શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી વૈકુઠમાં સોસાયટી રહેતો પ્રજાપતિ પરિવાર ઘરે તાળું મારી સંબંધીના ઘરે ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. સાંજના સમયે ઘરે ગયા હતા ત્યારે ઘરમાંથી સોનાના 2.16 લાખના સોનાના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા વૈકુઠ -2માં રહેતા ધવલ ગોવિંદભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે મારી ડીમાર્ટની પાછળ શિવ સીએનસી આર્ટ નામની ફર્નિચરની દુકાન છે.
તા. 6 માર્ચના રોજ હું મારા ઘરેથી સવારે દુકાન ઉપર ગયો અને મારી પત્ની ચંન્દ્રીકાબેન તથા દીકરી નામે વિધિ અમારા ઘરને આશરે બપોર ઘરને લોક મારી અમારા સંબંધીના ઘરે ગયા હતા અને હું મારી દુકાન બંધ કરી સાંજના સમયે ઘરે ગયો હતો. તે દરમ્યાન મારા ઘરનો દરવાજો ખોલવા જતા તાળુ તુટેલું હતું. ઘરમાં રાખેલી તિજોરીનો સામાન વેર-વિખેર કરેલો હતો અને તેમાં મુકેલા સોનાના દાગીના કુલ રૂ.2.16 મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.