ લઈને ભાગી જતો દેખાય છે. જેથી સીસીટીવી ફુટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે કમલેશ મનસુખ જોડને ઝડપી પાડ્યો હતો. તેની અંગજડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી ચોરી કરેલો મોબાઈલ મળી આવ્યો હતો. જેથી મોબાઈલ ચોરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments