ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા તા.25 ડિસેમ્બર સુધી 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું

ગાયત્રી પરિવાર માણેજા શાખા છેલ્લા 12 વર્ષથી નિયમીત ગાયત્રી મંત્રના જાપ કરે છે

MailVadodara.com - Gayatri-Parivar-Maneja-branch-organized-108-kundiya-Gayatri-Mahayagna-till-December-25

- 25મીએ સવારે 8 થી 12:30 કલાકે યજ્ઞની પુર્ણાહુતી, શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા લોકોની વિદાય થશે, આ યજ્ઞમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા


અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર જાગરણ અભિયાન હેતુથી ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા 22 થી 25 ડિસેમ્બર દરમિયાન માણેજા ખાતે 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 


ગાયત્રી પરિવાર માણેજા શાખા છેલ્લા 12 વર્ષથી નિયમીત ગાયત્રી મંત્રના જાપ કરી રહ્યાં છે. આ સાધનાની પુર્ણાહુતી અંતર્ગત 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞની શરૂઆત ગઇકાલે 22 ડિસેમ્બરના રોજ શોભાયાત્રાથી થઇ હતી. આ શોભાયાત્રા બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન માણેજા ક્રોસીંગ મેઈન રોડથી નીકળી યજ્ઞ સ્થળ પર પહોંચી હતી. જ્યારે આજે 23 ડિસેમ્બરના રોજ ધર્મધજા આરોહણ, દેવ પૂજન, ગાયત્રી મહાયજ્ઞ, ગર્ભોત્સવ સંસ્કાર, મહિલા સંમેલનના આયોજન સવારે 8થી સાંજે 5 કલાક દરમિયાન થશે.


24 ડિસેમ્બરના રોજ સવારે 8 થી 12:30 કલાક સુધી ગાયજ્ઞી યજ્ઞ, મંત્ર દિક્ષા સહિત વિવિધ સંસ્કાર યોજાશે. બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન યુવા સંમેલન અને સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન દિપ યજ્ઞ યોજાશે. જ્યારે 25 ડિસેમ્બરના રોજ સવારે 8 થી 12:30 કલાકે યજ્ઞની પુર્ણાહુતી, શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા લોકોની વિદાય થશે. ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


ઉલ્લેખનિય છે કે, ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ શાંતી અને લોકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આયોજનો તેમજ યજ્ઞોના આયોજન કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત ઘરે ઘરે દિપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 22 થી 25 ડિસેમ્બર દરમિયાન માણેજા ખાતે કાર્યક્રમ યોજાશે ગાયત્રી પરિવાર માણેજા શાખા 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજશે.

Share :

Leave a Comments