વડોદરામાં કોર્પોરેશન દ્વારા ઘર વિહોણા લોકો માટે 5 શેલ્ટર હોમ કાર્યરત કરાયા

નવા પાંચ આશ્રય સ્થાનની ક્ષમતા 524ની છે

MailVadodara.com - In-Vadodara-5-shelter-homes-were-made-operational-by-the-Corporation-for-homeless-people

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હદવિસ્તારમાં નવા બનાવેલા તેમજ કાર્યરત શહેરી ઘરવિહોણા લોકો માટેના આશ્રયસ્થાનના વ્યવસ્થાપન અને સંચાલનની કામગીરી આજરોજ સંસ્થાઓને  સોંપવામાં આવી હતી. હવે શહેરમાં લોકોના આશ્રય માટે પાંચ આશ્રય સ્થાન કાર્યરત થયા છે. હાલ એક સેવા સંસ્થાને અમરનગર, નવાયાર્ડ તથા મધુનગર-ગોરવા બ્રિજ નીચેના શેલ્ટરનું સંચાલન, બીજી એક સામાજીક સેવા સંસ્થાને અટલાદરા, લાલબાગ બ્રિજ નીચે, વડસર બ્રિજ નીચેના આશ્રય સ્થાનોની સંચાલનની કામગીરી સોંપવામાં આવી છે. 

અત્યાર સુધી 173ની ક્ષમતાના શેલ્ટર હોમ કાર્યરત હતા, પરંતુ આજ રોજથી નવા શેલ્ટરની ક્ષમતા સાથે કુલ 524ની ક્ષમતાના શેલ્ટર હોમ કાર્યાન્વિત થઇ રહ્યા છે. જેમાં આજ રોજ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ અટલાદરા તથા સોમા તળાવ બ્રિજ નીચેના આશ્રયસ્થાનોની મુલાકાત લીધી હતી ત્યાં અધિકારી તેમજ કર્મચારી અને સંસ્થાના પ્રતિનિધિઓને જરૂરી સુચના આપી હતી. વડોદરા શહેરી વિસ્તારમાં કોઇ ઘરવિહોણા લોકો મળી આવે તો ટોલ ફ્રી નંબર 7779002333 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Share :

Leave a Comments