- લગ્ન નહીં કરાવે તો માતા-પિતાને મરી જવાની ધમકી આપતી હતી
વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાંથી અભયમ 181 હેલ્પલાઇન પર કોલ મળ્યો હતો કે, સગીર વયની દીકરી લગ્નની જીદે ચડી છે. લગ્ન નહીં કરાવે તો પોતાના માતા-પિતાને ધમકી આપતી હતી કે, હું મરી જઈશ. આ બાબતને લઇ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આ માહિતીને લઇ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં આ પીડિત સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની હતી અને યુવક 25 વર્ષની ઉંમરનો હતો. આ દીકરી છેલ્લા એક વર્ષથી પ્રેમમાં હતી અને દીકરી માતા-પિતાને ધમકી આપતી હતી કે, મારા લગ્ન નહીં કરવો તો હું મરી જઈશ. જેથી આ બાબતે મહિલા ટીમની મદદ લીધી હતી.
બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમમાં હતા અને બંને એક બીજા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. જેથી સગીરા માતા-પિતા પર દબાણ કરતી હતી. જેથી અભયમે યુવકને આ સગીરાના ઘરે બોલાવી અસરકારક કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમાજ આપી હતી. આ કાયદામાં યુવકને સમજાવ્યું હતું કે, સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની છે. જેથી તમારી વિરુદ્ધ પોકસો એક્ટ લાગી શકે છે અને જેલની સજા થઈ શકે છે. જેથી યુવકે કાયદાની ભાષા સમજી સગીર વયની દીકરીને ના પાડી દીધી હતી. આ બાબતે સગીર દીકરીએ પણ લગ્નની જીદ ન કરવાની અને માતા-પિતાને હેરાન ન કરવાની ખાત્રી આપી હતી. સાથે જ અભ્યાસમાં ધ્યાન આપીશ અને તે યુવકને ભૂલી જઈશ તેવી વાત કરી હતી. જેથી અભયમે આ સગીર વયની દીકરીને માતાને સોંપી હતી.