`ઇન્દ્રપ્રસ્થનું રસોડું' ભુખ્યાને ભોજન પીરસવાના સેવાયજ્ઞને બે વર્ષ પૂર્ણ

છેલ્લા બે વર્ષથી શિયાળામાં ધાબળા વીતરણ સેવા પણ કરવામાં આવે છે

MailVadodara.com - Indraprastha’s-kitchen-completes-two-years-of-serving-food-to-the-hungry

ભુખ્યાને ભોજન તરસ્યા ને પાણી પુરૂ પાડવાના સંકલ્પ સાથે સેવા સમર્પણ સદ્દભાવના ના સૂત્રને સાર્થક કરી રહેલા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) ગ્રુપ દ્વારા કોઈપણ નાતજાતના ભેદભાવ વગર ભૂખ્યા લોકોની જઠારાગ્નિ ઠારવા ગોત્રી સરકારી હોસ્પિટલ ના દરવાજા સામે શરૂ કરાયેલ ઇન્દ્રપ્રસ્થ નું રસોડું સેવા યજ્ઞને આજે બે વર્ષ પૂર્ણ થયા છે.


ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ મંડળ) ના યુવાનોએ ૩ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ભૂખ્યા ને ભરપેટ ભોજન પીરસવા ના સંકલ્પ અને સેવા સમર્પણ સદ્દભાવના સૂત્ર સાર્થક કરાવ ઇન્દ્રપ્રસ્થ નું રસોડું  સેવાયજ્ઞ શરૂ કરાયો હતો. સેવા યજ્ઞ ને આજૅ બૅ વર્ષ નો સમય પૂર્ણ થયો છે. બીજા વર્ષે મા ૩.૨૫ લાખ થી વધુ ભોજન તૃપ્તિ ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ઉનાળામાં રહાદારીઓ માટે સત્તત ત્રણ મહિના સુધી અવીરત મસાલ છાસ વિતરણ, પાર્શ્વ જલ સેવા (ઠંડા પાણી ની પરબ) બાળકો માટે ચપ્પલ વિતરણ, ચોમાસા મા રેનકોટ અને છત્રી નું વિતરણ કરવામાં આવે છે.


છેલ્લા બે વર્ષથી શિયાળામાં ધાબળા વીતરણ સેવા પણ કરવામાં આવે છે. માત્ર દાતાઓ ના  સહોગ થી આ સેવા યજ્ઞ અવિરત કાર્યરત રહયો છે. આ ઉપરાંત શૈક્ષણિક સહાય, ગ્રામ્ય વિસ્તાર ની શાળા ના વિદ્યાર્થી ઓ ને શાળા ગણવેશ અને શિક્ષણ કીટ, રાહતદરે ચોપડા વિતરણ, સાયકલ વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સહાય પણ પુરી પાડવામાં આવે છે. આ વર્ષે ગૌ શાળા ના લાભાર્થે અને પર્યાવરણ ના જતન ના સંકલ્પ સાથે ૨૮૦ની ઉપરાંત સોસાયટી, પોળ, એપાર્ટમેન્ટ વગેરે સ્થળો પર વૈદિક હોળી  કીટ નું વીતરણ કરવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા વટેમાર્ગુ, ગરીબ, ભિક્ષુક, દિવ્યાંગ અને નિઃસહાય લોકોને નિયમિત ભોજન પીરસી જઠારાગ્નિ ઠારવાની સાથે -સાથે કોરોના મહામારીની બીજી અને ત્રીજી લહેરમાં કોરોનાગ્રસ્ત પરિવારો માટે ખાસ ટિફિન સેવા પણ કાર્યરત કરી સેવાની જ્યોત જલાવી હતી. આ ઉપરાંત ઓક્સિજન બેક અને એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક શરૂ કરી અનેક પરીવારો ના પડખે ઉભા રહયા હતા.

Share :

Leave a Comments