વડોદરામાં પૈસાની વાતચીતમાં ગળા પર છરી રાખી મારી નાખવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે ગોલ્ડન ચોકડી ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - In-Vadodara-the-accused-who-threatened-to-kill-with-a-knife-on-his-throat-during-a-money-conversation-was-caught

- આરોપી સદ્દામ આ ગુનાનો મુખ્ય આરોપી યુસુફ કડીયાનો પુત્ર છે, અને આ ગુનાની તપાસમાં તેની સંડોવણી જણાતા પોલીસ પકડથી બચવા 7 માસથી ફરાર હતો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા અને ટીમના માણસોને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે નેશનલ હાઈવે ગોલ્ડન ચોકડી ખાતેથી સદ્દામ યુસુફભાઇ શેખ (રહે. અર્થ-24, વાસણા રોડ, વડોદરા)ને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી જે પી રોડ પોલીસ મથકમાં ખૂનની કોશિષના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું અને છેલ્લા 7 માસથી ફરાર હતો જેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે ફરિયાદીએ જે.પી.રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી યુસુફ ઉર્ફે કડીયો સિદ્દિકીભાઇ શેખ અને અર્શદ ઉર્ફે બાપુ તેમજ અન્ય ત્રણ શખસ સામે ફરિયાદ આપેલી હતી. આ ફરીયાદીના માસીના દીકરાને આરોપી યુસુફ ઉર્ફે કડિયા સિદ્દીક શેખ પાસેથી લેવાના બાકી નીકળતા રૂપિયા 30 લાખ બાબતે વાતચીત કરવા માટે આરોપી યુસુફ ઉર્ફે કડીયાના મકાન પાસે ગઇ તારીખ 4મી ઓક્ટોબર 23ના રોજ ફરીયાદી બેસેલ હતા. તે સમયે સવારના 5 વાગ્યાના અરસામાં 4 શખસ આવી તેમાંથી 3 શખસ ફરિયાદી પાસે આવ્યા હતા. તેમાંથી એક શખસે છરી કાઢી ફરીયાદીનું મોત નિપજાવવાનો સામાન્ય ઈરાદો રાખ્યા હોવાનું માનવામાં આવ્યું હતું. તેથી ગળા પર છરી મુકતા ફરીયાદી તે શખસનો હાથ પકડવા જતા હતા ત્યારે તે શખસે ધમકી આપતા કહ્યું કે, 'કુછ ભી બોલના મત વરના કાટ ડાલુંગા' અને તે વખતે આરોપી યુસુફ ઉર્ફે કડીયાએ નિકળતી વખતે ફરીયાદીના ગળા પર છરી રાખેલા શખસને જણાવ્યું કે અર્શદ બાપુ, અગર જ્યાદા હોશિયારી કરે તો ઇસકો કાટ દેના મે બેઠા હુ સબ સંભાલ લુંગા.

તેમ જણાવી યુસુફ ઉર્ફે કડીયો તેની દીકર- દીકરા સાથે ત્યાંથી ભાગી ગયો હતો અને અર્શદ બાપુ નામના શખસે આ યુસુફ ઉર્ફે કડીયો જતો રહ્યો ન હતો. ત્યાં સુધી ફરીયાદીને મારી નાંખવાના ઇરાદે ફરીયાદીના ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે અંગે ફરિયાદ નોંધાઇ હતી. હાલ પકડાયેલો આરોપી સદ્દામ આ ગુનાનો મુખ્ય આરોપી યુસુફ કડીયાનો પુત્ર થાય છે અને આ ગુનાની તપાસ દરમિયાન આરોપી સદ્દામ શેખની સંડોવણી જણાતા આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર હતો.

Share :

Leave a Comments