વડોદરામાં યુવકે પરણીત હોવાનું છુપાવી ૨૩ વર્ષીય યુવતીને મહારાષ્ટ લઇ જઇ હોટલમાં દુષ્કર્મ આચર્યું

યુવતી ઢોલ વગાડવાનું શીખવા જતી હતી ત્યારે આરોપી સાથે મિત્રતા થયા બાદ પ્રેમ થયો હતો

MailVadodara.com - In-Vadodara-a-young-man-concealed-that-he-was-married-and-took-a-23-year-old-girl-to-Maharashtra-and-raped-her-in-a-hotel

- યુવતી આરોપી કૃણાલના મોબાઇલ પત્ની અને પુત્રનો ફોટો જોઇ ગઇ હતી, જે અંગે પૂછતા કહ્યું, હું મારી પત્ની સાથે છુટાછેડા લેવાનો છું, પછી આપણે લગ્ન કરી લઇશું

- આરોપીએ યુવતીને પોતાના ઘરે લઇ જઇ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા

વડોદરામાં ક્લાસમાં ઢોલ વગાડવાનું શિખવા આવતી 23 યુવતી સાથે એક સંતાનના પિતાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે નવાપુરા પોલીસે યુવક સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી છે.

વડોદરા શહેરની 23 વર્ષીય યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વર્ષ-2023માં એક ગ્રુપમાં ઢોલ વગાડવાનુ શિખવા માટે જોડાઈ હતી અને દર રવિવારે ઢોલ શિખવાનો ક્લાસ આવતો હતો. જેમાં 30થી 40 જેટલા છોકરા અને છોકરીઓ આવતા હતા. જેમાં ગ્રુપના સંચાલક કૃણાલ દિલીપ વારકે (રહે. ન્યૂ બગીખાના, બરોડા હાઇસ્કૂલ પાછળ, વડોદરા) સાથે હું સંપર્કમાં આવી હતી અને અમારી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. અમારી મિત્રતા પ્રેમમાં પરિણામી હતી. જેથી તે મને ફોન કરીને વિવિધ સ્થળોએ મને મળવા માટે બોલાવતો હતો.

કૃણાલ વારકે પરીણિત હતો અને એક સંતાનનો પિતા પણ હતો તેમ છતાં તેને આ વાત મારાથી છુપાવી હતી. આ દરમિયાન એક કાર્યક્રમમાં હું કૃણાલના મોબાઇલમાં પત્ની અને પુત્રનો ફોટો જોઇ ગઇ હતી. ત્યારે મેં તેમના વિશે પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, આ મારી પત્ની અને પુત્ર છે. પરંતુ હું મારી પત્ની સાથે છુટાછેડા લેવાનો છે અને તેને મને કોર્ટમાં કરેલી અરજી પણ બતાવી હતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, તેને તેની પત્ની સાથે છુટ્ટાછેડા થઇ ગયા છે. જેથી આપણે લગ્ન કરી લઇશું. તેમ કહીને ફેબ્રુઆરી મહિનામાં પરથમપુરા ગ્રામ પંચાયત સાવલી ખાતે રજિસ્ટર મેરેજ કર્યા હતા. અમે વારંવાર મળતા હતા અને તે સમયે કૃણાલ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. ત્યારબાદ બગીખાનાના ઘરે લઇ ગયા બાદ મારી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે, તે મને ઘરમાં રાખવા માટે આનાકાની કરતો હતો. ત્યારબાદ કૃણાલ મને ટ્રેનમાં બેસાડીને મહારાષ્ટ્રમાં લઇ ગયો હતો અને એક હોટલમાં તેને મારી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં કૃણાલે નોકરી શરૂ કરી હોવાની વાત કરી હતી અને નોકરી પરથી અલગ બ્રાન્ચમાં જાઉ છું, તેમ કહીને મને હોટલમાં એકલી મુકીને નીકળી ગયો હતો. જેથી હું ત્યાં એકલી પડી ગઇ હતી અને મારા કાકાના છોકરાને બોલાવીને તેના ઘરે જતી રહી હતી.

આ દરમિયાન મારા પિતાએ હું ગુમ થઇ હોવાની પોલીસમાં અરજી આપી હતી. જેથી હું મારા ઘરે પરત આવી ગઈ હતી અને મેં કૃણાલના મોબાઇલ સ્ટેટ્સમાં તેની પત્ની તથા પુત્રનો ફોટો જોયો હતો. જેથી કૃણાલે છુટ્ટાછેડા લીધા ન હોવા છતાં મારી સાથે છેતરપિંડી આચરી હોવાની મને જાણ થઈ હતી. જેથી નવાપુરા પોલીસ સ્ટેશનમાં કૃણાલ વારકે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નવાપુરા પોલીસે આરોપી યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments