તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના 2023-24 માટેના કરન્સી અને ફાઇનાન્સ રિપોર્ટ અનુસાર,ભારતમાં ડેટા લીક ની સરેરાશ કિંમત 2023 માં 2.18 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, જે 2020 થી 28 ટકાની વૃદ્ધિ દર્શાવે છે,
વધુમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સરેરાશ ડેટા લીક ખર્ચ હજુ પણ વૈશ્વિક સરેરાશ કરતા ઓછો છે. ભારતમાં સૌથી સામાન્ય પ્રકારના સાઈબર હુમલાઓ "ફિશિંગ" પ્રકારના હુમલાઓ છે, જેનું પ્રમાણ 22 ટકા છે અને બીજા પ્રકારનો સાઈબર હુમલો "ચોરાયેલ અથવા ચેડા કરાયેલ ઓળખપત્ર" પ્રકારના હુમલાઓ અને તેની ટકાવારી 16 ટકા છે.
તો પ્રશ્ન એમ થાય કે ડેટા લીક કેવી રીતે થાય અને તેને કેવી રીતે સલામત કરી શકાય
આજના સમયમાં મુખ્ય પાંચ બાબતો કોઈપણ વ્યક્તિની ઓળખ બની ચૂકી છે, જેમ કે
1) વ્યક્તિનું નામ અને તેની સંપર્ક માહિતી
2) વ્યક્તિના પરિવારની માહિતી
3) વ્યક્તિ દ્વારા થતો નોકરી કે ધંધો અને તેની પસંદ નાપસંદ
4) વ્યક્તિના ઘરનું સરનામું
5) વ્યક્તિની વિવિધ પ્લેટફોર્મ પર આધારિત સોશિયલ મીડિયા પ્રોફાઈલ
આપણા અગત્યના ઈલેક્ટ્રોનિક્સ ડેટા લીક થવાના "ડેટા લીક પોઈન્ટ્સ" ક્યાં ક્યાં છે ?
1) "એચ ટી ટી પી" - હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આધારિત અસુરક્ષિત વેબસાઈટ ની મુલાકાત લેવાથી.
2) કોઈપણ પ્રકારના પાયરેટેડ કે ફ્રિવેર સોફ્ટવેરને ડાઉનલોડ કરવાથી.
3) એપ્લિકેશનનો ને જરૂરિયાત વગરની તેમજ વધુમાં એપ્લિકેશનોને ઈન્સ્ટોલેશન દરમ્યાન આપવામાં આવતી બધી જ માંગવામાં આવતી પરમિશનો આપવાથી.
4) ફ્રી પ્રકારની તેમજ આશ્ચર્યચકિત કરતી ઓફરો ને દર્શાવતી લિન્ક ઉપર ડેટા શેર કરવાથી.
5) પબ્લિક વાઇફાઇ અને ચાર્જિંગ પોઇન્ટ્સનો ઉપયોગ કરવાથી.
6) કી-લોગર માધ્યમ થકી અગત્યની માહિતી લીક થવી.
7) સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવતી થર્ડ પાર્ટી લીંકો કે અસલામત સોફ્ટવેરની સુવિધા લેવાથી
8) જે તે સોફ્ટવેર કે એપ્લીકશનમાં આપવામાં આવેલ પ્રાયવસી માટેના માપદંડો ને ન અનુસરવાથી.
9) એ પી કે એટલે એન્ડ્રોઇડ એપ્લિકેશન પેકેજ કિટ પ્રકારની તેમજ એક્ઝિક્યુટેબલ ફાઈલોને અવિશ્વનીય સ્ત્રોત પરથી ડાઉનલોડ કરવાથી.
10) વેબ બ્રાઉઝિંગ દરમિયાન બિનજરૂરી એક્સટેન્શન અને પ્લગઇનનો સંગ્રહ, ડાઉનલોડ અને ઉપયોગ કરવાથી.
11) ડિવાઇસમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ એપ્લિકેશનો અને ફર્મવેરને સમયસર અપડેટ ન કરવાથી.
12) પર્સનલ કે અંગત ડેટાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અસલામત પબ્લિક ડોમેઇન પર મૂકવાથી.
13) મોબાઇલને જરૂર વગર રૂટ અથવા જેલબ્રેક કરવાથી.
14) સતત કામ વગર ઇન્ટરનેટ કનેક્શનને ચાલુ રાખવાથી સાથેજઅનનોન સોર્સ ને એનેબલ કરવાથી.
15) લાયસન્સ પ્રકારના વી પી એન -વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક,ફાયરવોલ અને એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ ન કરવાથી.
આજના સમયમાં ડેટા લીક પોઈન્ટ્સ ને વધુ સુરક્ષિત બનાવવાના રસ્તા ક્યાં ક્યાં છે ?
1) યૂઝરે હંમેશા મોબાઈલ, ડેસ્કટોપ કમ્પ્યુટર, ટેબ્લેટ કે લેપટોપમાં જે ફર્મવેર સોફ્ટવેર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થપિત કરેલી છે, તેને સતત અપડેટ રાખવી અત્યંત જરૂરી છે .
