- ઘટનાને લઇ બાજુમાં રહેલ ઓફિસના પ્રેસરના કારણે કાચ પણ તૂટ્યા
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા વડોદરા ગેસ લિમિટેડના સ્ટેશન પર મેન્ટેનન્સ દરમિયાન ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. ગેસ લીકેજની ઘટનાને લઇ બાજુમાં રહેલ ઓફિસના પ્રેસરના કારણે કાચ તૂટ્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જ પ્રકારની થઈ નથી. ગણતરીના સમયમાં ફાયારના જવાનો દ્વાર આ લિકેજને બંધ કરવામા આવ્યું હતું.
વડોદરા શહેરના ગાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલુ વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલિન્ડરો રીફિલ કરવામાં આવે છે.આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે. ગત સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ ધડાકાભેર લીકેજ થતાં ગભરાયેલા વાહનચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ કરી હતી.
ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા. ગેસ સ્ટેશનને અડીને જ ફાયર સ્ટેશન આવેલું છે. જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત જ સ્થિતિ સંભાળી લેતાં લોકોએ રાહત અનુભવી હતી.