2) સુરક્ષાના માપદંડ હેઠળ પ્રસ્થપિત કરેલી તમામ એપ્લિકેશનો માટે "ટુ ફેક્ટર ઓથેંન્ટીકેશન " નું પાલન કરવું અત્યંત જરૂરી છે, સાથે જ એવી એપ્લિકેશનો પ્રસ્થાપિત કરવી જોઈએ જે "ટુ એફ એ" ની સુવિધા પૂર્ણ પાડતી હોય.
3) સલામતી ના વધુ એક સ્તર માટે લાયસન્સ એન્ટીવાયરસ સોફ્ટવેર ,એન્ટી માલવેર સોફ્ટવેર , વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો જ ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે .
4) દરેક એકાઉન્ટ માટે અલગ જ પાસવર્ડ સેટ કરવા ,પાસવર્ડની મર્યાદા ૧૦ થી ૧૫ તેમજ અક્ષર,અંક અને ચિન્હ નું મિશ્રણ હોવું ખુબજ જરૂરી છે, વધુમાં પાસવર્ડ મેનેજર ટૂલનો ઉપયોગ કરીને એક કરતા વધુ એકાઉન્ટના પાસવર્ડને વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે .
5) લોકેશન ટ્રેક અને જી.પી.એસ ના ઉપયોગની પરવાનગી એપ્લિકેશનનો ઉપયોગ કરતી વેળાએ જ આપવી , તે પ્રકારનું લક્ષણ એનેબલ કરવું,અને જરૂર ન હોય તો તે લક્ષણને ડિસેબલ કરવું અત્યંત જરૂરી છે.
6) વ્યક્તિગત ડેટા તેમજ અંગત માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે કોઈપણ પ્રકારના પબ્લિક ડોમેન પર ક્યારેય શેર કરવી જોઈએ નહીં .
7) સોશ્યિલ મીડિયા થકી તેમજ મેઈલ થકી આવતી કોઈ પણ લીંક ને ખોલતા પહેલા હંમેશા તે લિંક ને કૉપી કરીને તેને બ્રાઉઝરના ઇનકોગ્નિટો ટેબ નો ઉપયોગ કરીને ખોલવી જ હિતાવહ છે, વધુમાં આવી તમામ પ્રકારની લિંક ને એન્ટી વાયરસ પ્રકારના સોફ્ટ્વેરથી સ્કેન કરવી અત્યંત જરૂરી છે.
8) પબ્લિક વાઇફાઇ નો અને પબ્લિક ચાર્જિંગ પોઇન્ટ્સ નો ઉપયોગ કરવાથી બને તેટલું બચવું જોઈએ.
9) હંમેશા નવા ઉપકરણોમાં જરૂરી પ્રાયવસી સેટીંગ્સ ને એનેબલ કરવા અત્યંત જરૂરી છે.
10) નેટવર્ક માં જોડાયેલા કમ્પ્યુટરો માટે હંમેશા લાયસન્સ પ્રકારના ફાયરવોલ નો ઉપયોગ કરવો જોઈએ.
11) આજના સમયમાં દરેક ઈન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ માટે, લાયસન્સ પ્રકારના વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ કરવો અત્યંત હિતાવહ છે,
12) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લીધેલ સ્ક્રીનશોટ ને ક્યારે મોબાઇલના કોઈ ફોલ્ડરમાં તેમજ ગેલેરીમાં રાખવા જોઇએ નહીં , તેને બદલે ક્લાઉડ પર સ્ટોર કરવા જોઈએ.
13) અન્યના ડિવાઇસમાં જો લોગ ઈન કરવું પડે તેમ હોય તો, લોગીન કર્યા પછી લોગઆઉટ કરવું અત્યંત જરૂરી છે.
14) કોઈપણ ઈલેક્ટ્રોનિક ડીવાઈસ માં હાર્ડવેર કે સોફ્ટવેર કીલોગર લાગેલું છે કે નહીં તેની પણ તપાસ કરવી અત્યંત જરૂરી છે.
15) ઓપન સોર્સ પ્રકારના તેમજ એડવેર પ્રકારના સોફ્ટવેરને ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ .
16) માત્ર "એચ ટી ટી પી એસ " થી જ શરૂ થતી વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ .
17) કોઈપણ ગેમ રમનાર વ્યક્તિ એ કોઈપણ પ્રકારની લાલચો દર્શાવતી ઓફર જેમકે ચિકન ડિનર,સ્કિન,વેપન વગેરે ક્યારેય મફતમાં સ્વીકારવી નહીં, સાથે જ ઓનલાઇન ગેમ રમનાર યુઝરે ગેમ માટે ડેડીકેટેડ ઈમેઈલ એડ્રેસ રાખવું જોઈએ .
18) હંમેશા એપસ્ટોર અને પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવું જોઈએ , અને એડિટર ચોઈસ તેમજ એડિટર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલી એપ્લીકશન જ વધુ સુરક્ષિત માનવી,વગરકામની એપ્લિકેશનો ને અથવા પ્રસ્થાપિત કરેલ પણ 15 દિવસ કરતાં વધુ દિવસો થી ઉપયોગમાં ન લીધેલી એપ્લિકેશનો ડીલીટ કરવી વધુ હિતાવહ છે.